હોમ પેજ / સમાજ કલ્યાણ
વહેંચો

સમાજ કલ્યાણ

 • social slider1 040215

  વંચિત સમુદાયોને સશક્ત કરવા

  ભારત સરકારે સંકલિત સમાજિક કલ્યાણ સેવાની રચના કરી છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત વગો, લઘુમતી કોમો, મહિલાઓનાં જીવનમાં સુધારા લાવવા માટે તૈયાર કરેલા કાર્યક્રમો તેને બોલતો પુરાવો છે.

 • social slider2 040215

  હાલમાં ચાલતી યોજનાઓ અને કાર્યક્રમો વિશે સામાન્ય માણસને જણાવો.

  દરેક નાગરિકને કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા તે લાયકાત ધરાવતો/ધરાવતી હોય તે યોજના અને કાર્યક્રમ વિશએ માહિતી હોય તે જરુરી છે જેથી તે તેનો લાભ મેળવી શકે.

 • social slider3 040215

  સામાજિક બદલાવ માટે સંયુક્ત પગલાં

  ઘણીબધી સફળ વાર્તાઓ જણાવે છે કે સંયુક્ત પગલાઓથી સામાજિક મર્યાદાઓ તોડવામાં આવી છે અને ન્યાયી અને સમાનતાપૂર્ણ સમાજમાં પરિણમ્યુ છે. ભારતની આવી એક ચળવળ છે સ્વ-સહાય જૂથ, હવે જે મહિલા સશક્તિકરણનાં મોડલ તરીકે રચાયું છે.

Video on India - A Welfare State

Double click on film to view full screen

ભારતીય સંવિધાન કલ્યાણ રાજ્યની રચના કરે છે. તે આપણાં સંવિધાન અને તેનાં નિર્દેશક સિદ્ધાંતોથી સ્પષ્ટ થાય છે. આ રીતે, ભારત આદર્શ રાજ્ય તરીકે જ નહી પરંતુ આર્થિક આયોજન, અને નાગરિકને ન્યાયની ખાતરી – સામાજિક, આર્થિક અને રાજકીય પુરી પાડે છે.

ભારતીય સંવિધાનની કેટલીક કલમો જે સરકારને કલ્યાણ રાજ્ય તરફ લઇ જાય છેઃ

 • રાજ્યએ સલામતી અને સુરક્ષાની અસરકારકતા દ્વારા લોકોનાં કલ્યાણને પ્રોત્સાહન આપવું જોઇએ કારણકે તે સમાજિક વલણ ન્યાય, સામાજિક, આર્થિક અને રાજકીય સ્થિતિસ્થાપકતા આપે છે, રાષ્ટ્રીય સ્તરની દરેક સંસ્થાઓને માહિતી આપો (કલમ 38).
 • નાગરિક, પુરુષ અને મહિલા સમાન રીતે, પુરતાં રોજગારનો હક ધરાવે છે (કલમ 39એ).
 • રાજ્યએ યોગ્ય કાનૂની જોગવાઇ કે આર્થિક સંસ્થાઓ દ્વારા ખાતરી કરવી જોઇએ કે દરેક ખેતી કામદારો, ઔદ્યોગિક કામદારો અને અન્ય કામદારોની કામની સ્થિતિ તેમનાં જીવન માટે યોગ્ય હોય, ખાસ કરીને રાજ્યએ વ્યક્તિગત અને ગ્રામીણ સ્તરે કુટિર ઉદ્યોગને પ્રોત્સાહન આપવું જોઇએ.(આર્ટિકલ 43).
 • રાજ્યએ પોતાની આર્થિક અને વિકાસલે લગતી મર્યાદાઓમાં રહીને, કામનો, શિક્ષણનો અને બેરોજગારી, વૃદ્ધાવસ્થા, અને અન્ય કિસ્સામાં જાહેર વ્યવસ્થાની મદદની કાર્યક્ષમ સેવાની ખાતરી કરવી.(કલમ 41)
 • રાજ્યએ સમાજનાં નબળા અને વંચિત વર્ગો માટે વિશેષ રીતે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ માટે શિક્ષણ અને આર્થિક તકોની ખાતરી કરવી જોઇએ જેથી સામાજિક અન્યાય અને શોષણ ટાળી શકાય (કલમ 46).

 • રાજ્યની નીતિનાં નિર્દેશક સિદ્ધાંતો રાજ્યની કલ્યાણને લગતી ફિલોસોફી દર્શાવે છે. આજ હેતુને સિદ્ધ કરવા ભારતીય ભાષાઓમાં અહીં મહિલા, બાળકો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, લઘુમતી, સિનિયર સિટિઝન, વિકલાંગ માટેનાં લાભો, યોજનાઓ, કાર્યક્રમો અને જોગવાઇઓ પ્રાપ્ય બનાવવામાં આવી છે.

  મહિલા અને બાળ વિકાસ

  આ વિભાગમાં મહિલા અને બાળ વિકાસને લગતી વિવિધ નીતિઓ, સંસ્થઓ અને અન્ય કાનૂની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

  અનુસૂચિત જનજાતિ કલ્યાણ

  આ વિભાગ અનુસૂચિત જનજાતિને લગતી વિવિધ યોજનાઓ, સંસ્થાઓ અને નીતિ તથા કાયદાઓ વિશે વાત કરે છે.

  આદિજાતી કલ્યાણ

  આ વિભાગ અનુસૂચિત જાતિને લગતી વિવિધ યોજનાઓ, સંસ્થાઓ અને નીતિ તથા કાયદાઓ વિશે વાત કરે છે.

  પછાત વર્ગ

  આ વિભાગ પછાત વર્ગને લગતી વિવિધ યોજનાઓ, સંસ્થાઓ અને નીતિ તથા કાયદાઓ વિશે વાત કરે છે.

  લઘુમતી કલ્યાણ

  આ વિભાગમાં લુઘમતી કલ્યાણને લગતાં કાયદા, કલમો, નીતિ, યોજનાઓ, સંસ્થાઓ અને અન્ય બાબતોનો સમાવેશ થાય છે.

  વિકલાંગ કલ્યાણ

  આ વિભાગમાં વિકલાંગ કલ્યાણને લગતાં કાયદા, કલમો, નીતિ, યોજનાઓ, સંસ્થાઓ અને અન્ય બાબતોનો સમાવેશ થાય છે.

  સિનિયર સિટિઝન કલ્યાણ

  આ વિભાગમાં સિનિયર સિટિઝન કલ્યાણને લગતાં કાયદા, કલમો, નીતિ, યોજનાઓ, સંસ્થાઓ અને અન્ય બાબતોનો સમાવેશ થાય છે.

  ગ્રામીણ ગરીબી નિવારણ

  આ વિભાગમાં ગ્રામીણ ગરીબી નિવારણને લગતાં કાયદા, કલમો, નીતિ, યોજનાઓ, સંસ્થાઓ અને અન્ય બાબતોનો સમાવેશ થાય છે.

  સામાજિક કલ્યાણ

  સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ સામાજિક દૂષણો સામે લડત આપવા માટે વિવિધ સ્તરે કેમ્પેન ચલાવે છે (મહિલાઓ પર થતા અન્યાય, દાસી પ્રથા, બાળ લગ્નો, અસ્પૃશ્યતા નિવારણ, દહેજ પ્રથા, દારૂ-તમાકુનું સેવન, સ્રી ભૃણ હત્યા, મેલીવિદ્યા-જાદુટોણ વગેરે). તેમાં મુખ્ય દૂષણો છે –દહેજ, લિંગ અસમાનતા, ડ્રગનું સેવન, અસમાનતા, બાળમજૂરી, વેશ્યાવૃત્તિ વગેરે. દરેક વ્યક્તિને ભારત દેશને એક સારું સ્થળ બનાવવા માટે સારા પગલાં લેવાની જરૂર છે.

  સોલંકી દિનેશભાઇ Jun 16, 2017 10:46 AM

  હું પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના પીંગળી ગામનો વતની છું જે ગામમાં અમારાં અનુસુચિત જાતિના ૨૦૦ થી વધારે ઘર હોવા છતાં ગુજરાત સરકારના વિકાસલક્ષી કાર્યો થી વચિત રાખી અન્યાય કરવામા આવી રહ્યો છે,આઝાદી ના ૭૦ વર્ષ પછી પણ અમારું ગામ પ્રાથમિક સુવિધાઓ જેવી કે પીવાના પાણી, રસ્તા,રોજગારી, આજે પીવાના પાણીની સમસ્યા માટે સુઝલમ સુફલામ યોજના,વોસ્મોયોજના ૮૫ લાખની ગ્રાન્ટ વાપર્યો છતાં દલિતોની વસ્તીમાં જૂની પાઇપ લાઈન ૨૦૦૯ ની અંદર ૨૦૧૫,૧૬નિ વોસ્મોયોજના ની નવી પાઇપો વેચી પાંચયત દ્વારા ભ્રષ્ટાચાર કરી જાણી જોઈને પીવાના પાણી થઈ વચીત રાખેલ છે,આજે પણ ગામના લોકો હેન્ડપમ્પ, કૂવામાંથી પાણી ખેંચી ને પીવા મજબુર છે આ બાબતની જાણ જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, ગ્રામ પંચાયત પ્રમુખ, આ બધાને જાણે કરવા છતાં કોઈ પણ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી નથી ગામમાં મુખ્યત્વે બધા વિસ્તારમાં માં પાણી નળ થઈ આવે છે પણ અમારા વિસ્તારોમાં ૨૦૦૬ થી એકપણ વિકાસ કાર્ય કરેલ નથી,દલિતોને વોટબેંક તરીકે ઉપયોગ કરે છે અને જાણીજોઇને વિકાસ થી વંચિત રાખવામાં આવે છે મો,૮૯૮૦૫૮૯૬૬૭ સોલંકી દિનેશભાઇ. માવાભાઇ..

  ARVINDBHAI PASHABHAI PANDYA Jun 15, 2017 06:29 PM

  સત્યવાદી હરિશ્ચંદ્ર મરણોત્તર માં અનુસૂચિત જાતિ માટે ના સહાય માટે ગરીબો ને અત્યારે કેટલી સહાય મળે છે.

  ટીંટોઈ ગામમાં સત્યવાદી હરિશ્ચંદ્ર મરણોત્તર માં અનુસૂચિત જાતિ ના બે વણકર સમાજના વ્યક્તિ ને હજુ સુધી સહાય મળેલ નથી..
  તો સત્વરે મળે તેવી નમ્ર વિનંતી.

  Anonymous Jun 05, 2017 10:43 AM

  સાહેબ શ્રી
  હું રેલીયા ગામ નો વતની છુ મારા ગામ મા વધુ વરસાદ આવે તો મોક્ષધામ ની પુરતી સગવડ નથી ઓરડો બનાવવા વીનંતી

  પટેલ મીતકુમાર દિનેશભાઇ ધારપુર તા જી પાટણ Jun 04, 2017 10:13 PM

  હુ 2013 મા ધોરણ 8 ની NMMS ની પરીક્ષામાં મેરીટ લીસ્ટમાં આવેલ છુ પણ આજ સુધી મને સ્કોલરશીપ મળી નથી તો સ્કોલરશીપ મળે તેવા પ્રયત્ન કરવા મહેરબાની કરશોજી મોબાઈલ 99*****48 ધારપુર અનુપમ પગાર કેન્દ્ર શાળા માથી પરીક્ષા આપેલ છે

  બુધાભાઇ કાલીયા Jun 03, 2017 09:05 PM

  મજુર નુ અકસ્માત મા મરણ થાય તો તેના પરીવાર ને કઇ કઇ સહાય મળવા પાત્ર છે?

  તમારા સૂચનો આપો

  (જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

  Enter the word
  Back to top