હોમ પેજ / સમાજ કલ્યાણ / મહિલા અને બાળ વિકાસ / માનવ વિકાસ અને સંસોધન કેન્દ્ર
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

માનવ વિકાસ અને સંસોધન કેન્દ્ર

માનવ વિકાસ અને સંસોધન કેન્દ્ર - HDRC

માનવ વિકાસ અને સંશોધન કેન્દ્રનો ઈતિહાસ

માનવ વિકાસ અને સંશોધન કેન્દ્ર, (એચ.ડી.આર.સી. કે જે શરુઆતમાં બિહેવિયરલ સાયન્સ સેન્ટર(બી.એસ.સી.) તરીકે જાણીતું હતું). કે જે વર્ષ ૧૯૭૭ થી સેંટ ઝેવિયર્સ નોન-ફોર્મલ એજયુકેશન સોસાયટી હેઠળ કાર્યરત છે. આ બિનસાંપ્રદાયિક અને બિનનફો કરતી સંસ્થા છે. જે ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં પછાત સમુદાયો જેવા કે દલિત આદિવાસી  અન્યપછાત સમુદાયો , લઘુમતી ધરાવતા સમુદાયો તેમજ આ જુથોની બહેનો સાથે ખુબજ સક્ષમ રીતે કાર્યરત છે. માનવ અધિકાર અને વિકાસના મુદ્દાની વિશાળ સ્તરે બહોળી સમજ ઉભી કરવાના હેતુથી  સંસ્થા ગ્રામ્ય અનુભવો તેમજ સૈધ્ધાંતિક પ્રતિબિંબના સંકલન ઉપર ભાર આપે છે. અન્યાય અને અત્યાચાર સામેના પોતાના કાર્યોના લક્ષને ધ્યાનમાં રાખી, સંસ્થાએ અધિકાર આધારિત લોકચળવળને પ્રોત્સાહન આપી રહી છે.

પોતાની વ્યુહરચનાના ભાગ રુપે, આ સમુદાયોમાં જાગૃતિ લાવવા તેમજ સંસ્થાકીય સત્તા વધુ મજબુત કરવા માટે, શૈક્ષણીક અભ્યાસક્રમ પણ વિકસાવવામાં આવેલ હતો. વર્ષ ૧૯૮ર થી જુદા જુદા અભ્યાસક્રમો તેમજ તાલીમ કાર્યક્રમો દ્વારા આ વ્યુહરચનાને અમલમાં મુકવામાં આવેલ હતી. સંસ્થા, વિકાસના ક્ષેત્રે અભ્યાસક્રમનો હાથ ધરવાનો બહોળો અનુભવ ધરાવે છે. વર્ષ ૧૯૮ર થી ર૦૦૦ દરમ્યાન સંસ્થા દ્વારા વિકાસના મુદ્દાને લઈ અભ્યાસક્રમો હાથ ધરવામાં આવેલ હતા  જેમાં Fellowship Programme in Social Management (FPSM) નો સમાવેશ થાય છે. આ કોર્ષ ની સમયમર્યાદા બે વર્ષની હતી. જે સમય જતા એક વર્ષમાં ફેરવવામાં આવ્યો. શરુઆતના વર્ષોમાં આ અભ્યાસ માત્ર અંગ્રેજી ભાષામાં હતો. કે જે વર્ષ ૧૯૯૦ થી ગુજરાતી ભાષામાં પણ શરુ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસનો મુખ્ય હેતુ વ્યક્તિગત તેમજ સંસ્થાકીય કર્મચારીઓને વિકાસ, વિકાસની વ્યુહરચના તેમજ સંસ્થાકીય સિધ્ધાંતો ઉપર તાલીમ આપવાનો હતો. હાલમાં સંસ્થા દ્વારા , સેન્ટ ઝેવિયર્સ કોલેજ દ્વારા IGNOU ના સંકલન થી ચાલતા સ્જીઉ કોર્સ માટે શૈક્ષણીક સાધનો તેમજ સંચાલકીય કુશળતાનું યોગદાન આપી રહી છે.

વંચિત સમુદાયોના સશક્તિકરણ તેમજ તેમના અધિકારોની પ્રાપ્તી માટે સંસ્થાએ અનેક કાર્યક્રમોનું અમલીકરણ કરી રહી છે. વર્ષ ર૦૦૧માં ભુકંપના સમયે રાહત અને સુધારણાના કાર્યક્રમો દરમિયાન સંસ્થાએ અનેક એજન્સી સાથે ભાગીદારી કરેલ. વર્ષ ર૦૦ર ના કોમી રમખાણો દરમ્યાન ભોગ બનેલ પરીવારોને કાયદાકીય ન્યાય તેમજ નાગરીક તરીકે ના તેમના હક્કોને વધુ સ્પષ્ટ બનાવવાની પ્રક્રીયામાં સંસ્થાએ આગવો ફાળો આપેલ છે.

સ્ત્રોત : www.hdrc-sxnfes.org

2.94642857143
Christian Franklin Mar 17, 2015 02:31 PM

ખુબ જ સરસ

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top