લાભ કોને મળી શકે ?
ગરીબી રેખા નીચે જીવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ (સ્ત્રી કે પૂરૂષ) નું મૃત્યુ કુદરતી રીતે અથવા અકસ્માત મૃત્યુ થાય તે કુટુંબને લાભ મળવાપાત્ર છે.
મૃત્યુ પામનાર પૂરૂષ કે સ્ત્રી ઉંમર ૧૮ વર્ષથી વધુ અને ૬૫ વર્ષથી ઓછી હોવી જોઇએ.
અવસાન થયાના ૨ વર્ષમાં અરજી કરવી જરૂરી.
લાભ શુ મળે ?
મુખ્ય કમાનારનું મૃત્યુ થતા કુટુંબને રૂ. ૨૦,૦૦૦/- ની સહાય ચેકથી મળે છે.
અરજી ક્યાં કરવી ?
આ યોજના હેઠળ શહેરી કે ગ્રામ્ય તમામ વિસ્તાર માટે સંબંધિત તાલુકા મામલતદારને અરજી કરવાની રહે છે.
નોંધ : - આ યોજના હેઠળની રકમ મંજૂર કરવાની સત્તા તાલુકા મામલતદારશ્રીઓને છે.
સ્ત્રોત- સમાજ સુરક્ષાની વેબસાઈટ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/30/2019
સમાજ સુરક્ષા ખાતાની કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓની વિશ...
સમાજ સુરક્ષા ખાતાની કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓની વિશ...