હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / હાડકા સંબંધિત / પેઇન મેનેજમેન્ટ / ગરદનનો દુખાવો સ્ટ્રચિંગ, મસાજ અને આઇસ થેરાપી થકી મટી શકે
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ગરદનનો દુખાવો સ્ટ્રચિંગ, મસાજ અને આઇસ થેરાપી થકી મટી શકે

દુ:ખાવો મટ્યા પછી ગરદનનાં સ્નાયુની કસરતો નિયમિતપણે કરવી ખૂબ જરૂરી

આજકાલની લાઇફ સ્ટાઇલ એવી થઇ ગઇ છે કે કમરના દુ:ખાવાની જેમ ગરદનનો દુ:ખાવો ઘણા બધા લોકોને થતો હોય છે. બેસવાની સ્ટાઇલ, કામ કરવાની પદ્ધતિ, સાથે કેટલીક શારીરિક ઉણપો વગેરેને કારણે ગરદનના દુ:ખાવાનો કિસ્સા વધતા જાય છે.
સામાન્ય રીતે મોટા ભાગના લોકોને ગરદન-માથામાં દુ:ખાવો આ કારણે હોય છે. તેમને સર્વિકલ માયોફેસિયલ પેઈન હોય તેવી સંભાવના વધુ હોય છે. એક રીસર્ચ પ્રમાણે ગરદનના દુ:ખાવાની તકલીફ હોય તેવા દર્દીઓ સમાજમાં 85-93% સુધી જોવા મળતા હોય છે જેમને સર્વીકલ માયોફેસિયલ પેઈન હોય છે. તથા આ દુ:ખાવો સામાન્ય રીતે સ્ત્રીઓ તથા પુરુષો બંનેમાં જોવા મળતો હોય છે મુખ્યત્વે ગૃહિણીઓને ઘરકામમાં સ્નાયુનો ‌વધારે પડતો ઉપયોગ તથા ખરાબ પોશ્વરના કારણે દુ:ખાવો થવાની શક્યતા વધારે હોય છે આ દુ:ખાવો સામાન્ય રીતે ૩૫ વર્ષની વય પછી ‌વધુ થતો જોવા મળે છે. ઉંમર વધતા તથા માનસિક તણાવના કારણે પણ આ દુ:ખાવો વધવાની શક્યતા રહેલી હોય છે.
સામાન્ય રીતે જો યોગ્ય સમયે આ રોગનું નિદાન કરવામાં આવે તથા તેની સાચી રીતે સારાવાર કરવામાં આવે તો તે જડમૂળમાંથી ચોક્કસપણે મટી જતો હોય છે. પરંતુ દુ:ખાવો મટી જવો. એટલે રોગ મટી જવો એવી માન્યતા દર્દીએ રાખવી નહીં. સામાન્ય રીતે રોગને જડમૂળમાંથી મટાડવા માટે દુ:ખાવો મટ્યા પછી ગરદનનાં સ્નાયુની કસરતો નિયમિતપણે કરવી ખૂબ જરૂરી છે.
સામાન્ય રીતે દર્દીઓને આ રોગ થવાનાં કારણો અને જરૂરી પરિબળો સમજાવવા ખૂબ જ જરૂરી છે.

સ્ટ્રેચિંગ થેરાપી :

ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા દર્દીઓને સાચી કસરતોનું જ્ઞાન આપવામાં આવે તથા ગરદનના સ્નાયુની સ્ટ્રેચિંગની કસરતો બનાવવામાં આવે અને રીકન્ડિશનિંગ સમજાવવામાં આવે તો તે આ દુ:ખાવો મટાડવામાં ખૂબ જ મદદકારક સાબિત થઈ શકે છે.
આની સાથે સાથે દર્દીઓને તેમના રોજબરોજના પોશ્વરની સાચી જાણકારી અને તેનાં બોડી-મિકેનીકસને કેવી રીતે રાખવું તેના અંગે એજ્યુકેશન આપવામાં આવે તો તે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ઘણી બધી વખત જોણ કરતા લોકોને વર્કિંગ પ્લેસ પર જો ટેબલ-ખુરશી, કમ્પ્યુટર તથા કિબોર્ડની પોઝિશન સરખી ન હોય તો અર્ગોનોમિકસલમાં સુધારો કરવાની સલાહ આપવામાં આને જેનાથી રોજબરોજની ક્રિયાઓમાં સ્નાયુમાં આવતું વધારે પડતું ભારણ અટકાવી શકાય છે અને સ્નાયુની કામ કરવાની ક્ષમતામાં વધારો કરી શકાય છે. એટલે જ એવું કહી શકાય કે જો આ રોગ થવાનાં બધાં કારણો તપાસીને એમાં જરૂરિયાત પ્રમાણે સુધાર-વધારા કરવામાં આવે તો આ રોગને જડમૂળમાંથી કાઢી શકાય છે.
સ્ટ્રેચિંગ સાથે ગરદનનાં સ્નાયુની મજબુતાઈની કસરત કરવાથી તે મજબુત થાય છે.

મસાજ થેરાપી:

ગરદનની આસપાસના સ્નાયુમાં સોજો હોય તથા તેમા ગાંઠ બની હોય જેને ટ્રીગરપોઈન્ટ કહેવામાં આવે છે તેને તોડવા માટે વિવિધ પ્રકારની મસાજ જેમ કે કનિડિંગ, વ્રિગીગ રોલિંગ તથા વ્રાઈબેશન આપવામાં આવે છે જેનાઓથી તેમાં ભેગું થયેલું લેક્ટિક એસિડ છૂટો પાડવામાં આવે છે, જેથી ગાંઠો બ્રેક થઈ જતી હોય છે. ઘણી બધીવાર આ સારવારથી દુ:ખાવો ટેમ્પરરી વધતો હોય એવું લાગે છે. પરંતુ ૨૪ કલાકમાં દુ:ખાવો ઘણો ઓછો થઈ જતો હોય છે. ત્યારબાદ કાયમીપણે ગાંઠોમાંથી છુટકારો મળતો હોય છે અને દુ:ખાવો પણ ઓછો થઈ જતો હોય છે.

આઈસ થેરાપી:

જ્યારે પણ દુ:ખાવો થાય ત્યારે ૧૦-૧૫ મિનિટ ગરદનના સ્નાયુ પર બરફનો શેક કરવો, જેનાથી સોજો ઘણો ઓછો થઈ જતો હોય છે બરફનો શેક દિવસમાં ૨-૩ વખત કરવો જોઇએ.

વધુ માહિતી માટે સંપર્ક કરો

ડો. દીપેન પટેલ (આલયમ) પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com
3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top