જળસંપત્તિ વિભાગ સિંચાઇને લગતા કાર્યો તેમજ સિંચાઇ યોજનાઓ અંગે કાર્ય કરે છે. સમગ્ર મોટી, મધ્યમ અને નાની સિંચાઇ યોજનાઓ તેમજ ઉદ્વહન સિંચાઇ યોજનાની મોજણી, તપાસ, આલેખન, બાંધકામ વ્યવસ્થા અને જાળવણી અંગેનું કાર્ય કરે છે. ઉપરાંત જળવિઘુત કાર્યક્રમો, પૂર, રક્ષણ, ક્ષાર પ્રવેશ નિયંત્રણ તેમજ સંશોધન અને તાલીમના કામનો સમાવેશ થાય છે. હયાત સિંચાઇ યોજનાઓનું આધુનિકરણ, ચેકડેમો, વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રકચર્સ, તળાવો ઉંડા કરવા અંગેની કાર્યવાહી વિભાગ દ્વારા થાય છે. ટપક અને છંટકાવ પધ્ધતિનો અમલ કરવો તથા પાણીની આંતર બેઝીન તબદીલી જેવી કે ઉત્તર ગુજરાતના હયાત જળાશયો ભરવા માટે નર્મદા કેનાલ આધારિત પાઇપલાઇન યોજના તેમજ સમગ્ર સુજલામ સુફલામ યોજના અંગેના કાર્યો કરે છે.
આ અંગે સચિવશ્રી (જળસંપત્તિ) તેમજ ખાસ સચિવશ્રી (જળસંપત્તિ) ને મદદ કરવા મુખ્ય ઇજનેર અને અધિક સચિવશ્રીઓ, વિભાગ કક્ષાએ છે, તેઓને કામમાં મદદ કરવા માટે ખાસ ફરજ પરના અધિકારીશ્રીઓ, નાયબ સચિવો, ઉપસચિવો તેમજ મહેકમ અંગેનો સ્ટાફ છે.
વહીવટ હેતુસર વિભાગને જુદા જુદા વર્તુળ અને તંત્રમાં વિભાજીત કરવામાં આવેલ છે જે અધિક્ષક ઇજનેરશ્રીઓ હસ્તક રાખવામાં આવેલ છે. પ્રત્યેક વર્તુળ ધણાં બધા વિભાગો ધરાવે છે. વિભાગોનું ધણા બધા પેટા વિભાગમાં વિભાજન કરવામાં આવેલ છે.
મુખ્ય ઇજનેર અને અધિક સચિવશ્રીઓને કરવાની થતી કાર્યવાહી નીચે મુજબ છે.
૧ |
મુખ્ય ઇજનેર |
|
૨ |
મુખ્ય ઇજનેર |
|
૩ |
મુખ્ય ઇજનેર |
|
૪ |
મુખ્ય ઇજનેર |
|
૫ |
મુખ્ય ઇજનેર |
|
૬ |
મુખ્ય ઇજનેર |
|
૭ |
મુખ્ય ઇજનેર |
|
૮ |
મેનેજીંગ ડાયરેકટરશ્રી, ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમ, |
ગુજરાત રાજયમાં ભૂગર્ભ જળની શોધ, સંશોધન, વ્યવસ્થાપન અને રિચાર્જ તેમજ પાતાળકૂવા અંગેની કાર્યવાહી.
|
૯ |
મુખ્ય ઇજનેર અને નિયામકશ્રી, ગુજરાત ઇજનેરી |
સીવીલ ઇજનેરીને લગતા જુદા જુદા વિષયોની સંશોધન અને વિકાસ પ્રવૃત્તિઓ જેવી કે, સિંચાઇ, માર્ગ, પુલો, જુદા જુદા બંધોની સુરક્ષા અંગેની તપાસણી તેમજ વિવિધ પ્રકારના જેવા કે, મોટી વસ્તુ પરિક્ષણ પથ્થરોની પેટ્રોગ્રાફી ચકાસણી વગેરે. |
૧૦ |
મુખ્ય ઇજનેર |
રાજય સરકારના દરેક સ્તરે તાંત્રિક સ્તરે સંકળાયેલા અધિકારીશ્રીઓ/કર્મચારીઓને જળ વ્યવસ્થાપન અને જમીન વિકાસના ક્ષેત્રમાં લગત તાલીમ આપવી અને આ ક્ષેત્રમાં સંરોધન અંગેની કાર્યવાહી કરવી, સિંચિત ખેતી વિષયક પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવી, જળ જમીન અને પાક વ્યવસ્થાપનની સકલિત પ્રવૃત્તિઓમાં સરકારશ્રીને સ્થાનિક સ્વરાજની સંસ્થાનો તેમજ લોકોને (ખેડૂતોને) કન્સલટન્સી સર્વિસ આપવી. |
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/11/2020
આ વિભાગમાં પ્રવૃત્તિઓ વિશેની માહિતી આપેલ છે
આ વિભાગમાં પ્રેરણા પ્રવાસ પ્રવૃત્તિઓ વિશેની માહિતી...
આ વિભાગમાં તાલીમ પ્રવૃત્તિઓ વિશેની માહિતી આપેલ છે
આ વિભાગમાં કૃષિ મેળો / પ્રદર્શનપ્રવૃત્તિઓ વિશેની મ...