অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આંખ માટે આટલુ કરો

આંખ માટે આટલુ કરો

  • આંખ ઉપર કામનો વધુ પડતો બોજો ન આવે તેમ સંભાળો.
  • ભારે પ્રકાશ કે પૂરતા પ્રકાશ વિના વાંચશો નહીં.
  • રાતના ઉજાગરા, ચાલુ ગાડીએ વાંચવાની ટેવ, ધુમાડિયું વાતાવરણ, મેલાગંદા ટુવાલ કે રૂમાલનો આંખ લુછવામાં ઉપયોગ ન કરવો. વધુ પડતી ફિલ્‍મો અને ટી. વી. જોવાથી આંખ જરૂર બગડે છે.
  • આંખ જેવા નાજુક અવયવમાં ગમે તેવા સુરમા, બજારૂ કાજલ, મેશ, મોરથુથુ, કેલોમસ – પાટો, સિંદુર વગેરે આંજશો નહીં.
  • આંખની પાંપણ પૂરા પલકારા માર્યા સિવાય એકીટશે કોઈ વસ્‍તુને જોયા કરવાની ટેવથી પણ આંખો ખરાબ થાય છે.
  • બિનજરૂરી શોખનાં ચશ્‍માથી પણ આંખો બગડે છે.
  • ધૂળ – કચરો કે કાંકરી પડે તેવું લાગે ત્‍યારે ગોગલ્‍સ પહેરવા.
  • લીલોતરી, હરિયાળો પટ જોવાની ટેવ પાડો, આંખનું તેજ ટકશે.
  • નજીકનું વંચાય નહીં કે કાળા પાટિયા ઉપરનું બરાબર દેખાય નહીં તો તરત આંખના ડૉકટરની સલાહ લેવી.
  • વાંચતા લખતા આંખ થાકી જાય ત્‍યારે થોડી વાર આંખ બંધ કરીને તેને આરામ આપો.
  • આંખને હંમેશા ઠંડા પાણીથી ધોવાની ટેવ પાડો.
  • સૂર્યગ્રહણ સામે જોવાથી ક્યારેક કાયમી દ્રષ્ટિ જતી રહે છે.
  • આંખની બરબાદી અટકાવવા પેટ સાફ આવે તેવી ચીવટ રાખો.
  • હોજરીમાં ગરમી કે ખટાશ વધી જવાથી આંખો ઉઠી આવે છે.
  • આંખમાં દાહ, વેદના સાથે પાણી ટપકતું હોય, આંજણી, ખીલ કે અન્‍ય ફરિયાદ હોય ત્‍યારે આંખમાં દવાઓ ઠાલવવાને બદલે પાચનક્રિયા સુધારવા તરફ ખાસ ધ્‍યાન આપો.
  • લીલા શાક, કચુંબર, ભાજીઓ, મગ, મગની દાળનું ઓસામણ અને ભાત જેવો હળવો ખોરાક લેવો.બને તો એક-બે ઉપવાસ કરવાથી પણ ફાયદો થાય છે.
સ્ત્રોત: ભાટિયા કોમ્યુનીટી મિશન ફાઉન્ડેશન

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate