હાલ વિવિધ ક્ષેત્રે મહિલાઓ પુરૂષ સમોવડી બની રહી છે. તેમજ કૃષિક્ષેત્રે મહિલાઓનો ખુબજ ફાળો રહેલો હોય છે તેથી મહિલાઓનું સ્થાન કૃષિ ક્ષેત્રેમાં વધે તે જરૂરી છે.
આ યોજના અંતર્ગત ખેડૂત પરીવારની મહિલાઓને કૃષિ લક્ષી અને તેને સંલગ્ન વિષયોનું વૈજ્ઞાનિક માર્ગદર્શન તેમજ કેન્દ્ર/રાજ્ય સરકારશ્રીની વિકાસ લક્ષી યોજનાઓની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેમજ પ્રત્યક્ષ નિદર્શન દ્વારા નવી ટેકનોલોજીથી વાકેફ કરવા નીચે મુજબની વિવિધ તાલીમ આપવામાં આવે છે.
કૃષિ અને તેને સંલગ્ન વિષયોની અધતન માહિતી તાલીમના વિવિધ ઘટકો હેઠળ પુરી પાડવામાં આવે છે.
યોજનાનો લાભ મેળવવા માટે દરેક જીલ્લામાં આવેલ ખેડૂત તાલીમ કેન્દ્રનો સંપર્ક સાધી તાલીમ વર્ગમાં ભાગ લઇ શકે છે અથવા ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવકનો સંપર્ક કરવો.
વર્ષ ૨૦૧૨-૧૩માં યોજના અંતર્ગત લાભાર્થીઓની સંખ્યા |
||
અ.નં. |
ઘટક |
લાભાર્થીની સંખ્યા |
૧ |
મહિલા તાલીમ વર્ગ |
૭૮૦૯ |
૨ |
યુવા મહિલા તાલીમ વર્ગ |
૭૩૪ |
૩ |
પ્રિસીઝનલ કેમ્પ (ગ્રામ્ય કક્ષાએ) |
૧૨૮૪૮ |
૪ |
શેરીંગ વર્કશોપ |
૭૩૩૪ |
૫ |
કૃષિ મેળો |
૬૦૦૮૧ |
૬ |
રાજ્યની અંદર શૈક્ષણીક પ્રેરણા પ્રવાસ |
૧૨૨૭ |
૭ |
રાજ્યની બહાર શૈક્ષણીક પ્રેરણા પ્રવાસ |
૧૨૬૬ |
૮ |
આંતર રાષ્ટ્રીય શૈક્ષણીક પ્રેરણા પ્રવાસ |
-- |
કુલ |
૯૧૨૯૯ |
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020