વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સ્નાયુઓમાં પડતી ગાંઠોથી સાવધાન

સ્નાયુઓમાં ગાંઠો પડી જતી હોય તો ચેતજો

ઘણા લોકોને આ પ્રકારની ગાંઠો પડેલી હોય છે. કેટલાકને તો તેનો અહેસાસ જ ન થાય, એ હદે નાની હોય છે. શરૂઆતમાં તેનો અહેસાસ થતો નથી. પરંતુ તે લાંબો સમય રહી જાય પછી દર્દ શરૂ કરે છે.
આ ઘણાના હાથ-પગમાં સ્નાયુની ગાંઠો થઇ ગઇ હોવાની ફરિયાદો હોય છે. આ કોઇ પ્રકારની કેન્સરની ગાંઠ નથી. પરંતુ સ્નાયુની આ ગાંઠો ખૂબ જ દુ:ખાવો કરતી હોય છે. તેનાથી સમયસર ચેતી જવા જેવું હોય છે. લગભગ ઘણા લોકોને આ પ્રકારની ગાંઠો પડેલી હોય છે. કેટલાકને તો તેનો અહેસાસ જ ન થાય, એ હદે નાની હોય છે. શરૂઆતમાં તેનો અહેસાસ થતો નથી. પરંતુ તે લાંબો સમય રહી જાય પછી દર્દ શરૂ કરે છે. આ ગાંઠો પીડાદાયક હોય ચે એ એની સૌથી કપરી બાજુ છે. રોજિંદાજીવનમાં આ પ્રકારની ગાંઠો ઘણા દર્દીઓમાં ખૂબ પ્રમાણમાં જોવા મળે છે પરંતુ તેને લગતી સાચી જાણકારી તથા નિદાનના અભાવે હોવાથી તેમાંથી મુક્તિ મળતી નથી અને ઘીમે ઘીમે આ ગાંઠોનું પ્રમાણ વધતું જાય છે. આ પ્રકારનાં ટ્રોગર પોઇન્ટ (સ્નાયુની ગાંઠો)નું નિદાન X-Ray, MRI કે Sonography માં પણ થઇ શકતું નથી. ટ્રીગર પોઇન્ટ સ્નાયુમાં બનતું ટેન્ડર નોડયુલ પરિસ્થતિને સ્નાયુની ગાંઠ કહેવામાં આવે છે.
સ્નાયુની ગાંઠોનું નિદાન માત્ર પાલ્પેશન (Palpation) દબાણ આપીને જ કરી શકાય છે. તેથી ઘણીવાર આ પ્રકારનું નિદાન થતું નથી.
સામાન્ય રીતે સ્નાયુમાં કોઇ ઇજા થાય ત્યારે રોગની શરૂઆત થાય છે, પરંતુ ટ્રોગર પોઇન્ટ (સ્નાયુની ગાંઠો) બનવા માટે કોઇપણ પ્રકારની ઇજા થવી જરૂરી નથી. આ ખૂબ જ અસામાન્ય બાબત છે. ટ્રીગર પોઇન્ટ એ સ્નાયુમાં થતી એક પ્રકારની ઇજા જ છે. પરંતુ બહારથી કોઇ ઇજા થાય એ જરૂરી નથી.
જ્યારે સ્નાયુમાં સોજો આવે ત્યારે એ ન્યુરોલોજિકલી જ કોન્ટેક્શન થતો હોય છે તેમાં કંઇ અસામાન્ય બાબત થતી નથી. પરંતુ ટ્રીગર પોઇન્ટ (સ્નાયુમાં ગાંઠો) બને એ નોન-ન્યુરોલોજિકલી કોન્ટેકશન હોય છે. સ્નાયુમાં ઘણાં બધાં કોષો ચેતાતંત્રના સામેલ થયા વગર જ નાશ પામતા હોય છે. આ ગાંઠો જો તોડવામાં આવે તો એ દર્દીને સ્નાયુના દુ:ખાવામાંથી ખૂબ જ રાહત મળે છે, પરંતુ આ ગાંઠોને ક્લિનિકલી સાબિત કરવી ઘણી વાર અઘરી હોય છે. સ્નાયુની ગાંઠો સાબિત કરવા માટે મેડિકલ ક્ષેત્રમાં અત્યારે દબાવીને ચેક કરવાની પદ્ધતિ છે. સ્નાયુની ગાંઠોને કારણે એમાં સ્ટીફનેસ આવી જતી હોય છે, જેનાથી દર્દીઓને સાંધાની આસપાસ દુ:ખાવો અને જડતાનો અનુભવ થાય છે.
સ્નાયુમાં આવી ગયેલી સ્ટીફનેસ તપાસવા માટે આજકાલ બે પ્રકારની પદ્ધતિ પ્રચલિત છે : 
  1. મેગ્નેટિક રેજોનન્સ ઇલાસ્ટોગ્રાફી- MRE
  2. નાઇબ્રેશન સોનો ઇલાસ્ટ્રોગ્રાફી- VSE.

આ બંનેય પદ્ધતિઓથી સ્નાયુમાં મિકેનિકલ ગુણધર્મ વિશેની જાણકારી મળે છે. જ્યારે પણ સ્નાયુમાં આવેલી ગાંઠોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે ત્યારે તેમાં નીચે મુજબના ફેરફાર જોવા મળે છે સતત દબાયેલી ગાંઠ સ્નાયુમાં લોહીનું પરિભ્રમણ ઓછું કરી દે છે, તેથી ત્યાંનાં કોષોને ઓક્સિજન અને પોષક તત્વો મળવાનું પ્રમાણ ઓછું થઇ જાય છે જેનાથી ત્યાં મેટાબોલિક ટોક્સિનસ અને વેન્ટ પ્રોડક્ટ ભરાઇ જાય છે, જે સ્નાયુમાં દુ:ખાવો, ટેન્શન અને સોજો કરે છે. ધીરે ધીરે સ્નાયુ ગંઠાઇ જવાની આ પ્રક્રિયા શરીરમાં આગળ વધતી જાય છે. તેમાંથી અમુક ભાગ ખોટો પડી જવાનો ભય પણ રહેલો હોય છે. લોહીનું પરિભ્રમણ ન થવાને કારણો નળીઓ બ્લોક થવા લાગે છે, જેથી પેરેલિસિસ જેવી હાલત પણ સર્જાય છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો
ડો. દીપેન પટેલ (આલયમ) પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com
3.08571428571
રાજેશ.આર.ઠાકોર.વિધૉથિ Dec 03, 2018 07:46 PM

પગનીઆગળીઓવળતીનથી

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top