સમાજ સુરક્ષા ખાતાની પ્રવૃત્તિઓ મુખ્યત્વે સમાજના નબળા વર્ગો જેવા કે અનાથ, નિરાધાર, ગુન્હાવૃત્તિ તરફ વળેલા બાળકો તેમજ યુવાન અને સંજોગોનો ભોગ બનેલ બાળાઓ, શારીરિક-માનસિક ક્ષતિવાળા બાળકો અને પુખ્તવયની વ્યક્તિઓ તથા વૃધ્ધો અને અશક્તો અને ભિક્ષુકોના કલ્યાણ તેમજ પુનઃવસવાટ વિગેરે સાથે સંકળાયેલી છે.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની કામગીરી પ્રાથમિક દ્રષ્ટિએ સમાજના પછાત વર્ગો કે જેમાં વંચિત સમુદાયો જેવાં કે, વૃદ્ધો, અનાથ બાળકો, શારીરિક અને માનસિક ક્ષતિ ધરાવતી વ્યક્તિઓ, અનુસૂચિત જાતિઓ, સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો, વિચરતી અને વિમુક્ત જાતિઓ, લઘુમતિઓ વિગેરેનો સમાવેશ થાય છે તેઓને શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષની યોજનાઓ, આવાસ યોજનાઓ, અનુસૂચિત જાતિ પેટા યોજના અને અનામત નીતિના સંકલનની કામગીરી વિગેરેના માધ્યમથી સામાજિક ન્યાય, સામાજિક આર્થિક કલ્યાણ અને સમાજ સુરક્ષાને લગતાં પગલાં દ્વારા સશક્તિકરણ કરવાની બાબત કેન્દ્ર સ્થાને છે.
વૃદ્ધો, અનાથ બાળકો, શારીરિક અને માનસિક ક્ષતિ ધરાવતી વ્યક્તિઓ જેવા વંચિત સમુહોને શૈક્ષણિક, આર્થિક પ્રવૃત્તિઓ, સામાજિક સુરક્ષા અને સમાન તકો દ્વારા સામાજિક ન્યાય.
અનુસૂચિત જાતિઓ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો, વિચરતી અને વિમુક્ત જાતિઓ, લઘુમતિઓ અને આર્થિક પછાત વર્ગના સમુદાયોના સશક્તિકરણ માટે આર્થિક કલ્યાણના પગલાં.
કુટુંબના કમાઉ વ્યક્તિ જેલમાં જતા તેના કુટુંબને આર્થિક રીતે પગભર થવા માટે આ સહાય આપવામાં આવે છે. ૫ વર્ષ કે તેથી વધુ સજા થયેલ હોય તેવા ગરીબી રેખા નીચે જીવતા કુટુંબને આ લાભ મળવાપાત્ર છે. રૂ. ૧૦,૦૦૦/- ની આર્થિક સહાય સાધન સ્વરૂપે આપવામાં આવે છે. જેમાં દુધાળા ઢોર ખરીદવા, સિલાઇમશીન ખરીદવા, ચારપૈડાની લારી ખરીદવા માટે આ સહાય મળે છે. આ માટે જેલવાસ ભોગવતા કેદીએ જે તે જેલના વેલ્ફેર ઓફિસરને અરજી આપવાની હોય છે. આ અરજી તપાસ અર્થે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને મોકલવામાં આવે છે. આ અધિકારી તપાસ કરીને તેનો અહેવાલ જે તે જેલને મોકલી આપે છે. આ અહેવાલ મુજબ જેલ સમિતી ભલામણ કરીને નિયામક, સમાજ સુરક્ષા ખાતાને મોકલી આપે છે. જેના આધારે કેદી સહાય મંજુર કરી કેદીના કુટુંબના જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારીને મંજુરી આદેશ મોકલવામાં આવે છે. જેના આધારે કેદીના કુટુંબને સહાય ચુકવવામાં આવે છે. આ યોજનાનું માર્ગદર્શન જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ધ્વારા મળે છે.
કુટુંબની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે રૂ.૬૮,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૪૭,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.
લાભ કોને મળી શકે ?
નિરાધાર વૃધ્ધો અને નિરાધાર અપંગોને આર્થિક સહાય યોજના રાજ્યમાં તા.૦૧/૦૪/૧૯૭૮ થી અમલમાં છે.
લાભ શુ મળે ?
અરજદારની ઉમર ૬૦ વર્ષ કે તેથી વધુ ઉમર હોય તો માસિક રૂ. ૪૦૦/-
લાભાર્થીને સહાયની રકમ મનીઓર્ડરથી મોકલી આપવામાં આવે છે.
અરજીપત્રક ક્યાંથી મળશે ?
અરજી મજૂર કરવાની સત્તા કોને છે ?
અરજદારની મળ્યેથી તેની ચકાસણી થયા બાદ તાલુકા મામલતદારને અરજી મંજૂર / નામંજૂર કરવાની સત્તા સોંપવામાં આવેલ છે.
સહાય ક્યારે બંધ થાય.
ધી મેઇન્ટેનેન્સ એન્ડ વેલ્ફેર ઓફ પેરેન્ટસ એન્ડ સીનીયર સીટીઝન એક્ટ-૨૦૦૭ સબંધેના પ્રશ્નોત્તર જોવા માટે અહીં ક્લિક કરો.
લાભ કોને મળી શકે ?
લાભ શુ મળે ?
અરજી ક્યાં કરવી ?
નોંધ : - આ યોજના હેઠળની રકમ મંજૂર કરવાની સત્તા તાલુકા મામલતદારશ્રીઓને છે.
ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય નવી દિલ્હી ધ્વારા તા.૧૯-૧૧-૨૦૦૭થી ઉપરોકત યોજના સમગ્ર ભારતમાં અમલમાં મુકવામાં આવેલી છે. જેનો ગુજરાત રાજયમાં તા.૧-૪-૨૦૦૮થી અમલ શરૂ કરવામાં આવેલ છે. જેની અરજી સંબંધિત તાલુકાના મામલતદારશ્રીને અલગથી કરવાની રહે છે.
આ યોજના અંતર્ગત અરજી કરવાની પાત્રતા નીચે મુજબ છે.
અરજદારની ઉંમર ૬૦ વર્ષથી વધુ હોવી જોઈએ.
અરજદારનું કુટુંબ ગરીબી રેખા હેઠળ નોંધાયેલ હોવું જોઇએ. લાભાર્થીના કુટુબની આવક ગ્રામ્ય વિસ્તાર માટે બી.પી.એલ. યાદીમાં ૧૬ સુધીનો સ્કોર તથા શહેરી વિસ્તાર માટે શહેરી વિકાસ ની ગાઈડલાઈન મુજબ લાભાર્થી ગુણાંક ધરાવતા બી.પી.એલ. લાભાર્થી.
પાત્રતા ધરાવતા પતિ-પત્ની બન્ને અરજી કરી શકે છે.
સહાયની રકમ
અરજી મંજુર થતાં માસિક રૂ.૨૦૦/- મળવાપાત્ર છે. ઉપરાંત રાજય સરકારની યોજનાના રૂ.૨૦૦/- પણ મળવાપાત્ર છે.
અપીલ અરજી અંગે
નામંજુર કરવામાં આવેલ અરજી અંગે ૬૦ દિવસની અંદર પ્રાંત અધિકારીશ્રીને અપીલ અરજી કરવાની જોગવાઈ છે.રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ
રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમની માહીતી જોવા માટે અહીં ક્લિક કરો
સ્ત્રોત: સામાજિક ન્યાય અને અધિકારતા વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/4/2020
સમાજ સુરક્ષા ખાતાની કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓની વિશ...
આ વિભાગમાં રાષ્ટ્રિય કુટુંબ સહાય માહિતી આપેલ છે