હોમ પેજ / આરોગ્ય / નીતિઓ અને યોજનાઓ / કસ્તુરબા પોષણ સહાય યોજના
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

કસ્તુરબા પોષણ સહાય યોજના

કસ્તુરબા પોષણ સહાય યોજના વિષે માહિતી આપેલ છે

”


આ વિડિયોમા સર્ગભાવસ્થામાં પોષણ વિષે જરૂરી માહિતી આપવામાં આવી છે

અનુ

વિગતો

યોજનાનું નામ / પ્રકાર

કસ્તુરબા પોષણ સહાય યોજના

યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ

શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારની ગરીબી રેખા હેઠળની સગર્ભા માતાઓ.

ત્રણ બાળકો સુધીની પ્રસુતિ માટે સૂચવ્યા પ્રમાણે રૂા.૬૦૦૦/- ની નકકી કરેલ રકમ ત્રણ તબકકામાં એટલે કે પ્રતિ તબકકે રૂા.૨૦૦૦- ઠરાવેલ શરતોથી સહાય આપવાની રહેશે.

જે જિલ્લાઓમાં ઇન્દીરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના (IGMSY) લાગુ પડતી હોય ત્યાં તેના લાભાર્થી ન હોય તેને  જ આ યોજનાનો લાભ મળશે.

યોજના અંતર્ગત સહાય /લાભ

  1. સગર્ભાવસ્થામાં પ્રથમ છમાસમાં આંગણવાડી ખાતે મમતાદિવસમાં સગર્ભાવસ્થાની નોંધણી કરાવવાથી રૂા.૨,૦૦૦/- ની સહાય.
  2. સરકારી દવાખાનામાં અથવા ચિરંજીવી યોજના અંતર્ગત સુવાવડના પ્રથમ અઠવાડિયામાં રૂ.૨૦૦૦/- ની સહાય.
  3. બાળકની માતાને પોષણ સહાય રૂપે બાળકના જન્મ બાદના ૯ મહિના પછી અને ૧૨ મહિના પહેલા મમતા દિવસે ઓરીની રસી સાથે વિટામીન - એ આપ્‍યા બાદ અને સંપૂર્ણ રસીકરણ પૂર્ણ થયા બાદ રૂ. ૨૦૦૦/- ની સહાય..  આમ, કુલ રૂ. ૬૦૦૦/- ની સહાય દરેક લાભાર્થી માતાને મળશે.

યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ

  1. લાભાર્થી એ મમતા દિવસે સગર્ભાવસ્‍થાના પ્રથમ છમાસનાં ગાળામાંએફ.એચ. ડબ્લ્યુ. પાસે નોંધણી કરાવવાથી લાભ મળવાપાત્ર થશે.
  2. ગરીબી રેખા હેઠળ ની સગર્ભા માતાએ સુવાવડ સરકારી દવાખાના અથવા ચિરંજીવી યોજના હેઠળના દવાખાનામાં કરાવવાથી બીજો હપ્તો મળવાપાત્ર થશે.
  3. ગરીબી રેખા હેઠળની માતાના બાળકને બાળકના જન્મ બાદ ના ૯ માસ પછી અને ૧૨ મહિના પહેલા મમતા દિવસે ઓરીની રસી  સાથે વિટામીન - એ આપ્યા બાદ અને સંપુર્ણ રસીકરણ પુર્ણ કરાવ્યા બાદ ત્રીજો હપ્તો મળવાપાત્ર થશે.

યોજનાનો લાભ કયાંથી મળશે.

નાણા સીધા લાભાર્થીના ક્રોસ ચેકથી બેંક ખાતામાં/ પોસ્ટ ઓફિસ ખાતામાં જમા થશે.

સ્ત્રોત: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

 

2.98701298701
રવિ સોલંકી ભાવનગર Jul 19, 2016 11:36 AM

આ યોજના માં મારા પત્ની ના ખતાં માંબીજા હપ્તાના 600 રૂપિયા જમા થયો છે સાહેબ આની ફરિયાદ કાય કહેવી .

વિનોદભાઇ ભીખાભાઇ મેર. ખોડીયાર પરા મુ.તા-વિંછીયા-360055. જિ-રાજકોટ મો-9033316158 Jun 11, 2016 09:54 PM

"કસ્તૂરબા પોષણ સહાય" યોજના અમારી જેવા ગરીબી રેખા નીચે જીવતા પરીવારો માટે એક ખરેખર આશિર્વાદ રુપ છે. આશા વર્કર થી લઇને આ યોજના ઘડનાર તથા તમામ કાર્યકરો નો અમે પતિ-પત્ની બંને હ્રદય પૂર્વક આભાર માનીએ છીએ... અને આશા રાખીએ કે બીજા બે હપ્તા પણ સમયસર મળી જાય....

વિનોદભાઇ ભીખાભાઇ મેર. ખોડીયાર પરા મુ.તા-વિંછીયા-360055. જિ-રાજકોટ મો-9033316158 Jun 11, 2016 09:37 PM

"કસ્તૂરબા પોષણ સહાય" યોજના અમારી જેવા ગરીબી રેખા નીચે જીવતા પરીવારો માટે એક ખરેખર આશિર્વાદ રુપ છે. આશા વર્કર થી લઇને આ યોજના ઘડનાર તથા તમામ કાર્યકરો નો અમે પતિ-પત્ની બંને હ્રદય પૂર્વક આભાર માનીએ છીએ... અને આશા રાખીએ કે બીજા બે હપ્તા પણ સમયસર મળી જાય....

માનુબેન હાજાભાઈ ડોડીયા Feb 15, 2016 09:23 AM

આ યોજનાનો લાભ અમને મળ્યો નથી મુ . વેજોદરી , તા. તળાજા, જિ. ભાવનગર

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top