હોમ પેજ / સમાજ કલ્યાણ / સિનિયર સિટિઝન કલ્યાણ / નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના

નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના

niradhar


આ વિડીઓમાં નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના વિશેની માહિતી આપવામાં આવી છે

લાભ કોને મળી શકે?

નિરાધાર વૃધ્ધો અને નિરાધાર અપંગોને આર્થિક સહાય યોજના રાજ્યમાં તા.૦૧/૦૪/૧૯૭૮ થી અમલમાં છે.

 • ૬૦ વર્ષ કે તે કરતા વધુ વયના નિરાધાર વૃધ્ધ વ્યક્તિઓ
 • ૨૧ વર્ષ કે તેથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ.
 • જો પુખ્ત વયનો પુત્ર માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટી.બી, જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તો લાભ મળી શકે.
 • અરજદારની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે રૂ.૬૮,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૪૭,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.
 • ઓછામાં ઓછા ૧૦ વર્ષથી ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતા હોવા જોઈએ.

લાભ શુ મળે?

અરજદારની ઉમર ૬૦ વર્ષ કે તેથી વધુ ઉમર હોય તો માસિક રૂ. ૪૦૦/-લાભાર્થીને સહાયની રકમ મનીઓર્ડરથી મોકલી આપવામાં આવે છે.

અરજીપત્રક ક્યાંથી મળશે?

 • અરજીપત્રક વિના મુલ્યે નીચેની કચેરીમાં પ્રાપ્ત છે.
 • જિલ્લા કલેક્ટર કચેરી.
 • પ્રાન્ત કચેરી.
 • તાલુકા મામલતદાર કચેરી અને જન સેવા કેન્‍દ્ર.

અરજી મજૂર કરવાની સત્તા કોને છે?

અરજદારની મળ્યેથી તેની ચકાસણી થયા બાદ તાલુકા મામલતદારને અરજી  મંજૂર / નામંજૂર કરવાની સત્તા સોંપવામાં આવેલ છે.

સહાય ક્યારે બંધ થાય?

 • ૨૧ વર્ષનો પુત્ર થતાં.
 • વાર્ષિક આવક વધુ થતાં.
 • અપીલની જોગવાઈ
 • અરજી નામંજૂર થતા પ્રાંત અધિકારીશ્રીને અપીલ કરવાની જોગવાઈ છે.

ધી મેઇન્ટેનેન્સ એન્ડ વેલ્ફેર ઓફ પેરેન્ટસ એન્ડ સીનીયર સીટીઝન એક્ટ-૨૦૦૭ સબંધેના પ્રશ્નોત્તર જોવા માટે અહીં ક્લિક કરો.

3.15625
Pagi doliben rayjibhai Aug 13, 2019 08:58 AM

ઑડર ક્યારે મળશે

જનક ખંભાતી May 24, 2019 10:04 AM

જો વૃધ્ધ નિરાધાર હોય અને પુત્ર રાખતો ન હોય તેવા વ્યક્તિને લાભ મળે???

દિનેશ Sep 14, 2018 08:36 PM

નિરાધાર વૃધ્ધો અને નિરાધાર અપંગોને આર્થિક સહાય ના માસિક રૂ. ૪૦૦/- ની સહાય ની રકમમાં સરકાર ધ્વારા વધારો કરવાની જરૂરીયાત જણાય છે. " લાભ આપો તો લેખે લાગે એવો આપો સાહેબ "

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top