অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વ્યક્તિને હેરાન કરતી એલર્જી

એલર્જી એટલે શું?

આપણું શરીર તેમાં પ્રવેશતા વિવિધ રજકણો, બાહ્ય તત્વો, વિવિધ બેક્ટેરીયા, વાયરસ વગેરે સામે રક્ષણતંત્ર ધરાવે છે. જ્યારે કોઈ પરાગરજ કે ધૂળના રજકણ આપણા શરીરમાં શ્વાસ વાટે શ્વસનનળીનાં સંપર્કમાં આવે છે ત્યારે આ કોષોમાં પ્રતિસાદરૂપે એન્ટી-બોડીઝ ઉત્પન્ન થાય છે જેને એલર્જી તરીકે ઓળખવામાં આવે છે. સાદા શબ્દોમાં કહીએ તો શરીર જે વસ્તુને સહન કરી શકતી નથી અને તેની પ્રતિક્રિયારૂપે જે શારીરિક તકલીફ ઉદભવે છે તેને એલર્જી કહેવામાં આવે છે.

એલર્જીના પ્રકાર

  • શરદી- જેમાં નાકમાંથી પાણી આવવું, છીંકો આવવી, નાક બંધ થઈ જવું, ખાંસી આવવી, માથાનો દુખાવો વગેરે.
  • દમ – શ્વાસ ચઢવો તે પણ એલર્જીનો પ્રકાર છે જેની અતિ તીવ્રતા અસ્થમા તરીકે પણ ઓળખાય છે.
  • આંખો – આંખો લાલ થવી, ઝીણી વલુર આવવી, પાણી નિકળવું, આંખની આજુબાજુ પાંપણ સુઝી જવી.
  • ચામડી – ખંજવાળ આવવી, ખરજવું થવું, ચામડી લાલ થઈ જવી વગેરે.
  • ડ્રગ – કેટલીક દવાઓ લેવાથી પણ રિએક્શન આવવું તથા અન્ય સમસ્યા થવી એ ડ્રગ એલર્જીના પ્રકારો છે.

એલર્જી કરતા ઘરેલુ કારણો

  • પલંગ અને તકીયામાં રહેતા ધૂળના રજકણો.
  • માઈટ નામની જીવાત.
  • પ્રાણીનો ખોડો, પ્રાણીની રૂવાટી, ફૂગ, ઊન.
  • અગરબત્તીની વાસ, સિગરેટનો ધુમાડો.
  • મચ્છર અગરબત્તીની વાસ, સ્ટ્રોંગ પરફ્યુમ, રસોઈનો વઘાર.
  • જૂના ચોપડા, પસ્તી-પેપર.
  • દળાતા લોટની રજોટી.

ઘર બહારનાં કારણો

  • પરાગરજ, કેરોસીન-લાકડા તથા વાહનો સહિતની વસ્તુઓના કારણે થતો ધૂમાડો.
  • કોસ્મેટીક વસ્તુઓનો ઉપયોગ, હવામાનમાં ફેરફાર (ખાસ કરીને ઠંડી કે ભેજવાળી હવા), કાપડની મિલો પાસે ઉડતી રૂ ની રજકણો.
  • કન્સ્ટ્રક્શન સાઈટ્સ પાસે ઉડતી ધૂળ, સિમેન્ટની રજકણો.
  • જંક ફૂડ, ઠંડા પીણા, આઈસ્ક્રીમ, બરફ જેવા ખોરાક.

નિદાન

  • લોહીમાં શ્વેતકણોમાં ઈયોસિનોફિલના ટકા માપવા.
  • લોહીમાં IgEનું પ્રમાણ.
  • ચામડીની એલર્જી માટે સ્કીન પ્રિક ટેસ્ટ.
  • છાતીનો એક્સ-રે, પીએફટી ટેસ્ટ.

ઔષધ-ઉપચાર

  • એલર્જીની સારવાર અને ઉપચાર માટે ડોક્ટરનો સંપર્ક કરો.
  • એન્ટી હિસ્ટામાઈન ગોળીઓ, શ્વાસ નળીને એલર્જીથી મુક્ત કરતી દવાઓ, ઈન્જેક્શન અથવા નેબ્યુલાઈઝરથી આપવામાં આવે છે.
  • જરૂર પડે સ્ટીરોઈડ્સ પણ આપવામાં આવે છે.
  • જીભ નીચે મુકવાની એન્ટી એલર્જીક દવાઓ.

સૂચનો

  • ઘરમાં હવા સ્વચ્છ અને તાજી રહે તે માટે અગરબત્તી કે રસોઈનો ધૂમાડો તથા વાસના નિકાલ માટે રૂમની બારીઓ ખોલી નાંખો.
  • કેરોસીન, કોલસો કે લાકડાનો બળતર તરીકે ઉપયોગ કરતી વખતે તેનો ધૂમાડો ઘરની બહાર નિકળે તેવી વ્યવસ્થા રાખો.
  • વંટોળ, વાવાઝોડા જેવી પરિસ્થીતીમાં ઘરમાં આવતી ધૂળ, આજુબાજુના ફૂલ-ઝાડની પરાગરજને ઘરમાં પ્રવેશતી અટકાવવા બારી બંધ રાખો.
  • રૂમની સફાઈ, રંગ-રોગાન, દવાઓનો છંટકાવ એલર્જીનો દર્દી ઘરમાં ના હોય ત્યારે કરો અને માસ્ક પહેરો.
  • ખોરાકની એલર્જી ધરાવતા દર્દીઓએ થોડું જમવુ, પેટ ભરીને એક વારમાં જમવું નહીં.
  • વાસી ખોરાક તથા આથા વાળી વસ્તુઓ ખાવાનું ટાળવું.
  • ફૂડ કલર્સ, પ્રિઝર્વેટીવ વાળા ખોરાક તથા જંક ફૂડથી

દૂર રહો

  • મધમાખી જેવા જંતુના ડંખના ઝેર પ્રત્યે જીવલેણ પ્રતિક્રિયા થઇ શકે છે અને તે માટે યોગ્ય તપાસ.
  • ક્રોનિક શીળસ ઘણા મહિના સુધી કે વર્ષો સુધી રહી શકે છે જેમાં એલર્જી ભાગ્યે જ શોધી શકાય છે.
  • ગમો-અણગમો એ સજીવ ચેતના સાથે સંકળાયેલ એક અભિન્ન અંગ છે. “ગમતાનો કરીએ ગુલાલ”.
  • ખરજવા થવાના મુખ્ય કારણોમાં જીનેટીક વારસો જવાબદાર છે.

લેખક ડો તુષાર પટેલ  પલ્મોનોલોજિસ્ટ.

લેખક ડો તુષાર પટેલ પલ્મોનોલોજિસ્ટ.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/6/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate