હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / હાડકા સંબંધિત / પેઇન મેનેજમેન્ટ / ઉંમર વધે એમ ઘૂંટણનાં હાડકાં ઘસાય, એનાથી ગભરાવું નહીં
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ઉંમર વધે એમ ઘૂંટણનાં હાડકાં ઘસાય, એનાથી ગભરાવું નહીં

આપણે ઘુંટણ વિશે તથાં તેની ગાદી તથાં તેની આજુબાજુનાં સ્નાયુ તથા લીગામેન્ટ વિશે જાણીશું.

આજનાં સમયમાં લોકોને સૌથી વધારે તકલીફ ધુટણનાં દુ:ખાવાની જોવાં મળે છે. કોઈપણ જગ્યાએ માણસો આજકાલ ઘંટણનાં જ દુ:ખાવાની વાતો (ચર્ચા) કરતાં જોવાં મળતાં હોય છે. એક સર્વ પ્રમાણે ભારત દેશમાં 60% લોકો 44(55) વર્ષની ઉમર પછી ઘુંટણનાં દુ:ખાવાની ફરીયાદ કરતાં જોવાં મળતાં હોય છે. બેસીને ઉભા થવામાં તકલીફ, ઊંધમાં પગને ઘુંટણમાં સીઘો કરવામાં તકલીફ એ ખૂબ જ સામાન્ય બાબત આ દુ:ખાવાં માં જોવા મળતી હોય છે

  • આ અંકમાં આપણે ઘુંટણ વિશે તથાં તેની ગાદી તથાં તેની આજુબાજુનાં સ્નાયુ તથા લીગામેન્ટ વિશે જાણીશું. દુ:ખાવાં થવાનું મુખ્ય કારણ તથા કેવી રીતે આ તકલીફોથી બચવું તથા તેનાં વિશે સત્ય અને સમાજમાં પ્રર્વતેલી ગેરમાન્યતા ઓ વિશે જાણીશું.

ઓસ્ટીઓ આરર્થાઈટીસ (ઘુંટણનાં વા)

સૌ પ્રથમ આપણે ઓસ્ટીઓ આરર્થાઈટીસ (ઘુંટણનાં વા) વિશે જાણીએ.

  • ઘુંટણનાં વા એ સામાન્ય રીતે ઉંમર સાથે હાડકાની નીચે આવેલી ગાદીમાં થતો એક પ્રકારનો ઘસારો છે. ઊંમરની સાથે બે હાડકાં એક બીજાની નજીક આવવાની શરૂઆત કરે છે. જેનાથી તેમની વચ્ચે સોજો (સ્વેલીંગ), સ્ટીફનેશ(જડતા) આવવાની શરૂઆત થાય છે. જેના કારણે રોજીદાં જીવનમાં તકલીફો ઊભી થતી હોય છે.
  • સામાન્ય રીતે આ પ્રકારનાં ઘુંટણના વાની શરૂઆત સ્ત્રીઓમાં ૪૫ વર્ષ તથા પુરુષો માં ૫૦ વર્ષ પછી થતી હોય છે. અને ઉંમરની સાથે આ ઘસારો વધતો જતો હોય છે.
  • ઘણી બઘી વખત આ પ્રકારનો ઘુંટણનો વા (દુ:ખાવો) નાની ઉંમરનાં લોકોમાં પણ જોવાં મળતો હોય છે.

ઘુંટણનો ઘસારો,વા, દુ:ખાવો થવાનાં કારણો

  • સૌથી પ્રથમ કરાણ એ ઉંમર છે. જેમ માણસની ઉમરમાં વધારો થાય તેમ તેમનાં ઘુંટણનાં સાંઘાની આસપાસનાં સ્નાયુ ઓ ઉંમર સાથે નબળા પડતાં હોય છે. જેનાં કારણે દુ:ખાવો થવાની શરૂઆત થતી હોય છે. સત્યતો એ હોય છે કે જેટલા પણ માણસની ઉંમર થાય એટલાં લોકો ને વતા ઓછા પ્રમાણમાં ઘુંટણમાં ઘસારો પડતાં લાગે છે. ઘુટણમાં ઘસારો આપણે ઊંડાણમાં સમજીએ તો ઘુંટણમાં મુખ્યત્વે ત્રણ હાડકા (બોન્સ) આવે લાં હોય છે. જેમાં ફીમર, ટીબીયા અને પટેલા નો સમાવેજ થતો હોય છે મુખ્યત્વે બે હાડકાં ટીબીયા અને ફીમર વચ્ચેની જગ્યામાં ઘટાડો થાય છે. જેને ઘુંટણનો ઘસારો કહેવામાં આવે છે. તેથી જ એવું કહેવાય કે લગભગ બધાંજ લોકોને ઊમરની સાથે તે જગ્યામાં ઘટાડો જોવા મળતો હોય છે. એટલે બે હાડકાં (ઘુંટણમાં) વચ્ચે જગ્યાં ઓછી થવી અથવાં ઘસારો પજવો એ તદન સામાન્ય (નોર્મલ) અને નેચરલ (કુદરતી રીતે થતૂ પ્રકીયા) છે. પરંતુ આજના સમયમાં સમાજમાં આ.ના માટે લોકોમાં ખોટી બીકની(ડર) ભાવના જોવાં મળતી હોય છે કે તમને ઘસારો પડયો લાગે છે. ઘુંટણમાં/ ઘુંટણ ઘસાઈ જઇને અવાજ આવવા લાગ્યો છે? બે હાડકાં એકબીજાની ઉપર અથડાઈ રહ્યા હોય એવું લાગે છે? જ્યારે ઉપર માંથી ઘણી વસ્તુઓ તદ્દન કુદરતી પ્રકીયા છે. તેનાથી ડરવાની જરૂર હોતી નથી. જેમ શરીરમાં આંખની દષ્ટિ નબળી પડે છે, કાનમાં સંભળાવાનું ઓછું થાય છે, ચામડીમાં કરચલી ઓ પડે છે, અને સ્નાયુઓ નબળા પડે છે તેમ ઘુંટણના બે હાડકાં વચ્ચે જગ્યામાં ઘટાડો થવો એ કુદરતી પ્રકીયા છે. જે દરેક લોકો ને થતી જોવાં મળતી હોય છે. જગ્યાં ઓછી થવી અને તેની સાથે દુ:ખાવાનો અનુભવ થાય તો તે બાબત વિશે કાળજી રાખવી જોઈએ જેનાથી આ પ્રકીયા ધીમી પાડી શકાય.
  • ઘુંટણનો વા, ઘસારો અથવાં દુ:ખાવો મુખ્યત્વે સ્ત્રીઓ માં પુરુષો કરતાં વધારે જોવા મળે છે

વધુ માહિતી માટે સંપર્ક કરો

ડો. દીપેન પટેલ (આલયમ) પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com
2.97058823529
Chaudhary Manubhai Ramjibhai Jan 15, 2019 10:26 PM

મારી મમ્મીની ઉંમર 45 વર્ષ છે તેને પણ ઘુંટણમા ઘસારો છે..બઉ જ તકલીફ પડે છે..એનો ઉપાય જણાવો..પ્લીઝ

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top