હોમ પેજ / ખેતીવાડી
વહેંચો

ખેતીવાડી

ગુજરાતનાં ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતોને માટે ઉપયોગા માહિતી.

 • agri slider1

  ટકાઉ રોજગાર માટે કુદરતી સ્રોતોનું વ્યવસ્થાપન

  ભારત દેશ અઢળક કુદરતી સંપત્તિ અને સંસાધનો ધરાવે છે જેમાંથી દેશની મોટાભાગની વસતી રોજગારી મેળવે છે. આ સ્રોતોનું ટકાઉ વ્યવસ્થાપન જરુરી છે જેથી સમુદાયોનાં રોજગાર અને સહ-અસ્તિત્વની ખાતરી રહે.

 • agri slider2

  ખેતી અને સંબંધિત પ્રવૃત્તિઓ દ્વારા ફાયદાકારક રોજગાર

  ખેતી અને સંબંધિત પ્રવૃત્તિઓ (બંને ખેતર પર અને બહાર) ભારતમાં ખૂબજ ફાયદાકારક રોજગાર પુરું પાડે છે. સંકલિત જોડાણઓ, મજબૂત નીતિઓ અને જોખમ વ્યવસ્થાપન આયોજન એ એવી કેટલીક બાબતો છે જે આ ક્ષેત્રનાં ઉદ્યોગ સાહસિકો માટે મહત્વની છે.

 • agri slider3

  મેળવેલ જ્ઞાન અને શ્રેષ્ઠ પ્રેક્ટિસની આપ-લે

  પારંપરિક તકનીકો, નવતર પ્રયોગો, પહેલો, શ્રેષ્ઠ પ્રેક્ટિસ દ્વારા મેળવેલ જ્ઞાનની આપલે દ્વારા અન્ય ખેડૂતોમાં આત્મવિશ્વાસ વધારવો. નાના અને સીમાંત ખેડૂતો વચ્ચે જાણકારી અને જ્ઞાનની આપલે હાલનાં સમયની તાતી જરૂરિયાત છે.

www.vikaspedia.in ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂત સમુદાય અને સેવા પ્રબંધકોમાં બહેતર ટેકનોલોજી અંગે ઉપયોગી માહિતી વિતરીત કરવાનો ઉદ્દેશ ધરાવે છે. આઈએનડીજી ગ્રામીણ કૃષિ ફલક પર વિવિધ સ્તરો, જેવા કે ખેડૂતો, સહકારી મંડળીઓ અને વ્યવસાયિક સંસ્થાઓ, ફાર્મ મશીનરી વિક્રેતાઓ, ખાતર અને રસાયણ કંપનીઓ, વીમા કંપનીઓ, વીમા નિયમનકારી સંસ્થાઓ અને કૃષિ નિષ્ણાતો, પરામર્શકો અને ફાર્મ સલાહકારો માટે એક મંચ રચશે.

વિકાસપેડિયા પોર્ટલમાં હાલ કૃષિ ક્ષેત્રની મુખ્ય બાબતોમાં કૃષિ ધિરાણ, નીતિઓ અને યોજનાઓ, નરેગા, બજાર માહિતી, કૃષિની શ્રેષ્ઠ પ્રણાલીઓ, ફાર્મ પરના અને બહારના ઉદ્યોગ સાહસો અને વિવિધ ઉત્પાદનો અને સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પાક ઉત્પાદન

કૃષિને લગતી માહિતી, ઉત્પાદન અંગેની ટેકનોલોજી,લણણી બાદ ઉપયોગી ટેકનોલોજી,ખેડૂતો માટે ટિપ્સ-દુષ્કાળ મેનેજમેંટ,સોયાબીન પાક પ્રશ્નો અને ઉકેલ,કપાસ પાક પ્રશ્નો અને ઉકેલ,જુવાર પાક પ્રશ્નો અને ઉકેલની માહિતી આવરી લેવામાં  આવી છે

પશુ સંવર્ધન

ડેરી, પોલ્ટ્રી , બકરા, સસલા ઘેટું, ભૂંડ વગેરે નો વાણીજ્ય સંબધિત ઉત્પાદન અને વૈજ્ઞાનિક ઢબે સંચાલન

મત્સ્યોદ્યોગ

માછલી ઉત્પાદનના વિવિધ પાસાંઓ જેમાં દેશી મત્સ્ય, પ્રોન સંવર્ધન , મોતી ઉત્પાદન , મૂલ્યવર્ધન ઉત્પાદન, મશીનરી વગેરે સમાવિષ્ઠ કરવામાં આવ્યું છે

ફાર્મ-આધારીત ઉદ્યોગસાહસો

અહીં નાના અને સીમાંત ખેડૂતો માટે વિવિધ કૃષિ સંગઠન યોગ્ય અને વિગતવાર માહિતી આપવામાં આવી છે, જેમકે અદ્યતન નર્સરી,મધમાખીનું પાલન,મશરૂમ ઉત્પાદન,ગૃહ ખેતી,અળસિયાનું ખાતર (વર્મી કમ્પોસ્ટીંગ),કૃષિ ઉદ્યોગ,ગ્રામીણ તકનીકો વગેરે

શ્રેષ્ઠ પ્રણાલીઓ

ટકાઉ કૃષિ, પશુપાલન, મત્સ્ય, કૃષિ આધારિત સાહસો શ્રેષ્ઠ પ્રણાલી માં કેસ સ્ટડી અને અનુભવી અને નિષ્ણાતો પાસે થી માહિતી વગેરે આવરી લેવામાં આવ્યા છે.

નીતિઓ અને યોજનાઓ

કૃષિ, બાગાયત, પશુપાલન, મત્સ્ય, ગ્રામીણ વિકાસ ને લગતા નીતિ નિયમો અને યોજનાઓ આ વિભાગમાં આવરી લેવામાં આવ્યા છે

દિલીપ ચૌહાણ Aug 18, 2020 11:34 PM

સરકારે ધીમે ધીમે કેમિકલ વાળી ખેતી બંધ કરાવવી જોઇએ. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ લગાવવો જોઇએ. કારણકે અત્યારે કેમિકલ વાળા ખોરાકથી લોકોને જાતજાતના રોગ થાય છે. બાળકો અકળ વૃદ્ધ થઈ જાય છે. જેથી ખેતી માટે ઓર્ગેનિક ખાતર અને જંતુનાશક દવાઓ બનાવવી જોઈએ જેથી. જમીન સુધરે અને પબ્લિક સ્વાસ્થય સુધરે.

રાહુલ સોઢાપરમાર Jul 27, 2020 12:29 PM

ખેડૂતને ખેતીના સમયે પૂરતું ખાતર નથી મળતું , ખાતરની દુકાન વાળા 1 ખાતર ની બેગ સાથે 150 રૂપિયાની વધારએની દવા લેવા અથવા 3 બેગ યુરિયા ખાતર સાથે 1000 રૂપિયાની 1 બેગ ડીએપી ખાતર લેવું ફરિજીઆત કહે છે. અને ખેડૂત પાસેથી વધારાણા રૂપિયા ની માંગ કરાય છે.
ખેડા ,

સુશીલાબેન Jul 21, 2020 09:11 AM

મારે એલોવેરા ની ખેતી કરવી છે.તો તેની માટે જરૂરી માર્ગદર્શન આપવા વિનંતી. અને તેને કયાં બજાર માં વેચી શકાય તેની જાણકારી આપશોજી.

એન. જી. ડાભી Jun 07, 2020 11:31 PM

મગફળી માટે જીજેજી ૯ અને જીજી ૨૦ ની જાત સારી ઉત્પાદન વધુ મળે છે.

Jogabhai madrupji Patel May 27, 2020 03:03 PM

ખેતીવાડી પીવાલાયક પાણી નર્મદાનું પિયત માટે પાણી જરૂરી છેઅને અમારે ત્યાં પાણીના તળ ઉંડા જવાના કારણે બોરચાલતા નથી્્ ખેતી ને પાણી પિયત આપવા માટે બોરનું પાણી ઊંડા જવાના કારણે ગરમ પાણી આવે છે તો સરકાર શ્રી ને મારી નમ્ર અરજ k મહેરબાની કરીને અમારા વિસ્તારની પાણી નર્મદાનું મળે k નર્મદા નદીમાં પાણી છોડે તો અમારું જીવન ખેતી આધારિત છે એટલે અમે પાણીની માંગ કરીએ છીએ અને અમારા પશુ પાલન કરીને પણ જીવન ગુજરીએછીએ

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
Back to top