હોમ પેજ / આરોગ્ય / નીતિઓ અને યોજનાઓ / જનની સુરક્ષા યોજના
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

જનની સુરક્ષા યોજના

ગરીબી રેખા હેઠળની બી.પી.એલ.કાર્ડ ધરાવતી કુટુંબની પ્રસુતા બહેનો, અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જન જાતિ કુટુંબોની માહિતી આપવામાં આવી છે

અ.નં.

વિગતો

યોજનાનું નામ/પ્રકાર

જનની સુરક્ષા યોજના

યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ

આ યોજનામાં ગરીબી રેખા હેઠળની બી.પી.એલ.કાર્ડ ધરાવતી કુટુંબની પ્રસુતા બહેનો, અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જન જાતિ કુટુંબોની તમામ પ્રસુતા બહેનોને લાભ આપવામાં આવે છે, જે લાભાર્થી પાસે બી.પી.એલ. કાર્ડ ઉપલબ્‍ધ ન હોય તેમણે તેઓના વિસ્‍તારનાં તલાટી કમ મંત્રી, સરપંચ, મામલતદાર, મુખ્‍ય અધિકારી પાસેથી આવકનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.

યોજના અંતર્ગત સહાય/લાભ

આ યોજના હેઠળ લાભાર્થીને રૂ.૭૦૦/- ગ્રામ્ય વિસ્તારમાં તેમજ રૂ. ૬૦૦/- શહેરી વિસ્તારમાં પોષણયુકત ખોરાક, પ્રસુતિ સમયે થતો દવાનો ખર્ચ કે અન્‍ય કોઇ ખર્ચને પહોંચી વળવા માટે સર્ગભાવસ્‍થાના છેલ્‍લા ત્રણ મહિનાના સમયગાળામાં ચુકવવામાં આવે છે.

યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ

આ યોજનાં અંતર્ગત સહાય માટે સ્‍ત્રી આરોગ્‍ય કાર્યકર પાસે ફોર્મ ભરાવાનું રહેશે અને સાથે બી.પી.એલ. કાર્ડનો અથવા આવકનો પુરાવો લગાવાનો રહેશે.

યોજનાનો લાભ કયાંથી મળશે.

સ્‍ત્રી આરોગ્‍ય કાર્યકર ( આપના વિસ્‍તાર) નાં ધ્‍વારા આપને આ લાભ આપવામાં આવશે.

સ્ત્રોત: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

 

2.9347826087
વસાવા Haresh Jun 12, 2018 01:07 PM

મારુ નામ વસાવા Haresh ભાઈ ગામ -ધવલીવેર, તાલુકા-સાગબારા, જનની surcksa નું ફોર્મ ૨ વર્ષથી ભરેલું છે,લાભ મળેલું નથી, ડિલિવરી ના સમયે ૬૦૦૦ હજાર રૂપિયા મળે છે, આજ સુધી એક રૂપિયો પણઃ મળિયો નથી તેની માહિતી આપશો, મોં-81*****46

મનોજ ભાઇ May 22, 2018 07:17 PM

હું બીપીએલ કાર્ડ ધારક છુ મારી પત્ની સગર્ભા છે સોનોગ્રાફી થી જાણવા મળ્યું છે કે બે જોડિયા બાળકો છે તો કૃપા કરીને મને મળતાં લાભ વિશે વિસ્તારમાં જણાવશો આભાર

સંજય પટેલ Nov 21, 2017 04:31 PM

જનની સુરક્ષા યોજના નુ ફોમ કઈ સાઈડ ઊપરથી મળસશે

સંજય કુમાર Sep 09, 2017 02:29 PM

મારુનામ સંજય છે ઠાસરાતાલુકાનો વતની છુ મે જનની સુરક્ષાનુ ફોમ ડોડ વરસથી ભરેલુ છે લાભ મળેલ નથી phcપીપલવાડા લાગેછે તેની માહિતી આપશો મો-98*****79

આઈ.ડી વાઘેલા Jun 14, 2017 09:59 PM

લખતર તાલુકાના અધિકારીઓ બરાબર માહીતી આપતા નથી ડિલવરી ના ૬૦૦૦ મલેછે અને અમને ખાલી ૨૦૦૦નો હપતો આપીયો છે બાબો ડોઢ વરશનો થયો છે તો બાકી રકમ રુ૪૦૦૦કયારે આપવામા આવશે.

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top