વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ગ્રામસભા

ગ્રામસભા વિશેની માહિતી આપેલ છે

માન.મુખ્યમંત્રીશ્રીની રાહબરી હેઠળ લોકમાન્ય જયપ્રકાશ નારાયણજીના જન્મદિવસ ૧૧/૧૦/૨૦૦૧ થી ગુજરાતમાં ગ્રામ સભાઓની અસરકારક કામગીરી શરૂ થયેલ છે. ગ્રામ સભાઓ લોકસશક્તિકરણ અને લોકભાગીદારીથી ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવી રહેલ છે.

ગ્રામસભા-ઉદેશો

 • લોકસશક્તિકરણ
 • તંદુરસ્ત લોકશાહીની તાલીમ પુરૂ પાડતું માધ્યમ.
 • ગરીબો અને મહિલાઓને રજુઆત કરવાની તક.
 • અધિકારી/કર્મચારી અને લોકો વચ્ચે સુમેળભર્યા સંવાદની તક
 • લોકભાગીદારી
 • સરકાર/પંચાયતની કામગીરીનું લોકો દ્વારા સીધું સામાજીક અન્વેષણ.

ગ્રામસભાના ચર્ચા માટેના મુદ્દાઓ

 • પંચાયત વિભાગ દ્વારા હાથ ધરાયેલ વિકાસના કામોની સમીક્ષા અને ચર્ચા.
 • વિવિધ કાર્યક્રમો/યોજનાઓ વિષે જાણકારી અને કામગીરીની સમીક્ષા.
 • ગામના વિકાસના પ્રશ્નો અને વ્યક્તિગત પ્રશ્નોની ચર્ચા અને ઉકેલ.
 • ક્ષેત્રિય કર્મચારીઓની હાજરી અને કામગીરી બાબતે ચર્ચા અને સમીક્ષા.
 • જુદીજુદી યોજનાઓ નીચે લાભાર્થીઓની પસંદગી.
 • ભૂખમરા અને કુપોષણ અંગેના નામ.સુપ્રીમ કોર્ટના ચુકાદા અન્વયે ૮ યોજનાઓની સમીક્ષા.
 • મફત કાનૂની સહાય અંગેની જોગવાઇઓ બાબતે લોકોને જાણકારી.
 • કરવેરા વસુલાત અને આકારણીની કામગીરીની સમીક્ષા.
 • ગામના નમુના નં.૬ ની નવી પાડેલી નોંધોનું વાંચન.
 • ગૌચર, ગામતળ અને રસ્તાના દબામો બાબતે ચર્ચા.
 • લોકમાન્ય જયપ્રકાશ નારાયણજીના જન્મદિવસ ૧૧-૧૦-૨૦૦૧ થી ગુજરાતમાં ગ્રામસભાઓની અસરકારક આયોજન શરૂ થયેલ છે.

ગ્રામસભાના નિયમો

 • પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના તા. ૨૭-૧૦-૨૦૦૯ના જાહેરનામાંથી ગુજરાત ગ્રામ પંચાયત (ગ્રામસભાની બેઠકો અને કાર્યો) નિયમો – ૨૦૦૯ બહાર પડવામાં આવેલ છે.
3.22727272727
સુરેશ Jan 17, 2017 04:27 AM

ગ્રામ સભામા ઠરાવ કઇ રીતે પાસ કરવો ?

Ashwin B Bopaliya Jan 09, 2017 08:38 AM

ગામા પાણીની ખૂબ જરૂરિયા છે ઊનાળો પશૂપંખી માટે કપરો લાગસે તો ગમનૂ તળાવ ભરવા કયા રજૂઆત કરવિ જોઈ

ગૌસ્વામી દીપક્ગીરી Nov 19, 2016 10:04 AM

ગામ.અમ્ભેટા.દહેજ.ભરુચ,
આમરા ગામ મા ૫ વર્ષ થી કોઈ પણ જાત ની ગ્રામ્સભા થઈ નથી..અને પંચાયત ના અધિકારિયોંએ જૂઠા અહેવાલો જિલ્લો અને તાલુકા પંચાયતો મા મોકલેલ છે તો એના માટે શુ કાર્યવાહી કરવી તે જણાવશે.

અજીતકુમાર વિ. દલવાડી Oct 04, 2016 08:25 PM

ગામ ના ગૌચર ને વાર્ષિક ટેન્ડર પધ્ધતિ થી ખેડવા આપી તેમાથી જે આવક થાય તેને ગ્રામ પંચાયત દ્રારા વિકાસ નાં કામ મા વાપરવા મા આવે અને ગામ ને સ્વનિર્ભર બનાવી શકાય

Anonymous Sep 27, 2016 03:27 PM

ગૈાચર દબાણ્ દુર કરવા બાબત મોજે ૫ેથા૫ુર ગ્રામ ૫ંચાયતના ૫ી૫લેટ ગામે સવેે નંબર ૧૧ માં બીન કાયદેસર ખેડાણ્ થતુ અટકાવવા બાબત.

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top