યોજના શરૂ થયાનું વર્ષ:- |
૨૦૦૫ |
યોજનાનું નાણાકીય સ્ત્રોત |
નેશનલ હેલ્થ મિશન હેઠળ આ યોજનાનો અમલ થાય છે.
|
યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ |
આ યોજનામાં ગરીબી રેખા હેઠળની (બી.પી. એલ કાર્ડ ધરાવતી) કુટુંબની પ્રસૂતા બહેનો, અનુસુચિત જાતિ તથા અનુસુચિત જનજાતિ કુટુંબના તમામ પ્રસૂતા બહેનોને લાભ આપવામાં આવે છે. |
યોજના અંતર્ગત સહાય / લાભ |
આ યોજના હેઠળના લાભાર્થીને રૂા. ૭૦૦/- ગ્રામ્ય વિસ્તાર માટે તેમજ રૂા. ૬૦૦/- શહેરી વિસ્તાર માટે પોષણયુક્ત ખોરાક, પ્રસૂતિ સમયે થતો દવાનો ખર્ચ કે અન્ય ખર્ચને પહોચી વળવા માટે પ્રસુતિના ૮ થી ૧૨ અઠવાડિયા પહેલા ડાયરેક્ટ બેનીફીટ ટ્રન્સફર દ્વારા ચુકવવામાં આવે છે. |
યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ |
આ યોજના અંતર્ગત સહાય માટે સ્ત્રી આરોગ્ય. કાર્યકર પાસે ફોર્મ ભરાવવાનું રહેશે. અને બી.પી.એલ. યાદી, અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ અંગેનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. |
યોજનાનો લાભ કયાંથી મળશે. |
સ્ત્રી આરોગ્ય કાર્યકર (આપના વિસ્તાર) ના દ્વારા આપને આ લાભ આપવામાં આવશે. |
સ્ત્રોત :-આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત મહેસાણા
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/7/2020
જનની સુરક્ષા યોજના વિશેની માહિતી
જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ
જનની સુરક્ષા યોજના વિશેની માહિતી આપવમાં આવી છે
જનની સુરક્ષા યોજના