অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આમ આદમી બીમા યોજના

હેતુ :

આમ આદમી બીમા યોજના ગ્રામીણ જમીન વિહોણા ઘર માટે એક સામાજિક સુરક્ષા યોજના છે. આ યોજનાની શરૂઆત રજી ઓક્ટોબર, ૨૦૦૭ના રોજ કરવામાં આવી.

યોગ્યતા:

૧૮ થી પ૯ વર્ષ વચ્ચેની વય ધરાવતી વ્યક્તિ.

ફાયદાઓ:

આ યોજના હેઠળ કુટુંબની મુખ્ય વ્યક્તિ અથવા એક કમાતા સભ્યને આવરી લેવામાં આવશે.

  • પ્રતિ વ્યક્તિ દીઠ વાર્ષિક પ્રિમિયમ રૂ.૨૦૦/- કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા એકસરખા ભાગે વહેંચવામાં આવશે. જેથી વીમા રક્ષિત વ્યક્તિએ કોઇ પ્રિમિયમ ભરવાનું રહેશે નહીં.
  • કુદરતી મૃત્યુ પર રૂ.૩૦,૦૦૦/-
  • અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં અથવા અકસ્માત કારણે અપંગતાના કિસ્સામાં રૂ. ૭૫,૦૦૦/-
  • અકસ્માતના કારણે આંશિક અપંગતાના માટે(એક આંખ અથવા એક પગ ગુમાવ્યથી) રૂ. ૩૭,૫૦૦/-

અમલીકરણ સંસ્થાઓ:

આ ફંડ લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC) દ્વારા જાળવવામાં આવે છે

સ્ત્રોત: મારુ ગુજરાત બ્લોગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate