હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / હાડકા સંબંધિત / પેઇન મેનેજમેન્ટ / ફિઝિયોથેરાપી / જિંદગીને “ઑન ટ્રૅક”રાખવામાં મદદરૂપ બનતી ફિઝિયોથેરાપી !!
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

જિંદગીને “ઑન ટ્રૅક”રાખવામાં મદદરૂપ બનતી ફિઝિયોથેરાપી !!

જિંદગીને “ઑન ટ્રૅક”રાખવામાં મદદરૂપ બનતી ફિઝિયોથેરાપી !!

વિશ્વ આરોગ્ય સંગઠનના ડિસેબિલિટી અંગેના એક એહેવાલ અનુસાર, A Set of measures that assist individuals who experience, or likely to experience, disability to achieve and maintain optimal functioning in interaction with their environments (WHO, 2011).

ફિઝિયોથેરાપી દ્વારા મુખ્યત્વે ત્રણ સંજોગોમાં વ્યક્તિને મદદ મળે છે.

  • અનિયમિત થયેલી શારીરિક કાર્યપદ્ધતિ યથાવત થાય છે(Movement restoration).
  • શારીરિક દર્દ દુર કરવામાં ઉપયોગી થાય છે(Electrotherapy/ Manual) .

પડવા-વાગવાથી કે અન્ય કોઈ કારણોસર થયેલી ઈજા, માંદગી કે રોગ બાદ શારીરિક અસ્વસ્થતાને પૂર્વવત સ્વસ્થ કરવા માટે, સર્જરી કે ઉપચાર પછી શરીરના અંગને સક્રિય રીતે કાર્યાન્વિત કરવા માટે, ખોડખાંપણ દૂર કરવા માટે, વૃદ્ધાવસ્થામાં શારીરિક સંતુલનને સુયોગ્ય રાખવા જેવા અનેક કાર્યો માટે ફિઝિયોથેરાપી ઉપયોગી બને છે. સારવારની આ પ્રક્રિયામાં રોગ સંબંધિત સમસ્યા જેવીકે ન્યુરો (મગજ સંબંધિત), કાર્ડિઓ-પલ્મોનરી, પિડિઆટ્રિક (બાળકો સંબંધિત), જેરીઆટ્રીક (વૃદ્ધજનો સંબંધિત), મસ્ક્યુલો-સ્કેલેટલ (સ્નાયુઓ સંબંધિત) વિગેરે વ્યાધિઓમાં ફિઝિયોથેરાપી ઉપયોગી બને છે. આ ઉપરાંત, રિબેહેબિલિટેશન પ્રક્રિયા અર્થાત કોઈ પ્રકારની સર્જરી પછી, આઈ.સી.યુ, સી.સી.યુ.ની સારવાર બાદ, કેન્સર જેવા રોગોની સમસ્યાઓમાં ઉપચાર દરમિયાન કે ઉપચાર પછી ફિઝિયોથેરાપી મહત્વપૂર્ણ છે.

  • ફિઝિયોથેરાપીની મહત્વપૂર્ણ સારવાર દ્વારા વ્યક્તિ પોતાના રાબેતા મુજબના જીવનમાં ઝડપી સુધારો લાવી શકે છે. કોઈની પર અવલંબિત રહેવાને બદલે સ્વયં સંચાલિત અને સ્વતંત્ર પણે કામગીરી કરવા સક્ષમ બને છે. સારવાર લઈ રહેલા દર્દીને દર્દસભર જીવનમાંથી બહાર લાવવા માટે હલન-ચલન, સંતુલનમાં ઉપયોગી બને છે.
  • હાંડકાં-સાંધાઓ, સ્નાયુઓ વિગેરેને આદર્શ સ્થિતિમાં લાવવા અને ફરીથી કાર્યાન્વિત કરવા માટે વિવિધ ટેકનિક્સ ઉપયોગમાં લેવાય છે.
  • ફિઝિયોથેરાપીમાં દર્દીને સામાન્યથી લઈને જટિલ સમસ્યાઓમાં સારવાર આપવામાં આવે છે, જેમકે સામાન્ય મચકોડથી લઈને કોમ્પલેક્ષ સર્જરી પછીની સારવાર સુધી.
  • સારવાર દરમિયાન દર્દીને સતત પ્રોત્સાહિત કરવા, મનોબળ વધારવા જેવી અનેક બાબતોને દ્વારા ધ્યાનમાં રાખવામાં આવે છે.
  • સારવારના પ્રત્યેક પરિબળોને વૈજ્ઞાનિક તથ્યો અને આધારભૂત કારણોને ધ્યાનમાં રાખીને દર્દીને તેની જરૂરીયાત અનુસાર સારવાર આપવામાં આવે છે.
  • જેરિઆટ્રીક ફિઝિયોથેરાપી (વૃદ્ધજનો માટે અપાતી ફિઝિયોથેરાપી સારવાર) માટેની હોય ત્યારે ફિઝિયોથેરાપી સારવાર તેમની જીવન પધ્ધતિમાં પણ ફેરફાર લાવે છે. કેમકે સામાન્ય રીતે ઉંમર વધી જાય એટલે ઘણાં બઘાં ફેરફારો થાય છે, પરંતુ નિયમિત ફિઝિયોથેરાપી તેમને શારીરિક, માનસિક અને સામાજિક ક્ષેત્રે સ્વતંત્ર અને સક્રિય રાખવામાં મદદરૂપ થાય છે.

આ સિવાય કેટલીક ખોટી માન્યતાઓ પણ ફિઝિયોથેરાપીને લઈને માનવામાં આવે છે, જેના વિશે થોડી વાત કરીએ તો

ગેરમાન્યતા: ફિઝિયોથેરાપી એક ખૂબ દિર્ઘ પ્રક્રિયા છે. .

સાતત્ય: ફિઝિયોથેરાપીમાં શરીરને સ્વયંને જ પૂર્વવત કરવા માટે તૈયાર કરવામાં આવે છે. પેઈન કિલર્સના ઈન્જેક્શન્સ, બાહ્ય જટિલ ઉપચારો કે વાઢ-કાપ વગર શરીરને આપમેળે નિયમિત વ્યાયામો દ્વારા “ઓન ટ્રેક” લાવવામાં આવે છે. પરંતુ તેને દિર્ધ પ્રક્રિયા કહેવી ભૂલ ભરેલું કહી શકાય..

ગેરમાન્યતા: ફિઝિયોથેરાપી એટલે મસાજ અને ભારે કસરતો માત્ર..

સાતત્ય: આ બાબતને અધુરૂ જ્ઞાન કહી શકાય. મસાજ અને કસરત આ સારવાર પ્રક્રિયાના વિવિધ ભાગ છે. આ ઉપરાંત, ખૂબ સામાન્ય કસરતોથી લઈને જટિલ કેસોમાં પણ વિવિધ પ્રકારે દર્દીની સારવાર કરવામાં આવે છે અલ્ટ્રાસાઉન્ડ, હીટ અને કોલ્ડ વિગેરે ટેકનિક્સ પણ ઉપયોગમાં લેવાય છે.

ગેરમાન્યતા: ફિઝિયોથેરાપી દર્દયુક્ત ઉપચાર છે જેમાં અસહ્ય વેદના થાય છે.

સાતત્ય: આ એક સંદતર ખોટી માન્યતા છે. મોટા ભાગના લોકો જેઓ ફિઝિયોથેરાપીને દર્દયુક્ત પ્રક્રિયા સમજે છે તે ખોટું છે કેમકે ફિઝિયોથેરાપી એ વ્યક્તિને દર્દમુક્ત કરવાની પ્રક્રિયા છે. અશક્ત અને નબળા સ્નાયુઓને ફરીથી કાર્યાન્વિત કરવા માટે આ સ્નાયુઓ પર દબાણ કરવું પડતુ હોય છે ત્યારે જે દુખાવો થાય એનો અર્થ એ નથી કે આ એક દર્દયુક્ત ઉપચાર છે. સ્નાયુઓને કાર્યાન્વિત કરવાનો આ એક પદ્ધતિપૂર્વકનો પ્રયાસ છે.

ઉપરોક્ત બાબતો સિવાય ફિઝિયોથેરાપી બાબતે જાતે જ કસરતો શરૂ કરવાની, નવા અખતરા કરવાની, સૂચના આપેલી હોય એ પ્રમાણે અનુસરણ ન કરી થોડા જ સમયમાં કસરતો બંધ કરી દેવાની, ઈન્ટરનેટ પર સર્ચ કરી કસરતો શોધી લેવા જેવી અયોગ્ય પદ્ધતિઓનું અનુસરણ ન કરવું જોઈએ, કેમકે આ તમામ બાબતોમાં અનુભવી ફિઝિયોથેરાપીસ્ટને જણાવ્યા વગર એક પણ બાબત કરવી નુક્સાનકારક નિવડી શકે છે.

સ્ત્રોત: ડૉ વિનોદ પટેલ. ફિઝિયોથેરાપી એક્સપર્ટ

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top