অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ડાંગર

ડાંગર

  1. આપણા ગુજરાતમાં ડાંગરના પાકનો વિસ્તાર અને ઉત્પાદનની હાલની સ્થિતિ શું  છે ?
  2. ડાંગરની સુધારેલ જાતો કઈ છે ?
  3. સંકર ડાંગર એટલે શું?
  4. ડાંગરની ' શ્રી ' પધ્ધતિની ખેતી કરવાથી શા ફાયદાઓ છે
  5. ડાંગરની ' સીરા ' પધ્ધતિના અગત્યના ચાર સૂત્રો જણાવો.
  6. ડાંગરની 'સીરા' પધ્ધતિની રોપણીના ફાયદા કયાં છે
  7. આપણા રાજયનું ડાંગરનું ઉત્પાદન કેમ આેછું છે
  8. શું સંકર ડાંગરની પેદાશની બજારકિંમત વધુ ઉત્પાદન આપતી સંશોધિત જાતો જેટલી જ હોય છે ?
  9. ડાંગર બિયારણની પસંદગી કરતી વખતે કઈ બાબતોની કાળજી લેવી જોઈએ ?
  10. ડાંગર બિયારણનો દર કેટલો રાખવો જોઈએ
  11. શું સંકર જાતોમાં ચાફિનેસનું પ્રમાણ સુધારેલી જાતો કરતા વધુ હોય છે
  12. શું સંકર ડાંગરમાં ચાફીનેસનું પ્રમાણ ઘટાડી શકાય
  13. ડાંગર બિયારણને વાવણી પહેલા કઈ દવાની માવજત આપવી જોઈએ
  14. શું સંકર ડાંગરની ઉપજમાંથી તૈયાર થયેલા દાણાને ફરી વખત બિયારણ તરીકે વાપરી શકાય
  15. ડાંગરના છોડ બેસી જાય છે તેનો ઉપાય જણાવો
  16. તંદુરસ્ત ધરૂ કઈ રીતે ઉછેરી શકાય
  17. ડાંગરના પાક માટે ધરૂ ઉછેરવા કેટલો વિસ્તાર હોવો જોઈએ
  18. આરોણ અને રોપાણ ડાંગર માટે કેટલું અંતર રાખવું જોઈએ .
  19. રોપાણ અને આેરાણ ડાંગરમાં ખાતર કયારે આપવું જોઈએ

આપણા ગુજરાતમાં ડાંગરના પાકનો વિસ્તાર અને ઉત્પાદનની હાલની સ્થિતિ શું  છે ?

આપણા રાજયમાં ડાંગરની ખેતી અંદાજે ૬.પ૦ થી ૭.પ૦ લાખ હેકટરમાં કરવામાં આવે છે. જેમાંથી અંદાજે ૧ર લાખ ટન ડાંગરનું ઉત્પાદન મળે છે.  એટલે રાજયની ઉત્પાદકતા હેકટરે ફકત ૧૯૦૦ કિ.ગ્રા. જેટલી થાય છે. દેશમાં પંજાબ રાજય હેકટર દીઠ ૩૮૦૦ કિ.ગ્રા. ઉત્પાદકતા સાથે પ્રથમ નંબરે છે. જે જોતા આપણા રાજયની ડાંગરની ઉત્પાદકતા ઘણી આેછી હોઈ તે વધારવાની ખાસ જરૂર છે.

 

આપણા રાજયમાં મધ્ય ગુજરાત અને દક્ષિાણ ગુજરાતમાં ડાંગરનું વાવેતર થાય છે તેમાં કુલ વિસ્તાર પૈકી ૪પ થી પ૦ ટકા  રોપાણ અને પ૦ થી પપ ટકા આરોણ ડાંગર હેઠળ છે.  એમાં પિયત વિસ્તાર લગભગ ૪૦% જેટલો છે.

ડાંગરની સુધારેલ જાતો કઈ છે ?

વહેલી પાકતી જાતો

 

આરોણ : જી.આર.-પ, જી.આર.-૮, જી.આર.-૯, અશોકા ર૦૦ એફ અને એએયુડીઆર-૧, આઈ.આર. ર૮, જેવી વહેલી પાકતી જાતોની પસંદગી કરવી. સુગંધિત જાત જી.આર.૧૦૪ દક્ષિાણ ગુજરાત વિસ્તાર માટે ભલામણ કરવામાં આવે છે. હાલમાં નવી ભલામણ કરેલ પૂર્ણ (ઓછા પાણીવાળા વિસ્તારમાં) જાતની પસંદગી કરવી.

રોપાણ : જી.આર.-૧, જી.આર.-૪, જી.આર.-૬, આઈ.આર.-ર૮, જી.આર.-૧ર, જી.આર.૩, જી.આર.૧૦, આઈ.આર.૬૬ અને જી.આર.૭ જેવી વહેલી પાકતી જાતોની પસંદગી કરવી.

મધ્યમ મોડી પાકતી જાતો :- જી.આર.-૧૧, જી.આર.૧૩, જયા, ગુર્જરી, એન.એ.યુ.આર.-૧, આઈ.આર.રર જેવી મધ્યમ મોડી પાકતી જાતો પસંદ કરવી.

ક્ષારીય જમીન માટે. : દાંડી, જી.એન.આર.-ર

મોડી પાકતી જાતો : મસુરી, જી.આર.-૧૦૧, જી.આર.૧૦ર, જી.આર.૧૦૩, જી.આર.૧૦૪, નર્મદા

આ ઉપરાંત એન.એ.યુ. આર.૧, જી.એન.આર.ર, જી.એન.આર.૩, જી.એન.આર.૪(ક્ષાર પ્રતિકારક) જાતો પસંદ કરવી.

સંકર ડાંગર એટલે શું?

જનિનિક રીતે ભિન્ન એવા બે  અલગ અલગ પિતૃ જાતોના સંકરણથી તૈયાર કરેલ પ્રથમ   પેઢીના બિયારણને સંકર ડાંગર કહે છે. સંકર જાતોમાં માતા અને પિતા બંને પિતૃઓ ના સારા ગુણોનું સંકલન થાય છે. જેથી મહદ અંશે સંકર જાતોના જુસ્સો તથા ઉત્પાદન પિતૃ જાતો કરતાં તથા અન્ય વધુ ઉત્પાદન આપતી સુધારેલ જાતો કરતાં વધારે જોવા મળેલ છે.

 

ડાંગરની ''શ્રી'' પધ્ધતિના અગત્યના મુદ્દાઓ  ટુંકમાં જણાવો

૧. ધરૂની ઉમર : ૧૦ થી ૧ર દિવસ

ર. વાવેતર અંતર : રપ સે.મી. × રપ સે.મી.(થાણા દીઠ છોડની સંખ્યા : ફકત ૧)

૩. બીજનો દર : પ કિ/હે

૪. ખાતર ૭પ% સેન્દ્રીય  સ્વરૂપમાં અને  રપ % રસાયણિક સ્વરૂપમાં

પ. નિદંણ નિયંત્રણ : પેડી વિડર ધ્વારા

૬. પાણીનું નિયમન : ફકત ભેજ જરૂરી

ડાંગરની ' શ્રી ' પધ્ધતિની ખેતી કરવાથી શા ફાયદાઓ છે

વધુ ઉત્પાદન (૧પ થી ૩૦%)

 

•             વહેલી કાપણી (૮ થી ૧પ દિવસ)

•             બિયારણની બચત (૮૦ % )

•             આેછા પાણીની જરૂરીયાત (૩૦-પ૦ ટકા બચત)

•             સારી ગુણવત્તાના ચોખા

•             ડાંગર કાપણી સુધી ઢળી પડતી નથી (નોન લોજીગ)

•             જમીનની તંદુરસ્તી સુધરે છે

•             આેછા રસાયણોનો ઉપયોગ(ખાતર, નિંદામણ નાશકો, જંતુનાશકો)

ડાંગરની ' સીરા ' પધ્ધતિના અગત્યના ચાર સૂત્રો જણાવો.

ડાંગરના પાકમાનો સિલિકોન અને પોટાશ જેવા તત્વોનો ફેર વપરાશ

૧. ડાંગરનું પરાળ રોપણી પહેલા જમીનમાં દબાવવું.

ર. ડાંગરની કૂસકીની રાખ ધરૂવાડિયામાં બી વાવતા પહેલા જમીનમાં ભેળવવી.

ગ્લીરીસીડીયાના તાજા પાનનો લીલા પડવાશ તરીકે ઉપયોગ કરવો.Ø

ધરૂની ચોકકસ અંતરે જોડીયા હાર પધ્ધતિથી ફેરરોપણી ( ૧પ×૧પ-રપ સે.મી. ગેપ-૧પ×૧પ સે.મી.)Ø

ડીએપી+ યુરીયા (રપ ગ્રામ)ની ગોળીઆેનો રાસાયણિક ખાતર સ્વરૂપે ઉપયોગ કરવોØ

ડાંગરની 'સીરા' પધ્ધતિની રોપણીના ફાયદા કયાં છે

  • રાસાયણિક ખાતરની કાર્યક્ષામતા વધે છે.
  • નાઈટ્રોજન ખાતરનો બચાવ થાય છે.(૪૦ %)
  • ખાતર એક જ વખત - પાયામાં આપવું પડે છે.
  • પાકની વૃધ્િધ એક સરખી દેખાય છે.
  • પાકનું ઉત્પાદન વધુ મળે છે.

આપણા રાજયનું ડાંગરનું ઉત્પાદન કેમ આેછું છે

(૧) ઓરાણ ડાંગરની ઉત્પાદકતા ઘણી નીચી (એક ટન પ્રતિ હેકટર કરતાં આેછી) અને  પિયત વિસ્તાર અંદાજીત પ૦ થી પપ %

(ર) બિન પિયત રોપાણ ડાંગરની ઉત્પાદકતા આેછી.

(૩) ક્ષારીય જમીનમાં પણ ઉત્પાદકતા ઓછી.

(૪) ડાંગરની સુધારેલી જાતોની પસંદગી અને તેના શુધ્ધ બિયારણનો અભાવ

(પ) બીજનો ઊંચો દર

(૬) બીજ માવજતનો અભાવ

(૭) ધરૂવાડિયાની કાળજીનો અભાવ

(૮) ફેરરોપણી યોગ્ય વ્યવસ્થાનો અભાવ

(૯) પાક સંરક્ષાણના યોગ્ય પગલાનો અભાવ

(૧૦) યોગ્ય ખાતર તથા પાણી વ્યવસ્થાનો અભાવ

શું સંકર ડાંગરની પેદાશની બજારકિંમત વધુ ઉત્પાદન આપતી સંશોધિત જાતો જેટલી જ હોય છે ?

હાલની પરિસ્થિતિ સંકર જાતો અને વધુ ઉત્પાદન આપતી સંશોધિત જાતોની પેદાશની કિંમત સરખી જ છે. છતાં દક્ષિાણ ભારતમાં સંકર ડાંગરની પેદાશની બજાર કિંમત વેપારીઓ  ધ્વારા થોડી આેછી આપવામાં આવે છે, કારણ કે આ પ્રદેશમાં ચોખાની ગુણવત્તામાં મધ્યમ પાતળા દાણાને અગિ્રમતા આપવામાં આવે છે.

 

ડાંગર બિયારણની પસંદગી કરતી વખતે કઈ બાબતોની કાળજી લેવી જોઈએ ?

ડાંગરનું બિયારણ સુધારેલ જાતનું હોવું જોઈએ. ડાંગરનું બિયારણ શુધ્ધ હોવું જોઈએ. ડાંગરનું બિયારણ પ્રમાણિત હોવું  ઈચ્છનીય છે પરંતુ ઘરનું શુધ્ધ અને સંતોષ્ાકારક ઉગાવો ધરાવતું બિયારણ પણ વાપરી શકાય. જે તે વિસ્તારની જમીન, આબોહવા, પિયતની સગવડ, વરસાદ, બજાર માંગની પરિસ્િથતિને અનુરૂપ જાતની પસંદવી કરવી જોઈએ.

 

ડાંગર બિયારણનો દર કેટલો રાખવો જોઈએ

પાતળા દાણા વાળી જાતો     : રપ થી ૩૦ કિલો/હેકટર

જાડા દાણા વાળી જાતો         :૩૦  થી ૩પ કિલો/હેકટર

''શ્રી'' પધ્ધતિ                         : પ  કિલો/હેકટર

હાઈબ્રીડ ડાંગર                     : ૧પ કિલો/હેકટર

આરોણ                                 : પ૦ થી ૬૦ કિલો/હેકટર

શું સંકર જાતોમાં ચાફિનેસનું પ્રમાણ સુધારેલી જાતો કરતા વધુ હોય છે

સંકર જાતમાં ચાફિનેસનું પ્રમાણ સુધારેલી જાતો કરતા વધુ હોય છે, કારણ કે સંકર ડાંગરમાં પ્રત્યેક કંટી દીઠ દાણાની સરેરાશ સંખ્યા સુધારેલી જાતોની સરખામણીમાં વધારે હોય છે. જેથી પાકની ભલામણ કરતા ઓછી દેખરેખ હેઠળ સંકર જાતમાં ડુંડા દીઠ ખાલી દાણાની સંખ્યા સુધારેલી જાતો કરતા વધારે હેાય છે.

 

શું સંકર ડાંગરમાં ચાફીનેસનું પ્રમાણ ઘટાડી શકાય

હા, સુયોગ્ય વ્યવસ્થાપન, સમયસર અને પુરતા પોષ્ાકતત્વો, પિયત તથા ખૂબ ઉંચા કે નીચા તાપમાન દરમ્યાન ડાંગરના ફુલ ન  આવે તેની કાળજી રાખવાથી સંકર ડાંગરમાં થોડા ઘણા પ્રમાણમાં ચાફીનેશનું પ્રમાણ ઘટાડી શકાય.

 

ડાંગર બિયારણને વાવણી પહેલા કઈ દવાની માવજત આપવી જોઈએ

બીજ જન્ય રોગો અટકાવવા માટે ૧ કિલો બિયારણને ૩ ગ્રામ પ્રમાણે થાયરમ અથવા એમીસાન-૬ દવાનો પટ આપવો. સુકારાના રોગ સામે બીજને ર૪ લીટર પાણીમાં ૬ ગ્રામ સ્ટ્રપ્ટોસાયકિલન+૧ર ગ્રામ પારાયુકત દવા(એમીસાન-૬) નાં દ્રાવણમાં ૧૦ કલાક બોળી કોરા કરી વાવવા.

 

શું સંકર ડાંગરની ઉપજમાંથી તૈયાર થયેલા દાણાને ફરી વખત બિયારણ તરીકે વાપરી શકાય

ના, સંકર ડાંગરમાં વધુ ઉત્પાદન તથા સંકર જુસ્સો ફકત પ્રથમ પેઢીમાં જ પ્રદશિત થાય છે જો સંકર ડાંગરની બીજી પેઢીનું  બિયારણ ફરીથી વાવેતરમાં ઉપયોગ કરવામાં  આવે તો પાકમાં સેગ્રીકેશનના કારણે ખૂબ જ પ્રમાણમાં વિવિધતા જોવા મળે અને ઉત્પાદન પર ખૂબ જ માઠી અસર થાય.

ડાંગરના છોડ બેસી જાય છે તેનો ઉપાય જણાવો

વાયરવર્મ”(ઓલીગોકીટ)ના ઉપદ્રવના કારણે છુટાછવાયા ધાબામાં છોડ બેસી જાય છે. ઓલીગોકીટ નો ઉપદ્રવ જણાય તો કયારીમાંથી પાણી નિતારી કાબરોર્ફયુરાન ૩ ટકા દાણાદાર દવા ૧૮ કિલો/હેકટર પ્રમાણે જમીનમાં આપવું. દવા આપ્યા બાદ ત્રીજે દિવસે નાઈટ્રોજન યુકત ખાતર આપવું.

 

તંદુરસ્ત ધરૂ કઈ રીતે ઉછેરી શકાય

પિયતની સગવડ અને નિતારની વ્યવસ્થા સારી હોય તેવી સમતલ જમીન પસંદ કરવી.

૧ હેકટરની રોપણી માટે ૧૦ મીટર ×૧ મીટરના ૧૦૦ ગાદી કયારા બનાવવા એટલે કે ૧૦ ગુંઠા વિસ્તારમાં ધરૂવાડિયું કરવું.

કયારા દીઠ ર૦ કિલો કહોવાયેલું છાણીયું ખાતર + પ૦૦ ગ્રામસીંગલ સુપર ફોસ્ફેટ + રપ૦ ગ્રામ એમોનીયમ સલ્ફેટ અને ૧ કિલો દિવેલીનો ખોળ જમીનમાં ભેળવવો.

જૂનના પ્રથમ પખવાડીયામાં બીજની વાવણી કરવી યોગ્ય છે.

દરેક કયારા દીઠ રપ૦ થી ૩૦૦ ગ્રામ બીજની વાવણી કરવી.

બીજની વાવણી બાદ ર૪ કલાક સુધી ગાદી કયારા ઉપર ર સેન્ટીમીટર પાણી ભરી રાખવું ત્યાર બાદ ધરૂવાડીયામાં ભેજ રહે તે રીતે  પાણી આપવું.

બીજા દિવસે નિંદણ નિયંત્રણ માટે ૧૦ ગુંઠા જમીનમાં ર૦૦Ø મીલી પિ્રટીલાકલોર અથવા ૧૦૦ થી ૧પ૦ મીલી પેન્ડામીથીલીન પ૦ લીટર પાણીમાં આેગાળી છંટકાવ કરવો.

બીજની વાવણી બાદ ૧૦-૧ર દિવસે રપ૦ ગ્રામ એમોનીયમ સલ્ફેટØ પુરતી  ખાતર તરીકે આપવું અને ત્યારબાદ ૮ દિવસે કયારદીઠ રપ૦ ગ્રામ એમોનીયમ સલ્ફેટ આપવું.

કીટકના નિયંત્રણ માટે કાબરોર્ફયુરાન ૩ ટકા દવા કયારા દીઠ ૧૦૦ ગ્રામ પ્રમાણે વાવણીના ૧પ દિવસ બાદ આપવી.

ધરૂવાડિયામાં જરૂર મુજબ પિયત આપવું અને નિંદણ નિયંત્રણ કરવુ.

આ રીતે ધરૂ રર થી રપ દિવસે રોપવા લાયક થઈ જાય છે.

ડાંગરના પાક માટે ધરૂ ઉછેરવા કેટલો વિસ્તાર હોવો જોઈએ

કુલ રોપાણ વિસ્તારના ૧/૧૦ મા ભાગ જેટલા વિસ્તારમાં ધરૂવાડિયું બનાવવું જોઈએ.

 

આરોણ અને રોપાણ ડાંગર માટે કેટલું અંતર રાખવું જોઈએ .

રોપાણ ડાંગર માટે ર૦ સે.મી.  × ૧પ સે.મી. અને આેરાણ ડાંગર માટે બે લાઈન વચ્ચે ૩૦ સે.મી. અંતર રાખવું જોઈએ.

 

રોપાણ અને આેરાણ ડાંગરમાં ખાતર કયારે આપવું જોઈએ

રોપાણ ડાંગર : ૪૦ % નાઈટ્રોજન અને ૧૦૦ % ફોસ્ફરસ રોપણી સમય , ૪૦% નાઈટ્રોજન ફુટ આવે ત્યારે અને ર૦% નાઈટ્રોજન કંટી બેસે ત્યારે.

 

સ્ત્રોત : આઈ કિસાન

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate