વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સિદ્ધિઓ

અલગ અલગ સિદ્ધિઓ આપેલી છે

મુખ્ય સિદ્ધિઓ

ફિક્કી દ્વારા ઇન્ડિયા સ્પોર્ટ્સ એવોર્ડ્સ - ૨૦૧૫-૨૦૧૬

રમતગમતને પ્રોત્સાહન આપવા માટે શ્રેષ્ઠ રાજ્યનો પુરસ્કાર મેળવતી વખતે શ્રીમતી આનંદીબેને રાજ્યના રમતગમત વિભાગ અને વિવિધ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.

તાજેતરમાં નવી દિલ્હી ખાતે આયોજીત એક પુરસ્કાર સમારોહમાં ફિક્કી દ્વારા ઇન્ડિયા સ્પોર્ટ્સ એવોર્ડ - ૨૦૧૫ અંતર્ગત ગુજરાતને રમતગમતને પ્રોત્સાહન આપતા શ્રેષ્ઠ રાજ્ય માટેનો પુરસ્કાર આપવામાં આવેલ.

આ પુરસ્કાર એનાયત કરવા માટે, નિર્ણાયકોની સમિતિએ અનેક બાબતો ધ્યાનમાં રાખેલ જેવીકે રાષ્ટ્રીય કક્ષાની રમતોમાં એક વર્ષમાં ૧૦ ચંદ્રકો જીતવાની સિદ્ધિ, અને રમતગમત સંબંધિત પ્રવૃત્તિઓના પ્રસાર માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કરવું તથા રમતગમત માટેની માળખાકીય સુવિધાઓની ગુણવત્તા.

ગુજરાતની શ્રેષ્ઠ રાજ્ય તરીકે પસંદગી થવાનું કારણ ખેલ મહાકુંભ જેવા રમતગમતના વિશાળ પ્રયોજનો, સ્પોર્ટ્સ સ્કૂલોની સ્થાપના, રમતગમતમાં પ્રતિભા ધરાવનારને પુરસ્કૃત કરવા તેમજ રમતગમતમાં મહિલાઓની સહભાગિતાને પ્રોત્સાહન માટે પુરસ્કારો છે.

આ પુરસ્કાર માટે હરિયાણા, કેરાલા અને મણીપુર જેવાં દેશનાં અન્ય રાજ્યો પણ નામાંકિત થયેલ. મા. મુખ્યમંત્રીએ આ પુરસ્કાર રાજ્યના ખેલાડીઓની પ્રતિભાને સમર્પિત કરેલ અને તેમનું સન્માન કરેલ.

ચેસ મહોત્સવ

કુલ ૨૦,૦૧૭ ખેલાડીઓ દ્વારા ચેસની સ્‍પર્ધામાં ભાગ લઇને ગિનિસ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં સ્‍થાન પ્રાપ્‍ત કર્યું

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ

સુ. શ્રી ધારી પંચમદા દ્વારા ૯૯ કલાક, ૯૯ મિનિટ, ૯૯ સેકન્‍ડ દરમ્‍યાન શાસ્‍ત્રીય સંગીત ગાન કરી સતત ગાવાનો વિશ્‍વ વિક્રમ બનાવી ગિનિસ બુક ઓફ વર્લડ રેકોર્ડમાં સ્‍થાન પ્રાપ્‍ત કરી ગુજરાતનું ગૌરવ વધાર્યુંછે.

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ

ગુજરાતના ૪,૦૦૦ કલાકારોની રપ દિવસની તાલીમ અને મહેનત દ્વારા સર્જાયેલ ભવ્‍ય અને ચિર સ્‍મરણિય પરિણામ એટલે વંદે ગુજરાત જેણે ગિનિસ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં પણ સ્‍થાન પ્રાપ્‍ત કર્યું છે.

૨૦૧૫ સુધીમાં ૧૦.૨૧ કરોડ પેઇજના કોમ્યુવા ટરાઇવ્ઝેશનની કામગીરી પૂર્ણ થયેલ છે

અભિલેખાગાર ખાતામાં પ્રીન્સલી સ્ટેટ સમયના અગત્યના દફતરો, પુસ્તકો સંગ્રહિત છે. જે ઘણા જુના અને મુલ્યવાન છે. આ રેકોર્ડની અગત્યતા અને ઉપયોગિતાને ધ્યાને લઇ ડીજીટાઇઝેશન ઓફ રેકોર્ડની યોજના અમલમાં મુકેલ છે. આ ખાતાની ગાંધીનગર, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જુનાગઢ કચેરીઓના કુલ ૧૧૦૮૭૬૦ પેઇજનું સ્કેનીંગ કરવામાં આવેલ છે. આ કામગીરી પોરબંદર અને જામનગર ખાતે બાકીમાં છે..

શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્યર એવોર્ડ જાણીતા લોકસાહિત્યંકાર ડો. હસુ યાજ્ઞિક ને ૧.૦૦ લાખનો એવોર્ડ આપવામાં આવ્યો

  • ૯ (નવ) લેખકોને પુસ્તક પ્રકાશન માટે ૧૦,૦૦૦/- ની મર્યાદામાં આર્થિક સહાય આપવામાં આવી.
  • કેન્દ્ર દ્વારા બે ગ્રંથોનું પ્રકાશન કરવામાં આવ્યું.
  • ૫ (પાંચ) લોકસાહિત્યકારોને સંશોધન પ્રોજેક્ટ માટે ૫૦,૦૦૦/- ની મર્યાદામાં (પ્રત્યેક)ને ફ્લિપના રૂપે આર્થિક સહાય આપવામાં આવી.
  • કેન્દ્ર દ્વારા લોકસાહિત્યના કાર્યક્રમ/પરિસંવાદ માટે કુલ ૧૪ સંસ્થાઓને સહાય કરવામાં આવી.
  • ૫૦૦ થી વધુ દુર્લભ ગ્રંથો વસાવીને ગ્રંથાલય ઊભુ કરવામાં આવ્યું. તેવી જ રીતે દ્રશ્યશ્રાવ્ય સામગ્રીનો ગ્રંથાલય ઊભુ કરવામાં આવ્યું.
  • મેઘાણી લોકસાહિત્ય ભવન મંગલ પ્રવેશ, મેઘાણીની ૧૧૬મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે મેઘાણી વંદના કાર્યક્રમ અને લોક ગૂર્જરી સામયિકનું લોકાર્પણ એમ ત્રિવિદ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

સ્ત્રોત :રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

3.04761904762
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top