આત્મા યોજના અંતર્ગત જોડાયેલા તમામ ખેડુતોને કૃષિ અને સંલગ્ન વિષયો પર વૈજ્ઞાનિક તેમજ આધુનિક ખેતી પધ્ધતિ અંગેનું માર્ગદર્શન અને માહિતી મળી રહે એ માટે તાલીમ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ તાલીમ રાજ્યની બહાર, રાજ્યની અંદર, જીલ્લાની અંદર એમ ત્રણ પ્રકારે યોજવામાં આવે છે.
રાજ્યના દરેક જીલ્લા કક્ષાએથી પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી દ્વારા તાલીમ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય બહારની તાલીમનું આયોજન થાય છે. ખેતી, બાગાયત અને પશુપાલન જેવા વિષયોને આવરી લઇ તાલીમ ગોઠવવામાં આવે છે. તાલીમ માટે રાજ્ય બહારની કૃષિ યુનીવર્સીટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, સંશોધન કેન્દ્રો ઉપરાંત પ્રગતિશીલ તેમજ હાઇ ટેક ખેતી કરતા ખેડૂતોના ખેતરની મુલાકાતે ખેડુતોને લઇ જવામાં આવે છે. જેમાં આત્મા યોજના અંતર્ગત જોડાયેલા તમામ ખેડૂત ભાઇ બહેનો ભાગ લઇ શકે છે. જે પૈકી જુદા-જુદા તાલીમ કાર્યક્રમ મુજબ તાલુકાવાર આ ખેડુતોની પસંદગી કરવામાં આવે છે. તાલીમમાં જનાર દરેક ખેડુતોને રહેવા, જમવા તેમજ આવવા જવાની તમામ સગવડ આત્મા, પ્રોજેક્ટ ડાર્યરેક્ટરની કચેરી દ્વારા કરવામાં આવે છે. ખેડુતોને તાલીમ વર્ગો અને પ્રત્યક્ષ પ્રેકટીકલ જ્ઞાન આપવામાં આવે છે. તાલીમના વિષયોનુસાર વાંચન સામગ્રી, સીડી કે ડીવીડી પણ ખેડુતોને આપવામાં આવે છે. આ તાલીમની સમય મર્યાદા વધુમાં વધુ ૭ દિવસની હોય છે. જેમા પ્રતિ ખેડુત પ્રતિ દિન રૂ. ૧૨૫૦/- સુધીનો ખર્ચ કરવાની જોગવાઇ છે.
રાજ્યના દરેક જીલ્લા કક્ષાએથી પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી દ્વારા તાલીમ કાર્યક્રમ અંતર્ગત જીલ્લાની બહાર પરંતુ રાજ્યની અંદર તાલીમનું આયોજન કરવામાં આવે છે. ખેતી, બાગાયત અને પશુપાલન જેવા વિષયોને આવરી લઇ તાલીમ ગોઠવવામાં આવે છે. તાલીમ માટે રાજ્ય અંદરની કૃષિ યુનીવર્સીટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, સંશોધન કેન્દ્રો ઉપરાંત પ્રગતિશીલ તેમજ હાઇ ટેક ખેતી કરતા ખેડુતોના ખેતરની મુલાકાતે ખેડુતોને લઇ જવામાં આવે છે. જેમાં આત્મા યોજના અંતર્ગત જોડાયેલા તમામ ખેડૂત ભાઇ બહેનો ભાગ લઇ શકે છે. જે પૈકી જુદા-જુદા તાલીમ કાર્યક્રમ મુજબ તાલુકાવાર આ ખેડુતોની પસંદગી કરવામાં આવે છે. તાલીમમાં જનાર દરેક ખેડુતોની રહેવા, જમવા તેમજ આવવા જવાની તમામ સગવડ આત્મા, પ્રોજેક્ટ ડાર્યરેક્ટરની કચેરી દ્વારા કરવામાં આવે છે. ખેડુતોને તાલીમ વર્ગો અને પ્રત્યક્ષ પ્રેકટીકલ જ્ઞાન આપવામાં આવે છે. તાલીમના વિષયોનુસાર વાંચન સામગ્રી, સીડી કે ડીવીડી પણ ખેડુતોને આપવામાં આવે છે. આ તાલીમની સમય મર્યાદા વધુમાં વધુ ૫ દિવસની હોય છે. જેમા પ્રતિ ખેડુત પ્રતિ દિન રૂ. ૧૦૫૦/- સુધીનો ખર્ચ કરવાની જોગવાઇ છે.
રાજ્યના દરેક જીલ્લા કક્ષાએથી પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી દ્વારા તાલીમ કાર્યક્રમ અંતર્ગત જીલ્લાની બહાર પરંતુ રાજ્યની અંદર તાલીમનું આયોજન કરવામાં આવે છે. ખેતી, બાગાયત અને પશુપાલન જેવા વિષયોને આવરી લઇ તાલીમ ગોઠવવામાં આવે છે. તાલીમ માટે રાજ્ય અંદરની કૃષિ યુનીવર્સીટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, સંશોધન કેન્દ્રો ઉપરાંત પ્રગતિશીલ તેમજ હાઇ ટેક ખેતી કરતા ખેડુતોના ખેતરની મુલાકાતે ખેડુતોને લઇ જવામાં આવે છે. જેમાં આત્મા યોજના અંતર્ગત જોડાયેલા તમામ ખેડૂત ભાઇ બહેનો ભાગ લઇ શકે છે. જે પૈકી જુદા-જુદા તાલીમ કાર્યક્રમ મુજબ તાલુકાવાર આ ખેડુતોની પસંદગી કરવામાં આવે છે. તાલીમમાં જનાર દરેક ખેડુતોની રહેવા, જમવા તેમજ આવવા જવાની તમામ સગવડ આત્મા, પ્રોજેક્ટ ડાર્યરેક્ટરની કચેરી દ્વારા કરવામાં આવે છે. ખેડુતોને તાલીમ વર્ગો અને પ્રત્યક્ષ પ્રેકટીકલ જ્ઞાન આપવામાં આવે છે. તાલીમના વિષયોનુસાર વાંચન સામગ્રી, સીડી કે ડીવીડી પણ ખેડુતોને આપવામાં આવે છે. આ તાલીમની સમય મર્યાદા વધુમાં વધુ ૨ દિવસની હોય છે. જેમા પ્રતિ ખેડુત પ્રતિ દિન રૂ. ૨૫૦ થી ૪૦૦/- સુધીનો ખર્ચ કરવાની જોગવાઇ છે.
સ્ત્રોત : આત્મા ડાયરેક્ટોરેટ એન્ડ સમેતિ, કૃષિ અને સહકાર વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 2/20/2019
જાહેર તંત્રની મુખ્ય પ્રવૃત્તિઓ/કાર્યો વિશેની માહિત...
આ વિભાગમાં પ્રવૃત્તિઓ વિશેની માહિતી આપેલ છે
આ વિભાગમાં પ્રવૃત્તિઓ વિશેની માહિતી આપેલ છે
આ વિભાગમાં પ્રેરણા પ્રવાસ પ્રવૃત્તિઓ વિશેની માહિતી...