વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ની રિપ્લેસમેન્ટ સર્જરી

ની રિપ્લેસમેન્ટ સર્જરી: ઘૂંટણના દુ:ખાવામાં આશીર્વાદરૂપ

ની રિપ્લેસમેન્ટ સર્જરી ક્યારે?

ડૉક્ટર્સ અનુસાર ઘૂંટણમાં આર્થરાઇટિસ થવાથી કે પછી ઇન્જરીના લીધે અનેક વખત ખૂબ જ મુશ્કેલ સ્થિતિ સર્જાય છે. એ પછી ઉઠવા અને બેસવામાં મુશ્કેલી થાય છે, ત્યાં સુધી કે બેડ પરથી ઊભા થવું પણ મુશ્કેલ થઈ જાય છે. આવી સ્થિતિમાં ની-રિપ્લેસમેન્ટ ઓપરેશન કરવામાં આવે છે.

  1. જો વ્યક્તિ મેદસ્વી હોય તો મોટા ભાગના કેસીસમાં એમ બને છે કે તેને ઓબેસિટીની સાથે ડાયાબિટીસ, બ્લડ-પ્રેશર કે હાર્ટ પ્રૉબ્લેમ કે કૉલેસ્ટેરોલ જેવી કોઈ તકલીફ હોય. આ તકલીફો સર્જરી વખતે કૉમ્પ્લિકેશન ઊભાં કરી શકે છે. જો વજન ઊતરે તો આ તકલીફોને વધુ સરસ રીતે કાબૂમાં લઈ શકાય અને સર્જરીમાં કૉમ્પ્લિકેશન ઓછાં આવે.
  2. આ સિવાય જે વ્યક્તિનું વજન વધારે છે તેમને સર્જરી દરમ્યાન ઍનેસ્થેસિયા આપતી વખતે તકલીફ પડતી હોય છે. આવી વ્યક્તિના શરીર પર ઍનેસ્થેસિયાનું પ્રમાણ ઓછુંવત્તું કરવું પડે છે. એ અસર ન કરે તો વધુ ડોઝ આપવો પડે છે, જે પણ એક મોટું રિસ્ક જ છે.
  3. આ સિવાય જ્યારે ઘૂંટણ અને એની આજુબાજુ મેદ વધુ હોય ત્યારે ટેક્નિકલી પણ એક સર્જન માટે ઑપરેશન અઘરું પડે છે. જે ઇમ્પ્લાન્ટ બેસાડીએ છીએ એમાં પણ તકલીફ આવી શકે છે. ઘણી વાર દરદીને ડાયાબિટીસ હોય તો એ ઘામાં ઇન્ફેક્શનની શક્યતા પણ વધી જાય છે.
  4. આ સિવાય સૌથી મોટી તકલીફ રિકવરીમાં આવે છે. સર્જરી પછી રિકવરી માટે ચાલવું ખૂબ જ જરૂરી છે. જે લોકો મેદસ્વી છે તેઓ તેમના વજનને લીધે વધુ હરીફરી શકતા નથી. એટલે રિકવરી જલદી આવતી નથી.

ડૉક્ટર્સ અનુસાર ઘૂંટણમાં આર્થરાઇટિસ થવાથી કે પછી ઇન્જરીના લીધે અનેક વખત ખૂબ જ મુશ્કેલ સ્થિતિ સર્જાય છે. એ પછી ઉઠવા અને બેસવામાં મુશ્કેલી થાય છે, ત્યાં સુધી કે બેડ પરથી ઊભા થવું પણ મુશ્કેલ થઈ જાય છે. આવી સ્થિતિમાં ની-રિપ્લેસમેન્ટ ઓપરેશન કરવામાં આવે છે.

ટોટલ ની રિપ્લેસમેન્ટ સર્જરી દરમિયાન સમગ્ર ઘૂંટણને બદલવામાં આવે છે જ્યારે યૂનિકમ્પાર્ટમેન્ટલ ની રિપ્લેસમેન્ટ દરમિયાન ઘૂંટણના ઉપરના કે મધ્ય ભાગને બદલવામાં આવે છે.

મેડિકલ ફીલ્ડમાં ડેવલપમેન્ટના કારણે અનેક લેટેસ્ટ ટેક્નિક્સથી સર્જરી ખૂબ સરળ, સુરક્ષિત અને ઇફેક્ટિવ રહી છે. ની રિપ્લેસમેન્ટ કર્યા બાદ જીવનમાં પરિવર્તન આવી જાય છે. ઘૂંટણમાં ફ્લેક્સિબિલિટી આવવાથી પેશન્ટ્સનો કોન્ફિડન્સ પણ વધી જાય છે.

ની રિપ્લેસમેન્ટ ઓપરેશન કર્યા બાદ તમારે સર્જનની સલાહો અનુસરવી જોઈએ. કદાચ થોડા સમય પૂરતું તમને ઇક્વિપમેન્ટની જરૂર રહેશે. ની રિપ્લેસમેન્ટ બાદ ડૉક્ટરની સલાહ અનુસાર એક્સરસાઇઝ કરતા રહેવી જોઈએ. ઓપરેશનનાં થોડાં અઠવાડિયાં બાદ પણ તમારાં હાડકાં જકડાઈ જાય તો તમારે તરત જ તમારા સર્જનની પાસે જતા રહેવું જોઈએ.

સ્ત્રોત: નવગુજરાત સમય

3.09090909091
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top