অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ટીએચઆરનું વિકેન્દ્રીકરણ

ટીએચઆરનું વિકેન્દ્રીકરણ

આંગણવાડી કેન્દ્રો સુધી આઈસીડીએસના લાભાર્થીઓને ફોર્ટીફાઈડ ટેક હોમ રેશન (વિગતો ભારત સરકારની માર્ગદર્શિકા, ૨૦૦૯) પૂરું પાડવા માટે વિકેન્દ્રીત પધ્ધત્તિઓ અપનાવવાના માન્ય સર્વોચ્ચ અદાલતના આદેશનું પાલન કરવા માટે, ગુજરાત સખી મંડળો, જીલ્લા સખી સંઘો અને ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન અંતર્ગતની દૂધ મંડળીઓ સાથે સહયોગ સાધવાની પ્રક્રિયામાં છે. આઈસીડીએસ અંતર્ગતના વિકેન્દ્રીકરણ પ્રોજેકટને ટેકો આપવા માટે, રાજ્યના બજેટમાં વર્ષ ૨૦૧૩-૧૪માં ૨૦ કરોડ રૂપિયા અને વર્ષ ૨૦૧૪-૧૫માં ૮ કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે. રાજકોટના ધોરાજી તાલુકાનાં સુપેડી ગામે ટીએચઆર પ્રોજેકટનું ઉદઘાટન ૨૧ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ કરવામાં આવ્યું હતું અને ૪૫ મેટ્રીક ટન પ્રતિ દિવસની ઉત્પાદન ક્ષમતા સાથે સફળતાપૂર્વક ૧૨૩ આં.વા.ના ૭૦૪૩ લાભાર્થીઓને સમાવવામાં આવે છે.
સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં ટીએચઆર પ્રોજેકટનું ઉદઘાટન ૪૫ મેટ્રીક ટન પ્રતિ દિવસની ઉત્પાદન ક્ષમતા સાથે ૧ માર્ચ ૨૦૧૪ના રોજ કરવામાં આવ્યું હતું જેનાથી ૨૮૮ આં.વા.ના ૨૯૩૭૮ લાભાર્થીઓને સમાવવામાં આવે છે.
સ્ત્રોત : મહિલા અને બાળ વિકાસ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/1/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate