વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

દવાને કારણે થતા કિડનીના પ્રશ્નો

દવાને કારણે થતા કિડનીના પ્રશ્નો વિશેની માહિતી આપેલ છે

દવા ને કારણે કિડની ને નુકસાન થવાનું સામાન્ય છે.

દવા ના કારણે શરીરનાં બીજાં અંગો કરતાં કિડનીને નુકસાન થવાનો ભય શા માટે વધારે રહે છે ?

દવાને કારણે  કિડનીને નુકસાન થવાની શક્યતા વધારે હોવા માટેનાં મુખ્ય બે કારણો છે:

કિડની દ્વારા દવાનો નિકાલ :

મોટા ભાગની દવાઓનો શરીરમાંથી કિડની દ્વારા નિકાલ થાય છે. આ પ્રક્રિયા દરમ્યાન કેટલીક દવાઓ કે તેના રૂપાંતર બાદ બનેલા પદાથોથી કિડનીને નુકસાન થઈ શકે છે.

કિડની ને વધુ લોહી પહોચવું:

હદયમાંથી દે મિનિટે નીકળતા કુલ લોહીની પાંચમો ભાગ કિડનીમાં જાય છે. કદ અને વજનના પ્રમાણમાં આખા શરીરમાં સૌથી વધુ લીહી કિડનીમાં પહોંચે છે. આ કારણસર દવાઓ અને કિડનીને નુકસાનકારક અન્ય પદાથો પણ ટુંકા સમયમાં, વધુપ્રમાણમાં કિડનીમાં પહોંચવાથી કિડનીને નુકસાન થવાની શક્યતા વધી જાય છે.

કિડનીને નુકસાન કરતી મુખ્ય દવાઓ :

દર્દશામક દવાઓ :

શરીર અને સાંધાના નાના-મોટા દુઃખાવા માટે આ પ્રકારની દવાઓ ડોક્ટરની સલાહ વગર મોટા પ્રમાણમાં લેવામાં આવે છે. આ કારણસર દવાને લીધે કિડની બગડવા માટે દર્દશામક દવાઓ સૌથી વધારે જવાબદાર હોય છે.

દર્દશામક દવાઓ કિડની બગડવા માટેનું મુખ્ય કારણ છે.

દર્દશામક દવાઓ એટલે શું ? કઈ કઈ દવાઓ આ પ્રકારની છે ?

દુઃખાવો અને તાવ ધટાડવા માટે વપરાતી દવાઓને દર્દશામક (Nonsteroidal anti-inflammatory drugs –NSAIDs) દાવો કહે છે. આ પ્રકારની સામાન્ય રીતે વપરાતી દવાઓમાં પેરાસીટેમોલ, એસ્પીરીન, આઈબુપ્રુફન, કીટોપૃફન ડાઈકલોફેનાક સોડીયમ, નીમેસુલાઈડ વગેરેનાસમાવેશ થય છે.

શું દર્દશામક દવાઓથી હંમેશાં દરેક વ્યક્તિમાં કિડની બગડવાનું જોખમ રહે છે ?

ના, ડોક્ટરની સલાહ મુજબ સામાન્ય વ્યક્તિમાં યોગ્યમાત્રા અને સમય માટે દર્દશામક દવાઓનો ઉપયોગ સંપૂર્ણ સલામત હોય છે. પરંતુ આપણે એ જાણવું જરૂરી છે કે કિડની ને નુકસાન પહોંચાડતી દવાઓમાં અમાઈનોગ્લાઇકોસાઇદ ગ્રુપ ની દવાઓ પછી બીજા ક્રમે આવતી દવા દર્દશામક દવાઓ હોય છે.

ક્યારે દર્દશામક દવાઓથી કિડની બગડવાનું જોખમ રહે છે ?

નીચે સંજોગોમાં દર્દશામક દવાઓથી કિડની બગડવાનું જોખમ વધારે રહે છે:

 • ડોક્ટર દેખરેખ વગર, લાંબા સમય માટે, વધુ ડોઝમાં દવાનો ઉપયોગ.
 • એક જ ગોળીમાં એક સાથે ધણી દર્દશામક દવાઓનાં મિશ્રણ ધરાવતી દવાઓનો લાંબા સમય માટે ઉપયોગ(જેમ કે એ.પી.સિ. એસ્પીરીન, ફિનાસેટિન અને કેફીનનું મિશ્રણ ધરાવતી દવા છે.)
 • મોટી ઉમંરે, કિડની ફેલ્યર હોય ત્યારે, ડાયાબીટીસમાંઅને શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી હોય ત્યારે દર્દશામક દવાઓનો ઉપયોગ.

કિડની ફેલ્યરના દર્દીઓને કઈ દર્દશામક દવા સૌથી વધુ સલામત છે ?

પેરસીટેમોલ (એસીટામીનોફેન) અન્ય દવાઓ કરતા સલામત દવા છે.

ધણા દર્દીઓને હૃદયની તકલીફ માટે હંમેશાં એસ્પીરીન લેવાની સૂચના આપવામાં આવે છે, તો શું તે કિડનીને નુકસાન કરી શકે છે ?

હૃદયની તકલીફ માટે એસ્પીરીન નિયમિત પરંતુ ઓછા ડોઝમાં લેવાની સલાહ આપવામાં આવે છે, જે કિડની માટે જોખમરૂપ નથી.

અયોગ્ય રીતે લેવાતી દર્દશામક દવાઓ કિડની માટે જોખમરૂપ બની શકે છે.

શું દર્દશામક દવાઓથી બગડેલી કિડની ફરી સુધરી શકે છે ?

હા અને ના. હા. જ્યારે દર્દશામક દવા ટુંકા સંય માટે લેવાને કારણે કિડની એકાએક બગડી હિય ત્યારે, તે દવા બંધ કરી યોગ્ય સારવાર આપવાથી બગડેલી કિડની ફરી સુધરી શકે છે.

ના, મોટી ઉમંરના કેટલાક દર્દીઓએ સાંધાના દુઃખાવા માટે લાંબા સમય માટે દર્દશામક દવા લેવી પડે છે. દોઢ-બે વર્ષ કે તેથી વધુ લાંબોસમય એકધારી દવા લેવામાં આવે ત્યારે કેટલાક દર્દીઓમાં કિડની ધીરે ધીરે ફરીથી ન સુધરી શકે તેવી રીતે નુકસાન પામી શકે છે. આવા દર્દીઓએ આ પ્રકારની દવાઓ ડોક્ટરની સલાહ અને દેખરેખ નીચે જ લેવી હિતાવહ છે.

લાંબાસમય માટે દર્દશામક દવાની કિડની પરની અસરનું વહેલું નિદાન કઈ રીતે કરવામાં આવે છે?

પેશાબની તપાસમાં પ્રોટીન જતું હોય તે કિડની પરની આડ અસરની સૌ પ્રથમ અને એકમાત્ર નિશાની હોઈશકે છે. કિડની વધુબગડે ત્યારે લોહીની તપાસમાં ક્રીએટીનીનનું પ્રમાણ વધારે જોવા મળે છે.

દર્દશામક દવાઓ ને કારણે થતું કિડની ને નુકસાન કઈ રીતે અટકાવી શકાય?

નીચે મુજબ ના સામાન્ય ....... થી દર્દશામક દવાને કારણે કિડની ને થતું નુકસાન અટકાવી શકાય છે:-

 • બિનજરૂરી દર્દશામક દવાઓ નો ઉપયોગ ન કરવો.
 • દર્દશામક દવા ઓ લાંબા સમય માટે ડોક્ટર ની સલાહ મુજબ જ લેવી.
 • દરરોજ પુષ્કળ પાણી પીવુ. શરીર માં યોગ્ય પ્રવાહી ને કારણે કિડની ને પુરતુ લોહી પહોચાડશે અને કિડની ને થતુ નુકશાન અટકાવી શકશે.

એમાઈનોગ્લાઈકોસાઈડ્રસ :

ચેપ ના કાબૂ માટે અસરકારક તરીકે ઓળખાતા ઇંજેક્ષન નો કિડની ને નુકશાન કરી શકે છે. આ ઇંજેક્ષનનો ચાલુ કર્યા પછી ૭-૧૦ દિવસે કિડની ને નુકશાન થઈ શકે છે. આ દવા થી કિડની ની કાર્યક્ષમતા માં ઘટાડો થવા છતા પેશાબ ની માત્રા માં કોઈ ઘટાડો થતો નથી. તેથી ઘણીવાર આ પ્રકાર ના દર્દી માં કિડની ફેલ્યર નુ નિદાન ચૂકાય જાય છે.

મોટા ઉમર, ડાયાબીટીસ અને શરીરમાં પ્રવાહી ઊચું હોય ત્યારે દવાની કિડની પર આડ અસર થવાનો ભય વધારે રહે છે.

જેન્ટમાઈસિન નામની દવાને કારણે કિડનીને નુકસાન થવાની શક્યતા રહે છે. જ્યારે તેનાં ઇન્જેકશનો લાંબા સમય માટે, વધુ ડોઝમાં લેવાં પડે કે મોટી ઉમંર, નબળી કિડની, શરીરમાં પ્રવાહી ઊચું હોય તે સંજોગોમાં વાપરવાં જરૂરી હોય ત્યારે કિડની બગડવાની શક્યતા વધારે રહે છે.

આ દવા જોસમયસર બંધ કરી દેવામાં આવે તો મોટા ભાગના દર્દીઓની કિડની થોડાસમયમાં સંપૂર્ણપણે કામ કરતી થઈ જાય છે.

અમાઈનોગ્લાઈકોસાઈડ્સ દવાઑ ને કારણે થતુ નુકશાન કેવી રીતે અટકાવી શકાય?

કિડની ને આ પ્રકાર ની દવાઑ ને કારણે થતુ નુકશાન અટકાવવા માટે ના સૂચનો નીચે મુજબ છે.

 • દિવસ મા બે વખત ના બદલે ઍક વખત જ આ ઇંજેક્ષન આપવાથી કિડની ઉપર થતી આડઅસર ઘટી જાય છે.
 • યોગ્ય માત્રા માં અને યોગ્ય સમય ગાળા માટે આ દવા ના ઉપયોગ થી કિડની પર થતી આડઅસર ઘટાડી કે અટકાવી શકાય છે
 • જે વ્યક્તિઓ માં કિડની ઓછી કામ કરતી હોય તેને આ પ્રકાર ના ઇંજેક્ષનનો ના ડોસ માં ઘટાડા થી કિડની પર થતી આડઅસર ઘટાડી શકાય છે.

રેડિયો કોન્ટ્રાસ્ટ ઇન્જેકશનો

રેડિયોકોન્ટ્રાસ્ટ ઇન્જેકશનો ને કારણે કેટલાક દર્દીઓ માં કિડની બગડવાનું જોખમ રહે છે. પરંતુ મોટાભાગ ના દર્દીઓમાં આ પ્રકારે કિડની ને થયેલ નુકસાન ધીરે ધીરે સુધરી શકે છે. જે દર્દીઓ ની કિડની ઓછી કામ કરતી હોય, જેમને ડાયાબીટીસ હોય,

શરીરમાં પ્રવાહી ઘણું ધટી ગયું હોય, ઉમંરવધારે હોય કે સાથે કિડનીને નુકસાન કરે તેવી અન્ય દવા ચાલતી હોય ત્યારે આ આયોડીન ધરાવતા પદાર્થનાં ઇન્જેક્શન દ્વારા એક્સ-રે પાડ્યા બાદ કિડની બગડવાની શક્યતા રહે છે. મોટા ભાગના દર્દીઓમાં કિડનીને થયેલું નુકસાન ધીરે ધીરે સુધરી જાય છે.

આયુર્વેદિક દવાઓ કિડની માટે હંમેશાં સંપૂર્ણપણે સલામત છે તે ખોટી માન્યતા છે.

રેડિયોકોન્ટ્રાસ્ટ ના ઇન્જેકશનો નો ડોજ ઓછો કરવો, નોન આઈયોનીક કોન્ટ્રાસ્ટ નો ઉપયોગ કરવો, શરીરમાં પ્રવાહી નું પ્રમાણ પુરતું જાળવવું અને ડોક્ટર ની સલાહ મુજબ સોડાબાઈકાર્બ અને એસીટાઈલસિસટીન નામ ની દવા આપવાથી કિડની ને થતા નુકસાન ને ઘટાડી શકાય છે.

અન્ય દવાઓ

કેટલીક વખત કિડનીને નુકસાન કરી શકે તેવી અન્ય દવાઓમાં અમુક એન્ટીબાયોટિકસ, કેન્સરની સારવારમાં વપરાતી દવાઓ અને ટી.બી.ની સારવારમાં વપરાતી દવાઓનો પણ સમાવેશ થાઈ છે.

આયુર્વેદિક દવાઓ :

 • આયુર્વેદિક દવાઓની કોઈ જ અસર હોતી નથી તે ખોટી માન્યતા છે.
 • આયુર્વેદિક દવામાં વપરાતી ભરે ધાતુઓ(સીસું, પારો વગેરે)થી કિડનીને નુકસાન થઈ શકે છે.
 • આ ઉપરાંત કિડની ફેલ્યરના દર્દીઓમાં અમુક પ્રકારની આયુર્વેદિક દવાઓ કેટલીક વખતે જોખમી બની શકે છે.
 • કેટલીક દવાઓમાં પોટેશિયમનું વધુ પ્રમાણ કિડની ફેલ્યરના દર્દીઓ માટે જીવલેણ બની શકે છે.

સ્ત્રોત: કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન

3.06666666667
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top