અ.નં. |
વિગતો |
|
૧ |
યોજનાનું નામ/પ્રકાર |
જનની સુરક્ષા યોજના |
૨ |
યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ |
આ યોજનામાં ગરીબી રેખા હેઠળની બી.પી.એલ.કાર્ડ ધરાવતી કુટુંબની પ્રસુતા બહેનો, અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જન જાતિ કુટુંબોની તમામ પ્રસુતા બહેનોને લાભ આપવામાં આવે છે, જે લાભાર્થી પાસે બી.પી.એલ. કાર્ડ ઉપલબ્ધ ન હોય તેમણે તેઓના વિસ્તારનાં તલાટી કમ મંત્રી, સરપંચ, મામલતદાર, મુખ્ય અધિકારી પાસેથી આવકનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. |
૩ |
યોજના અંતર્ગત સહાય/લાભ |
આ યોજના હેઠળ લાભાર્થીને રૂ.૭૦૦/- ગ્રામ્ય વિસ્તારમાં તેમજ રૂ. ૬૦૦/- શહેરી વિસ્તારમાં પોષણયુકત ખોરાક, પ્રસુતિ સમયે થતો દવાનો ખર્ચ કે અન્ય કોઇ ખર્ચને પહોંચી વળવા માટે સર્ગભાવસ્થાના છેલ્લા ત્રણ મહિનાના સમયગાળામાં ચુકવવામાં આવે છે. |
૪ |
યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ |
આ યોજનાં અંતર્ગત સહાય માટે સ્ત્રી આરોગ્ય કાર્યકર પાસે ફોર્મ ભરાવાનું રહેશે અને સાથે બી.પી.એલ. કાર્ડનો અથવા આવકનો પુરાવો લગાવાનો રહેશે. |
૫ |
યોજનાનો લાભ કયાંથી મળશે. |
સ્ત્રી આરોગ્ય કાર્યકર ( આપના વિસ્તાર) નાં ધ્વારા આપને આ લાભ આપવામાં આવશે. |
સ્ત્રોત : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/5/2020
જનની સુરક્ષા યોજના
જનની સુરક્ષા યોજના વિશેની માહિતી
જનની સુરક્ષા કાર્યક્રમ