વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ઈ-કલ્યાણ

ઈ-કલ્યાણ

ઈ-કલ્યાણ વિશે

સરકાર ના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનું મુખ્ય કાર્ય પછાત વર્ગના વ્યક્તિઓનો આર્થિક વિકાસ અને સશક્તિકરણ કરવાનો છે.

 • અનુસૂચિત જાતિ
 • વિકસતી જાતિ
 • સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો
 • લઘુમતિ સમુદાયો
 • શારીરિક અને માનસિક ક્ષતિ ધરાવતી વ્યક્તિઓ
 • આ વિભાગ દ્વારા અનાથ, નિરાધાર વ્યક્તિઓ, ભિખારીઓ અને વૃદ્ધ વ્યક્તિઓ ના કલ્યાણ માટે યોજનાઓ અમલ માં આવી રહી છે.

આ વિભાગ દ્વારા અમલિત કલ્યાણકારી યોજનાઓને મુખ્યત્વે નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય:

 • શિક્ષણ
 • આર્થિક કલ્યાણ
 • આરોગ્ય અને આવાસ
 • અન્ય યોજનાઓ

ઇ-કલ્યાણ પ્રોજેકટ:

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ (SJED) એ સમાજનાં પછાત વર્ગોના વિકાસ માટે સામાજિક અને આર્થિક સુરક્ષાના ઉમદા હેતુ માટે તમામ પગલાં લીધેલ છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે આ જવાબદારી અને પરિમાણ માટે પાંચ માપદંડ રાખેલ છે. જે નીચે મુજબ છે.

 • સુલભતા
 • આર્થિક
 • સમયોચિતા
 • પારદર્શિતા
 • ક્ષમતા

ઉદ્દેશ અને હેતુઓ:

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના લક્ષિત લાભાર્થીઓ માટેના ઉદ્દેશ અને હેતુઓ માટેની વિગતો નીચે મુજબ છે:

 • તેમના ઘરથી શક્ય તેટલી નજીક સેવાઓ ઉપલબ્ધ બનાવી રહ્યા છીએ
 • સેવાઓ પોસાય તેવી બનાવી રહ્યા છીએ
 • સેવાઓ સમયસર ઉપલબ્ધ બનાવી રહ્યા છીએ
 • સેવા વિતરણ પદ્ધતિ પારદર્શક બનાવી રહ્યા છીએ અને
 • સેવાઓ તેની કિંમત દ્રષ્ટિએ વધુ અસરકારક બનાવી રહ્યા છીએ

ઉપર્યુક્ત ગોલ અને હેતુઓનું પાલન કરવા માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ પણ તેની બધી 240 યોજનાઓના ઓટોમેશન માટે G2C પોર્ટલના વિકાસ દ્વારા "ઈ-કલ્યાણ" પ્રોજેક્ટ અમલીકરણ દ્વારા આઇસીટી સક્રિયકૃત સેવાઓનો ઉપયોગ કરવા આયોજન કર્યું છે.

ઈ-કલ્યાણ પ્રોજેક્ટ એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે જેમાં વિવિધ ખાતાના વડાઓ/ બોર્ડ/ નિગમો ની 240 કરતાં વધુ યોજનાઓ ઓનલાઇન થઇ રહી છે. આ પ્રોજેક્ટ આંતરિક પ્રક્રિયાઓના કોમ્પ્યુટરાઇઝેશનનો પણ સમાવેશ કરે છે.

 • ઈ કલ્યાણ એક માત્ર આઇટી પ્રોજેક્ટ નથી.તે ગવર્નન્સ 2.0 પ્રોજેક્ટ છે જ્યાં માહિતી અને સંચાર ટેકનોલોજી (આઇસીટી)નો અસરકારક ગવર્નન્સ કરવા માટે ઉપયોગ થાય છે..
 • ઈ કલ્યાણ ભારતમાં સામાજિક ક્ષેત્રે સૌથી મોટો ઈ ગવર્નન્સ પ્રોજેક્ટ છે.

ઇ-કલ્યાણ પ્રોજેકટનું મહત્વ:

વિભાગ દ્વારા સૌથી મહત્વની યોજનાઓ જે છે તેમાની કેટલીક યોજનાનો નીચે પ્રમાણે છે:

 • જાતિ અંગેનું પ્રમાણપત્ર
 • વિકલાંગ વ્યકિતને એસ.ટી. બસમાં મફત મુસાફરી કરવાની યોજના અને આઈ-કાર્ડ
 • શિષ્યવૃત્તિ યોજનાઓ
 • ઈન્દિરા ગાંઘી નેશનલ ડીસએબીલીટી પેન્શન સ્કીમ
 • મકાન બાંધકામ માટે સહાય આપવાની યોજના / આવાસ યોજના
 • ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના
સ્ત્રોત: ઈ-કલ્યાણ
3.10810810811
Manish R Thumar Dec 19, 2016 07:07 PM

સાહેબ આ સાઈટ પર લોગીન થતું નથી ઓનલાઇન ફોર્મ ભરાતું નથી

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top