অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ડાંગર

જમીનની તૈયારી

2-3 ખેડ બાદ ભીની ખેડ કરી મુખ્ય ખેતર તૈયાર કરવું અને તેમાં રોપણીના બે અઠવાડીયા પહેલા તેમાં 4 ટન/એકર છાણિયું ખાતર આપવું.

જાતો

વહેલી પાકતી જાતો (80-100 દિવસ): એસકે-20, જીઆર-3, જીઆર-4, જીઆર-6, જીઆર-7, જીઆર-12, ગુર્જરી, આઇઆર-28, જીએઆર-2, જીએઆર-3

મધ્યમ મોડી પાકતી જાતો (100 થી 120 દિવસ): જીઆર-11, જયા, આઇઆર-22, જીઆર-103, જીએઆર-13, જીએઆર-1 (સુગંધિત), દાંડી, એલએલઆર- ૫૧૨૧૪ (ક્ષાર પ્રતિકારક જાતો)

મોડી પાકતી જાતો (૧૩૦ થી ૧૪૦ દિવસ): બિન સુગંધિત- મસુરી, સુગંધિત- જીઆર-૧૦૧. જીઆર-૧૦૨,નર્મદા અને જીઆર-૧૦૪

ઉનાળુ ઋતુ માટે અનુકૂળ જાતો: ગુર્જરી, જયાં, જીઆર-૧૧, જીઆર-૧૦૩, જીઆર-૭, જીએઆર-૧૩

જે વિસ્તાર માં પિયત ની સગવડ સારી છે ત્યાં વધુ ઉત્પાદન માટે મધ્યમ મોડી પાકતી કે મોડી પાકતી જાતો પસંદ કરવી.

બીજ માવજત

  • સારા અંકુરણ માટે,બીજને વાવણીના 12 થી 15 કલાક પહેલા પાણીમાં પલાડવા.એ પહેલા બીજને કાર્બેંડાઝીમ 50WP 4 ગ્રામ/કિલો બીજ પ્રમાણે પટ આપવો.
  • વાવણીના 2-3 દિવસ પહેલા બીજને 1.5 કિલો મીઠું/10 લિટર પાણીમા બોળી પાણી ઉપર તરતા બીજને કાઢી,બાકીના બીજ ને 3-4 વાર ધોઈ વાવવા.
  • સારા અંકુરણ માટે,વાવણી પહેલા બીજને છાણના સત્વમાં(0.5kg ગાયનું છાણ+2લિટર ગૌમુત્ર+5લિટર પાણી) 5 થી 6 કલાક ડૂબાડી રાખવા.
  • શરૂવાતમાં 30-60 દિવસ સુધી બ્લાસ્ટ રોગથી બચવા વાવણીના 12-16 કલાક પહેલા બીજને કાર્બેન્ડેઝીમ 3 ગ્રામ/કિલો બીજ પ્રમાણે માવજત આપવી.
  • 25 કિલો બીજને 24 લી.પાણી+6 ગ્રામ સ્ટ્રેપ્ટોસાયક્લીન+12 ગ્રામ ઍમિસાન-6 ના દ્રાવણમાં 8-10 કલાક બોળીને છાયામાં સુકવીને વાવવા.

ધરુવાડિયું

  • ધરૂવાડિયામાં ગુંઠાદીઠ 1 કિલો કાર્બોફ્યુરાન 3 જી આપવાથી ફેરરોપણી પછી 25-30 દિવસ સુધી જીવાતનો ઉપદ્રવ દેખાતો નથી.
  • 1 એકરની રોપણી માટે મે માસના છેલ્લા અઠવાડીયામાં ધરુવાડિયામાં 1મી પહોળા, 10મી લાંબા અને 15 સેમી ઉંચાઈના 32 થી 40 કયારા બનાવવા
  • ધરુવાડિયામાં કયારા દીઠ 20kg છાંણીયું ખાતર,2kg દિવેલીનો ખોળ,500gm એમોનીયમ સલ્ફેટ અને 500gm SSP જમીનમાં ભેળવવું
  • જુનના પ્રથમ પખવાડીયામાં ધરૂવાડિયાના કયારામાં 10cm અંતરે છીછરા ચાસ ખોલી હારમાં બીજ વાવવા.1 એકર રોપણીમાટે 16kg બીજ વાપરવું.
  • સારા ઉગાવા માટે બીજને ભીના કોથળા પર 1-2 દિવસ સુધી ઢાકી રાખવા.અંકુરણ પામેલ બીજ ને ક્યારામાં એકસરખી રીતે નાખવા.
  • ધરૂવાડિયામાં વાવણી બાદ 24 કલાક સુધી ગાદી કયારા પર 2 સેમી પાણી ભરી રાખવું ત્યારબાદ ધરૂવાડિયામાં ભેજ રહે તે રીતે પાણી આપવું
  • અંકુરણ ઝડપી બને તે માટે રાત્રી દરમિયાન 6-8 દિવસ માટે ક્યારાને પોલીથીન શીટ અથવા ડાંગરના પરાળ વડે ઢાંકવા.
  • ધરૂવાડિયામાં વાવણી બાદ 10-12 દિવસે અને 20 દિવસે 1x10x0.15 m માપના ગાદીકયારા દીઠ 250gm એમોનીયમ સલ્ફેટ આપવું.
  • સામાન્ય રીતે 21-25 દિવસે ધરૂ રોપણી લાયક બને છે.મોટી ઉંમરના ધરૂનો ઉપયોગ કરવાથી ફુટ ઓછી આવે છે અને સરવાળે ઉત્પાદન ઓછું મળે છે
  • ધરું માં લોહ તત્વ ની ઉણપ જણાય ત્યારે ફેરસ સલ્ફેટ 40 ગ્રામ અને 20 ગ્રામ ચૂનો 10 લિટર પાણી માં ઓગાળીને છંટકાવ કરવો.
  • ચોમાસુ વાવણી જૂન મહિનાના પહેલા કે ત્રીજા અઠવાડિયે કરવી જેથી ફૂટ અવસ્થાએ અને ફૂલ અવસ્થાએ પાક ને વધારે તડકા થી બચાવી શકાય.
  • શિયાળુ વાવણી નવેમ્બરના બીજા થી ચોથા અઠવાડીયા દરમિયાન કરવી જેનાથી ફૂલ અવસ્થાએ પાક ને ઊચા કે નીચા તાપમાનથી બચાવી શકાય.

વાવણી/ફેરરોપણી તકનિક

  • સીધી વાવણી પદ્ધતિથી ધરૂવાડિયામાં,ભીની ખેડ,ઝમણ કે નિતાર માં વપરાતા પાણીનો બચાવ કરી લગભગ 60% સુધી પાણીનો બચાવ કરી શકાય છે.
  • 25-30 દિવસના ધરૂને 2-3 સેમી ઊંડાઈએ એક જગ્યાએ 1-2 ધરૂ રોપવા.1 ચોરસ મીટરમાં 45-50 છોડ માટે 20 x 10 સેમી અથવા 15 x 15 સેમી અંતર રાખવું.
  • તંદુરસ્ત અને સારા વિકાસ માટે ઓરાણ પાક માટે જુલાઈમાં 30 સેમી ના અંતરે વાવેતર કરવું.આ માટે 20-24 કિલો/એકર બીજની જરૂર પડશે.
  • વાવણી અંતર- વધારે ઉત્પાદન આપતી જાત- 20X 10 સેમી અથવા 15X 10સેમી, હાઇબ્રીડ રાઈસ- 20સેમી X 20સેમી એસઆરઆઇ પદ્ધતિ- 25સેમી X 25 સેમી અથવા 30સેમી X 30 સેમી .
  • ઓરીને વાવેતર કરવા માટે ૩૦ સેમીનુ અંતર રાખવુ,આ માટે ૫૦ થી ૬૦ કિલો/હેક્ટર બીજની જરૂર પડે છે,જૂન-જુલાઈનો સમય વાવણી માટે ઉત્તમ છે.

નીંદણ નિયંત્રણ

  • નીંદણ નિયંત્રણ માટે 1-1.2 કિલો બુટાકલોર 5 GR(ફિનિશ,બુટાવીર Gr) ને 20-30 કિલો રેતી સાથે ભેળવી 1 એકરમાં 4-5 સ્તરના સ્થિર પાણી પર રોપણીના 5-6 દિવસ પછી આપો.
  • રોપાણ પાકમાં નીંદણથી 40% સુધી ઉત્પાદન ઘટી શકે.નુકસાન ઘટાડવા રોપણીના 30 દિવસે એક હાથ નીંદામણ કરવું.

પોષણ વ્યવસ્થા

  • દેશી ખાતર : 2-3 ખેડ બાદ ભીની ખેડ કરી મુખ્ય ખેતર તૈયાર કરવું અને તેમાં રોપણીના બે અઠવાડીયા પહેલા તેમાં 4 ટન/એકર છાણિયું ખાતર આપવું.
  • રાસાયણિક ખાતર : સારા વિકાસ માટે ફેરરોપણીના આગલા દિવસે 1 એકરમાં 24 કિલો નાઇટ્રોજન (120 કિલો એમોનિયમ સલ્ફેટ), 16 કિલો ફૉસ્ફરસ (100 કિલો SSP) અને 12 કિલો પોટાશ (20 કિલો MOP) આપવો.
  • સારા વિકાસ માટે 30 kg નાઇટ્રોજન (65 kg યુરિયા)- ફેરરોપણીના 30-35 દિવસે અને 70-75 દિવસે, 10kg પોટાશ (17kg MOP)- ફેરરોપણીના 75 દિવસે આપવું.
  • પાણી માં દ્રાવ્ય ખાતરો નો છંટકાવ : વધારે ઉત્પાદન માટે નર્સરી ના છોડ કાડવા પહેલા સાંજે 12: 61: 00 MAP @7gm + હ્યુમિક એસિડ @ 4ml + સ્ટિકર @1ml / Ltr પાણી મુજબ છાંટો.

પિયત વ્યવસ્થા

સતત પાણી ભરી રાખવાના બદલે પાણી સુકાઈ ગયા બાદ ત્રીજા કે ચોથા દિવસે ફરીથી પાણી ભરવાથી 20% જેટલા પાણીનો બચાવ કરી શકાય છે. સારા વિકાસ અને ઉત્પાદન માટે ફેરરોપણીથી લઈને કંટી નીકળે ત્યાં સુધી ક્યારીમાં 2-2.5 સેમી ઊંડાઈ જેટલું પાણી ભરી રાખવું. પાકને પૂરતું પાણી મળી રહે તે માટે રોપણી બાદ 3 થી 5 દિવસે 2.5 થી 3 સેમી અને 40 દિવસ પછી બાકીના દિવસોમાં 5 થી 7 સેમી પાણી ક્યારામાં ભરી રાખવું. જીવ પડે ત્યારે અને ફૂલ આવવાની અવસ્થાએ પાણી નું સ્તર 3- 5 સેમી નું હોવું જોઇયે, કાપણી ના 5 - 7 દિવસ પહેલા પાણી કાઢી નાંખવું.

જીવાત નિયંત્રણ રોગ નિયંત્રણ

જીવાણુ થી થતો પાનનો સુકારો/ઝાળ :

આ રોગ સૂક્ષ્મ જીવાણુથી થાય છે. ગુજરાત માં નહેર વિસ્તાર માં અને જ્યાં ઉનાળુ ડાંગર ની ખેતી કરવામાં આવે છે ત્યાં આ રોગ દર વર્ષે ઓછા વત્તા પ્રમાણ માં જોવા મળે છે. આ રોગ ના લક્ષણો પાનની ટોચ પરથી શરૂ થાય છે. પાન ટોચના ભાગેથી ઊભી પટ્ટી આકારે નીચેની તરફ એક અથવા બંને ધારેથી બદામી રંગમાં ઉંધા ચીપીયા આકારે સુકાતા નીચેની તરફ સુકારો આગળ વધે છે. રોગને અનુકૂળ વાતાવરણમાં / ઝાકળમાં રોગના જીવાણુ પાનની સપાટી પર આવતા મનુષ્ય કે પક્ષીના સંપર્ક થી પણ ખેતરમાં ફેલાય છે. રોગ તીવ્ર હોય ત્યારે આખું ખેતર સળગાવેલ હોય એવું લાગે છે.

નિયંત્રણ માટે

કરમોડી/ખડખડિયો:આ રોગ થી ડાંગર ના પાકમાં ઘણીવાર 10 થી 95% જેટલું આર્થિક નુકસાન જોવા મળે છે. છોડ પર આક્રમણ ના આધારે આ ત્રણ અવસ્થામાં જોવા મળે છે. 1. પાનનો કરમોડી, 2. ગાંઠનો કરમોડી અને 3. કંટી નો કરમોડી.

આ રોગના નિયંત્રણ માટે ધરું નાખતા પહેલા 1 કિલો બીજ દીઠ 3 ગ્રામ થાયરમ કે કાર્બેંડાઝીમ દવા નો પટ આપવો.

ધરુવાડિયા માં ઉપદ્રવ દેખાય તો કાર્બેંડાઝીમ50WP @ 10 ગ્રામ/10 લિટર પાણી મુજબ છાંટો.

નિયંત્રણ માટે બાઇટરલેટોન25WP (બાયકોર) @30ગ્રામ/15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ (કવચ, ડેકોનીલ) @30ml/15Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ250EC (ફોલિકુર, ટોર્ક)@15ml/15Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ12%+મેંકોઝેબ63WP (સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ) @30gm/15Ltr પાણી મુજબ છાંટો.

ભૂખરી કંટીનો રોગ:ડાંગર ની કંટી નીકળે અને દાણા ભરાય તે ગાળામાં સતત ઝરમર ઝરમર વરસાદ તથા ગરમ અને ભેજવાળું વાતાવરણ હોય ત્યારે રોગ વ્યાપક પ્રમાણ માં આવે છે. ખાસ કરીને જ્યાં અને ગુર્જરી જાતમાં અને દક્ષિણ ગુજરાત ના વિસ્તારો માં કે જ્યાં વધુ વરસાદ પડે છે ત્યાં આ રોગ વધુ આવે છે.

  • રોગ મુક્ત વિસ્તાર નું પ્રમાણિત બિયારણ પસંદ કરવું.
  • આ રોગના નિયંત્રણ માટે ધરું નાખતા પહેલા 1 કિલો બીજ દીઠ 3 ગ્રામ થાયરમ કે કાર્બેંડાઝીમ દવા નો પટ આપવો. કંટી નીકળવાની અવસ્થા થી શરૂ કરીને મેંકોઝેબ 75% WP @ 30 ગ્રામ/ 10 લિટર પાણી માં ભેળવી 10 દિવસ ના અંતરે 3 વાર છાંટો.
  • અસરકારક નિયંત્રણ માટે બાઇટરલેટોન25WP (બાયકોર) @30ગ્રામ/15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ (કવચ, ડેકોનીલ) @30ml/15Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ250EC (ફોલિકુર, ટોર્ક)@15ml/15Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ12%+મેંકોઝેબ63WP (સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ) @30gm/15Ltr પાણી મુજબ છાંટો.

ગલત અંગારિયો/જુટ્ઠો અંગારિયો

આ રોગ ફૂગથી થાય છે. ડાંગરની કંટી નીકળવાના સમયે વધારે પડતો વરસાદ, વાદળછાયું અને ગરમ ભેજવાળું વાતાવરણ હોય ત્યારે આ રોગ વધારે પ્રમાણ માં ફેલાય છે અને ઉત્પાદન પર માઠી અસર થાય છે. આ રોગની ફૂગનું આક્રમણ કંટી નીકળે ત્યારે થાય છે. પરંતુ સમયાંતરે ફૂગની વૃદ્ધિ થઈ દાણા પાકવા આવે ત્યારે અંગારિયા ની ગાંઠો દેખાય છે.

  • બીજ ને વાવતા પહેલા 2% મીઠાના દ્રાવણ માં બોળી ઉપર તરતા હલકા અને અંગારિયા વાળા રોગીષ્ટ બીજ દૂર કરી નાશ કરવો
  • 1 કિલો બીજ દીઠ 3 ગ્રામ થાયરમ કે કાર્બેંડાઝીમ દવા નો પટ આપવો. નાઇટ્રોજન ખાતર નો ભલામણ મુજબ જ ઉપયોગ કરવો.
  • જે વિસ્તારમાં દર વર્ષે આ રોગ આવતો હોય ત્યાં કંટી નીકળવાની તૈયારી હોય ત્યારે વરસાદ ના ઝાપટાં પડતાં હોય તો મેંકોઝેબ 75% વે. પા. 25 ગ્રામ /10 લિટર પાણી અથવા કાર્બેંડાઝીમ 50% વે. પા. @ 10 ગ્રામ/ 10 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ 75% વે. પા. @ 10 ગ્રામ/ 10 લિટર પાણી અથવા પ્રોપીકોનાઝોલ 25% ઇસી @ 10 મિલી/10 લિટર પાણી મુજબ 10 દિવસ ના અંતરે બે છંટકાવ કરવા. જ્યાં સતત રોગ જોવા મળતો હોય તેવા વિસ્તાર માં બે વર્ષ સુધી ડાંગર નો પાક ના લેતા પાક ફેરબદલી કરવી.

પર્ણચ્છેદ નો કહોવારો :આ રોગ ફૂગ થી થાય છે. ખાસ કરી ને ગુર્જરી, જયાં અને હાઇબ્રીડ ડાંગરની જાતોમાં તે સારા પ્રમાણ માં જોવા મળે છે. આ રોગ થી ઉત્પાદન માં 3 થી 85 % સુધીનું નુકસાન થઈ શકે છે. રોગ નું આક્રમણ ખાસ કરી ને ડોડા અવસ્થાના અંતના ભાગમાં સૌથી ઉપર ના પાનનાં પર્ણચ્છેદ ઉપર થાય છે. વધુ તીવ્ર આક્રમણ થી કંટી નીકળતી જ નથી અને ડોડા માં જ કહોવાઈ જાય છે.

  • મસુરી, નર્મદા, જી. આર. – 12, જી. આર. – 104, જી. એ. આર. – 13, જી. એ. આર. – 1, જી. એ. આર. -2, જી. એ. આર. – 3 અને આઇ. આર. – 64 જેવી રોગ સામે ટક્કર ઝીલે તેવી જાતો વાવવી.
  • શેઢાપાળા નું ઘાસ કાપી ને સાફ રાખવા.
  • નાઇટ્રોજનયુક્ત ખાતર અને પિયત નો ભલામણ મુજબ જ આપવું.
  • ડોડા અવસ્થા માં રોગ ની શરૂઆત જણાય અને વરસાદ કે ભેજવાળું વાતાવરણ હોય તો મેંકોઝેબ 75% વે. પા. 25 ગ્રામ /10 લિટર પાણી અથવા કાર્બેંડાઝીમ 50% વે. પા. @ 10 ગ્રામ/ 10 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ 75% વે. પા. @ 10 ગ્રામ/ 10 લિટર પાણી અથવા પ્રોપીકોનાઝોલ 25% ઇસી @ 10 મિલી/10 લિટર પાણી મુજબ 10 દિવસ ના અંતરે બે છંટકાવ કરવા.

થડનો સડો:આ રોગ ફૂગ થી થાય છે. ડાંગર ની ફૂટ અવસ્થા પૂરી થાય અને જીવ પડવાના સમયે આ રોગ ની શરૂઆત થાય છે. આ રોગ માં થડ કહોવાઈ ને કાળું પડે છે. રોગીસ્ટ છોડના થડ ને ઊભો ચીરી ને જોતાં તેમાં ફૂગના કાળા બીજાણુ દેખાય છે.

  • ડાંગર ની કાપણી પછી રોગીષ્ટ પાકના અવશેષો બાળીને નાશ કરવો.
  • ઉનાળામાં ઊંડી ખેડ કરીને જમીન ને તપાવવી.
  • પાકની ફેરબદલી કરવી.
  • રોગ તેમજ ચૂસિયા જીવાત સામે પ્રતિકારક શક્તિ ધરાવતી જાતો જેવી કે જી. આર. 101, જી. આર. 102, જી. આર. – 104, જી. આર. – 12, આઇ. આર. – 22, આઇ. આર. – 28, નર્મદા, ગુર્જરી, જી. એ. આર. – 2, જી. એ. આર. 13, જી. એ. આર. – 1, જી. એ. આર. – 3 અને સુખવેલ – 20 વગેરેનો વાવેતર માં ઉપયોગ કરવો.
  • ડાંગર માં પાણી નું પ્રમાણસર નિયમન કરવાથી રોગ આવતો અટકે છે.
  • નાઇટ્રોજન ખાતર નો ભલામણ મુજબ જ ઉપયોગ કરવો.
  • નિયંત્રણ માટે બાઇટરલેટોન25WP (બાયકોર) @30ગ્રામ/15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ (કવચ, ડેકોનીલ) @30ml/15Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ250EC (ફોલિકુર, ટોર્ક)@15ml/15Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ12%+મેંકોઝેબ63WP (સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ) @30gm/15Ltr પાણી મુજબ છાંટો.

પર્ણચ્છેદ સુકારો: આ રોગ ફૂગ થી થાય છે. કરમોડી પછી બીજો અગત્ય નો રોગ છે. આ રોગ ની શરૂઆત ખાસ કરીને ફૂટ અવસ્થા એ થાય છે. નિયંત્રણ માટે નીચે મુજબ પગલાં લેવા.

  • ડાંગર ના ખેતર માથી નીંદણ દૂર કરવા.
  • શેઢાપાળા પરનું ઘાસ કાપીને સાફ રાખવા.
  • કાપણી બાદ પાકના રોગીસ્ટ અવશેષો બાળીને નાશ કરવો.
  • શેઢાપાળાના ઘાસ ઉપર સૂકું ફરાળ પાથરીને સળગાવવાથી રોગ ની ફૂગ નો નાશ થાય છે.
  • ડાંગર ની રોપણી પહેલા, ઈકકડ નો લીલો પડવાશ અટહવા કોઈપણ ખોળ જમીન માં આપવાથી રોગ નું પ્રમાણ ઘટે છે.
  • ડાંગરના છોડને પહોળા ગાળે રોપવાથી પણ રોગનો ઉપદ્રવ ઓછો કરી શકાય છે.
  • નિયંત્રણ માટે બાઇટરલેટોન25WP (બાયકોર) @30ગ્રામ/15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ (કવચ, ડેકોનીલ) @30ml/15Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ250EC (ફોલિકુર, ટોર્ક)@15ml/15Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ12%+મેંકોઝેબ63WP (સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ) @30gm/15Ltr પાણી મુજબ છાંટો.

ભૂખરા ટપકા/બદામી ટપકા:ફૂગથી થતો આ રોગ કરમોડી જેટલો જ અગત્ય નો છે. આ રોગ પાકની કોઈપણ અવસ્થા માં જોવા મળે છે. પોષક તત્વો ની ઉણપ અને ઓછી નિતાર શક્તિવાળી જમીન માં આ રોગ વધારે આવે છે. આ રોગ ના લક્ષણો છોડના બધા જ ભાગ પર જણાય છે. રોગ ની શરૂઆત પાન પર થાય છે. પાન પર ખૂબ નાના, ભૂખરા રંગના, ગોળ કે અંડાકાર ઘાટા બદામી ટપકા જોવા મળે છે. અનુકૂળ વાતાવરણ માં રોગ નો ઉપદ્રવ વધતાં ટપકા મોટા તલના દાણા આકારના અને ભૂખરા રાતા રંગના થાય છે. જેનો મધ્યભાગ રાખોડી કે સફેદ દેખાય છે. તીવ્ર આક્રમણ થી પાન પીળા પડી ચીમળાઈ ને સુકાય છે. દાણા પર પણ આવા બદામી રાતા નાના ટપકા દેખાય છે.

  • રોગમુક્ત વિસ્તાર નું પ્રમાણિત બિયારણ જ પસંદ કરવું.
  • આ રોગના નિયંત્રણ માટે ધરું નાખતા પહેલા 1 કિલો બીજ દીઠ 3 ગ્રામ થાયરમ કે કાર્બેંડાઝીમ દવા નો પટ આપવો.
  • ધરુવાડિયા માં ઉપદ્રવ દેખાય તો કાર્બેંડાઝીમ50WP @ 10 ગ્રામ/10 લિટર પાણી મુજબ છાંટો.
  • નિયંત્રણ માટે બાઇટરલેટોન25WP (બાયકોર) @30ગ્રામ/15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ (કવચ, ડેકોનીલ) @30ml/15Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ250EC (ફોલિકુર, ટોર્ક)@15ml/15Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ12%+મેંકોઝેબ63WP (સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ) @30gm/15Ltr પાણી મુજબ છાંટો.
  • જમીન માં ખૂટતા પોષક તત્વો ઉમેરવા.
  • દેશી ખાતર નો ઉપયોગ વધુ કરવો.
  • જમીન ની નિતારશક્તિ વધે તે મુજબ કાળજી રાખવી.

કૃમિ થી થતો સફેદ ટોચ નો રોગ

આ રોગ માં શરૂઆત માં કુમળા ધરૂ કે છોડના પાનની ટોચનો ભાગ આછા સફેદ રંગનો થાય છે.

રોગ મુક્ત વિસ્તાર નું પ્રમાણિત બિયારણ વાપરવું.
ખેતરના રોગીષ્ટ છોડ નો બાળીને નાશ કરવો.

• બીજને વાવતા પહેલા 57 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 15 મિનિટ ગરમ પાણીમાં બોળી સુકવ્યા બાદ વાવવા.

• નિયંત્રણ માટે 12kg કાર્બોફ્યુરાન3G (ફ્યુરાડોન/ફ્યુરાન/કાર્બોમેઈન)/એકર મુજબ ચાસમાં આપવો.

પોષક તત્વોની ઉણપ

ધરૂનો કોલાટ/પીળીયો: આ રોગ જમીન માં લોહ તત્વ ની ઉણપ ને લીધે જોવા મળે છે. ધરૂવાડીયામાં પાણીની ખેચ વર્તાય ત્યારે જમીન ના ઉપલા સ્તર માં ક્ષારો જમા થાય છે. તેથી લોહ તત્વની ઉણપ જણાય છે. શરૂઆત માં ધરૂ પીળું પડવા લાગે છે. છેવટે સફેદ થઈને ઉતારી જતું હોય છે.

  • મધ્યમ પ્રમાણ માં ઉણપ હોય તો 6 કિલો ફેરસ સલ્ફેટ/એકર મુજબ વાવણી પહેલા જમીન માં આપવું.
  • આખા ધરૂવાડીયા માં એકસરખો ભેજ જળવાઈ રહે તે માટે યોગ્ય પિયત અને નિતાર વ્યવસ્થા ગોઠવવી.
  • રોગ જણાય ત્યારે ધરૂવાડિયા માં ઉપરાઉપરી પાણી ભરી ખાલી કરવું.
  • પાણી ભરાની પૂરતી સગવડ ન હોય તો 10 લિટર પાણી માં 40 ગ્રામ ફેરસ સલ્ફેટ + 20 ગ્રામ ચૂનાનું મિશ્રા દ્રાવણ બનાવી ધરૂવાડીયા માં પાન પર છંટકાવ કરવો.
  • ત્યારબાદ જરૂર જણાય તો એક વખત ગૂંઠા દીઠ 500 ગ્રામ નાઇટ્રોજન નો વધારા નો હપ્તો એમોનિયમ સલ્ફેટ ના રૂપ માં આપવો.

તાંબિયો:રોપાણ કરેલ ડાંગર માં 30 દિવસ ની અવસ્થા માં ઝીંક તત્વ ની ઉણપ ને લીધે તાંબિયો રોગ જણાય છે. આવા રોગ વાળા છોડના નીચેના પાન પર તપખીરીયા બદામી કે લોખંડ પર લાગતાં કાટ જેવા તાંબા રંગ ના ડાઘ પડે છે. વધારે પડતી ઝીંકની ઉણપ હોય તો આખા પાન તાંબા રંગના થઈ જાય છે.

  • જે જમીન માં ઝીંક તત્વ ની ઉણપ દર વર્ષે રહેતી હોય ત્યાં રોપણી અગાઉ જમીનમાં પાયાના ખાતર સાથે 8 થી 10 કિલો ઝીંક સલ્ફેટ/ એકર મુજબ આપવો.
  • રોપણી પહેલા જો ઝીંક સલ્ફેટ ના આપ્યું હોય તો 10 લિટર પાણી માં 50 ગ્રામ ઝીંક સલ્ફેટ અને 50 ગ્રામ યુરિયા ઓગાળી છંટકાવ કરવો.

કાપણી

કાપણી તકનિક:કાપેલ પાકમાંથી તેજ દિવસે દાણા છૂટા પડી દેવા તથા તેને ખેતરમાં ન રાખવા,કેમ કે રાત્રે પડતો ઝાકળ દાણાની ગુણવત્તા ઘટાડે છે.

ઉનાળુ ડાંગર મે માસમાં પાકી જાય છે,ચોખા કાઢતી વખતે કણકીનું પ્રમાણ ના વધે તે માટે પૂળાને વધુ સમય તપાવવા નહીં.

મોડી કાપણી કરવાથી દાણા સુકાઈને ખરી પડે છે. જ્યારે પરાળ પીળો પડે ત્યારે પરિપક્વ અવસ્થાએ પહોચતાજ કાપણી કરવી.

પરાળને ખેતરમાં ના સળગાવવું, તેનાથી જમીનમાના સૂક્ષ્મજીવોનો નાશ થાય છે અને નજીકના પાકોમાં આગ લાગવાનો ભય રહે છે.

યોગ્ય સમયે કાપણી કરવાથી કાપણી પછીનું નુકસાન ઘટાડી શકાય, 80% પાક પરિપક્વ થયે કાપણી કરવી, છોડને ઉખાડવા નહીં, દાતરડાથી કાપવા.

સંગ્રહ

  • સંગ્રહ સમયે ઉંદર થી રક્ષણ માટે નાળીઑ ને જાળી થી ઢાંકી દેવું.જો ઉંદર ગોડાઉનમાં દેખાય તો તેને ઉંદરના પીંજરાથી નિયંત્રણ કરવું.
  • જો સંગ્રહ માટે જૂની બેગ નો ફરીથી ઉપયોગ કરવો હોય તો આવી બેગ ને ગરમ પાણીમાં 15 થી 20 મિનિટ ડૂબાડવી અને પછી સુકવવી.

સ્ત્રોત : ખેતી વિશેની આવી અવનવિ માહિતી માટે મુલાકાત લેતા રહો -વેબસાઈટ કૃષિજીવન બ્લોગસ્પોટ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/2/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate