હોમ પેજ / આરોગ્ય / મહત્વના દિવસ / વર્લ્ડ પાર્કિન્સન્સ ડે
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

વર્લ્ડ પાર્કિન્સન્સ ડે

વર્લ્ડ પાર્કિન્સન્સ ડે વિશેની માહિતી આપવામાં આવી છે

પાર્કિન્સોનિઝમ અર્થાત કંપવા નામની બિમારી ની ઓળખ કરનાર વૈજ્ઞાનિક જેમ્સ પારકિન્સન્સ ના જન્મદિન ૧૧ એપ્રિલને દર વર્ષે વર્લ્ડ પાર્કિન્સન્સ ડે તરિકે ઉજવવામાં આવે છે. યુરોપિયન પારકિન્સન્સ ડિસીઝ અસોસિએશન તેમજ પાર્કિન્સન્સ-યુ.કે દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દર વર્ષે ૧૧ એપ્રિલ એ વર્લ્ડ પાર્કિન્સન્સ ડે તરિકે ઉજવવામાં આવે છે. જેમા આ બિમારી અંગે જન-જાગૃતી કેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

૧૭મી સદીમાં વૈજ્ઞાનિક જેમ્સ પારકિન્સન્સએ "ધ્રુજારી સાથેના લકવા પર નિબંધ" લખેલ જેમા તેણે પોતાના ત્રણ દર્દિઓ તેમજ અન્ય ત્રણ રાહદારીઓ ના કંપવા ના લક્ષણો વર્ણવેલ. જેમા તેમણે આ બિમારીના મુખ્ય લક્ષણૉ જેવાકે, સ્નાયુ શક્તિમાં ઘટાડો થવો, અનૈચ્છિક ધૃજારી થવી, હાથને ટેકો આપવા છતા પણ ધ્રુજારી શરુ રહેવી, શરીરનુ આગળ નમવુ, અનિચ્છાએ ચાલમાં ઝડપી ગતી આવવી તેમજ સમય જતા શરિરની સંવેદન શક્તિ તેમજ બુધ્ધીશક્તિમાં ઘટાડો થવો જેવા ચિન્હોનુ પોતાના નિબંધમાં વર્ણન કરેલ. જેના ૬૦ વર્ષ બાદ આ બિમારીનુ "પાર્કિન્સન્સ ડિસીઝ" તરિકે નામકરણ થયુ.

પારકિન્સન્સ ડિસીઝ એ મગજના "ડોપામીન" નામનુ ન્યુરોટ્રાન્સમીટર ઉત્પન્ન કરતા કોષોના નાશ થવાથી કે કોષોની સંખ્યા ઘટવાથી ઉદ્ભવતી બિમારી છે. સમય જતા આ કોષોના નાશની ક્રિયા વધુ વકરે છે. જેથી શરીરનું હલન-ચલન ધીમુ થવુ, હાથ-પગનુ જકડાઇ જવુ કે અનિચ્છાએ કાંપવુ, સમય જતા યાદશક્તિ તેમજ બુદ્ધિશક્તિની ખામી અને વધુ પડતો થાક લાગવો જેવી તકલીફો  ઉદ્ભવે છે.

હાલના વૈજ્ઞાનિક સંશોધનો અનુસાર આ બિમારીનો કોઇ નિર્ણાયક ઉપચાર શક્ય નથી. મગજ માં આ બિમારીના લીધે ઘટેલ "ડોપામીન" નામના ન્યુરોટ્રાન્સમીટરનું પ્રમાણ વઘારતી દવાઓ વડે આ બિમારીની સારવાર કરવામાં આવે છે.

સ્ત્રોત : ડો. આઇ. જે. રત્નાણી માનસિકરોગ સબંઘિત બ્લોગ- વધુ માટે અહીં ક્લિક કરો

3.04347826087
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top