હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / કેન્સર સંબંધિત / વહેલા પુખ્ત થાઓ તો પણ કેન્સરનું જોખમ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

વહેલા પુખ્ત થાઓ તો પણ કેન્સરનું જોખમ

વહેલા પુખ્ત થાઓ તો પણ કેન્સરનું જોખમ રહેલું છે

બાળકો વહેલાં પુખ્ત બને તો પાછલી વયમાં તેમને કેન્સર થવાનું જોખમ રહે છે તેમ સંશોધકોએ પ્રથમ વખત સાબિત કર્યું છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ નવા જીનેટિક પુરાવાઓની ઓળખ કરી છે, જેમાં પુખ્તાવસ્થામાં વહેલો પ્રવેશ થતો હોય ત્યારે કેટલાક કેન્સર સેક્સ હોર્મોન્સ પ્રતિ સંવેદનશીલ થતાં હોવાનું જણાયું હતું.
અત્યારે, ખાસ કરીને છોકરીઓ વહેલી પુખ્ત બનતી હોવાનું ધ્યાનમાં આવ્યું છે, તેના અનેક પરિબળ હોય છે. પુખ્તાવસ્થામાં પ્રવેશ સાથે વ્યક્તિની પ્રજનનક્ષમતા આવે છે અને જેટલી વહેલી પુખ્તતા આવે તેના દર વર્ષદીઠ બ્રેસ્ટ કેન્સર થવાના જોખમમાં છ ટકાનો વધારો થતો હોય છે. એન્ડોમેટ્રિટલ કેન્સર થવાના જોખમમાં ૨૮ ટકા, ઓવેરિયન કેન્સરમાં આઠ ટકા જ્યારે પ્રોસ્ટેટ કેન્સરના જોખમમાં ૯ ટકાનો વધારો થાય છે. આનો અર્થ એ થાય કે જે છોકરીઓ ૧૨ વર્ષની વયે પુખ્તાવસ્થામાં પ્રવેશે તેની સરખામણીએ ૧૦ વર્ષની વયે પુખ્ત બનેલી છોકરીને જીવનકાળમાં બ્રેસ્ટ કેન્સરનું જોખમ ૧૨ ટકા વધી જાય છે.

સ્ત્રોત: સદાબહાર સ્વાસ્થ્ય, ગુજરાત સમાચાર

3.08
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top