આ વિડીઓમાં આમ આદમી બીમા યોજનાવિષે માહિતી આપવામાં આવી છે હેતુ : આમ આદમી બીમા યોજના ગ્રામીણ જમીન વિહોણા ઘર માટે એક સામાજિક સુરક્ષા યોજના છે. આ યોજનાની શરૂઆત રજી ઓક્ટોબર, ૨૦૦૭ના રોજ કરવામાં આવી. યોગ્યતા: ૧૮ થી પ૯ વર્ષ વચ્ચેની વય ધરાવતી વ્યક્તિ. ફાયદાઓ: આ યોજના હેઠળ કુટુંબની મુખ્ય વ્યક્તિ અથવા એક કમાતા સભ્યને આવરી લેવામાં આવશે. પ્રતિ વ્યક્તિ દીઠ વાર્ષિક પ્રિમિયમ રૂ.૨૦૦/- કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા એકસરખા ભાગે વહેંચવામાં આવશે. જેથી વીમા રક્ષિત વ્યક્તિએ કોઇ પ્રિમિયમ ભરવાનું રહેશે નહીં. કુદરતી મૃત્યુ પર રૂ.૩૦,૦૦૦/- અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં અથવા અકસ્માત કારણે અપંગતાના કિસ્સામાં રૂ. ૭૫,૦૦૦/- અકસ્માતના કારણે આંશિક અપંગતાના માટે(એક આંખ અથવા એક પગ ગુમાવ્યથી) રૂ. ૩૭,૫૦૦/- અમલીકરણ સંસ્થાઓ: આ ફંડ લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC) દ્વારા જાળવવામાં આવે છે સ્ત્રોત: મારુ ગુજરાત બ્લોગ