હોમ પેજ / આરોગ્ય / બાળ આરોગ્ય / બાળ આરોગ્ય સંબંધિત / બાળકોમાં કાનનું ઇન્ફેક્શનઃ કારણો અને સારવાર
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

બાળકોમાં કાનનું ઇન્ફેક્શનઃ કારણો અને સારવાર

બાળકોમાં કાનનું ઇન્ફેક્શનઃ કારણો અને સારવાર

અત્યારે દુનિયામાં બાળકો સ્વાસ્થ્ય સાથે સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. બાળકનાં વિકાસ દરમિયાન હળવી બિમારીઓ જોડાયેલી છે, પણ એનાથી માતાપિતાઓને પુષ્કળ ચિંતા થાય છે અને બાળકો પ્રતિકૂળતા અનુભવે છે. પીડિયાટ્રિક દર્દીઓમાં તાવ, શરદી, ગેસ્ટ્રોએન્ટરાઇટિસ, વોર્મ ઇન્ફેક્શન, ત્વચા સાથે સંબંધિત સમસ્યાઓ વગેરે ડૉક્ટર પાસે બાળકને લઈ જવાનાં કેટલાંક સામાન્ય કારણો છે અને કાનનું ઇન્ફેક્શન પણ એમાં સામેલ છે.

સામાન્ય રીતે બાળકોમાં બે પ્રકારનું કાનનું ઇન્ફેક્શન જોવા મળી છેઃ કાનની મધ્યમમાં ઇન્ફેક્શન (ઓટિટિસ મીડિયા) અને કાનની બહાર ઇન્ફેક્શન (ઓટિટિસ એક્ષ્ટર્ના). મોટાં ભાગે કાનનું ઇન્ફેક્શન કાનની મધ્યમાં જોવા મળે છે.

સામાન્ય રીતે બાળક 1થી 2 વર્ષનું હોય છે, ત્યારે ઓટિટિસ મીડિયા (ઓએમ) સૌથી વધુ જોવા મળે છે. 80 ટકાથી વધારે બાળકો ત્રણ વર્ષની વય સુધીમાં ઓછામાં ઓછા એક વાર ઓએમનો એપિસોડ અનુભવશે. વળી બાળકો સાંભળવાની ક્ષમતા ગુમાવે એનું સૌથી સામાન્ય કારણ પણ ઓએમ છે. ઓએમ લાંબા ગાળા સુધી થવાની અને વારંવાર થવાની સંભાવના ધરાવે છે. બાળક જેટલી વહેલું આ એપિસોડ અનુભવે, તેટલી વધારે મુશ્કેલી બાળકમાં થવાની શક્યતા છે, ખાસ કરીને વારંવાર થવાની, વધારે તીવ્રતાપૂર્વક થવાની અને કાનની મધ્યમાં સતત અવાજ થવાની દ્રષ્ટિએ.

કાનમાં ઇન્ફેક્શન થવા માટે કયા કારણો જવાબદાર છે?

સામાન્ય રીતે કાનનું ઇન્ફેક્શન બેક્ટેરિયાથી થાય છે અને ઘણી વાર બાળકમાં ગળામાં બળતરા, શરદી કે શ્વાસોશ્વાસ લેવામાં અન્ય ઇન્ફેક્શન પછી શરૂ થાય છે. કાનનાં અન્ય નજીકનાં ભાગોમાં કાનનું ઇન્ફેક્શન થઈ શકશે. યુસ્ટેકિયન ટ્યુબ નાનો માર્ગ છે, જે ગળાનાં ઉપરનાં ભાગને કાનનાં મધ્ય ભાગ સાથે જોડે છે. પુખ્તોની સરખામણીમાં બાળકોમાં આ નાનો અને વધારે સમાંતર હોય છે તથા વધારે સરળતાપૂર્વક તરફ ઇન્ફેક્શન તરફ દોરી જાય છે. જ્યારે બાળકોને વાઇરલ બિમારી હોય છે, ત્યારે કાનનાં મધ્ય ભાગમાં વધારે પ્રવાહી આવે છે અને કાનનું વધારે ઇન્ફેશન થાય છે.

ઓટિટિસ મીડિયાનાં પ્રકારો

કાનનું ઇન્ફેક્શન મુખ્યત્વે ત્રણ પ્રકારનું છે. દરેક પ્રકાર ચિહ્નોનાં વિવિધ સંયોજનો ધરાવે છે.

તીવ્ર ઓટિટિસ મીડિયા (AOM) કાનનું સૌથી સામાન્ય ઇન્ફેક્શન છે. તેમાં કાનનાં મધ્યનાં ભાગોને ઇન્ફેક્શન લાગે છે અને એ સૂજી જાય છે તથા કાનનાં પડદાની પાછળ પ્રવાહી ભરાઈ જાય છે. આ કારણે સામાન્ય રીતે કાનમાં પીડા થાય છે, જે ઇયરેક (કાનનો દુઃખાવો) તરીકે ઓળખાય છે. બાળકને તાવ પણ આવી શકે છે.

ઓટિટિસ મીડિયા વિથ ઇફ્યુઝન (OME) કાનનાં ઇન્ફેક્શન પછી કેટલીક વાર એની રીતે આગળ વધે છે અને કાનનાં પડદાની પાછળ પ્રવાહી ફસાઈ જાય છે. OME ધરાવતાં બાળકમાં કોઈ ચિહ્નો દેખાતા નથી, પણ ડૉક્ટર વિશિષ્ટ સાધન સાથે કાનનાં પડદા પાછળ પ્રવાહીને જોઈ શકશે.

ક્રોનિક ઓટિટિસ મીડિયા વિથ ઇફ્યુઝન (COME) જ્યારે કાનનાં મધ્ય ભાગમાં પ્રવાહી જળવાઈ રહે છે અથવા વારંવાર પ્રવાહી આવે છે, ત્યારે આ થાય છે, પછી ભલે ઇન્ફેક્શન ન હોય. COME બાળકો માટે નવા ઇન્ફેક્શન સામે લડવાનું મુશ્કેલ બનાવે છે અને તેમની સાંભળવાની ક્ષમતાને અસર કરી શકે છે.

બાળકો કાનનું મોટાં ભાગનું ઇન્ફેક્શન તેઓ બોલતા શીખે એ અગાઉ થાય છે. જો બાળક “મારાં કાનમાં દુઃખાવો થાય છે” એવું બોલી શકતું ન હોય, તો એની જાણકારી મેળવવા કેટલીક બાબતો જણાવવામાં આવી છેઃ

 • કાનને ખેંચવા કે એકાએક ખેંચવા
 • કારણ દર્શાવ્યા વિના રડવું
 • શાંતિથી ઊંઘ ન આવવી
 • તાવ (ખાસ કરીને નવજાત બાળકો અને નાનાં બાળકોમાં)
 • કાનમાંથી પ્રવાહી વહેવું
 • સંતુલનમાં સમસ્યા કે અભાવ
 • સાંભળવામાં કે શાંત અવાજની પ્રતિક્રિયા આપવામાં મુશ્કેલી

ઓટિટિસ મીડિયાનું નિદાન ઓટોસ્કોપથી ચકાસણી દ્વારા થઈ શકશે. ટાઇમ્પેનિક મેમ્બ્રેન, બબલ્સ કે એર ટિમ્પેનિક મેમ્બ્રેનની પાછળ એર ફ્લડ ઇન્ટરફેસનાં રંગમાં ફેરફાર, એનું સંપૂર્ણ ભરાઈ જવું કે ફૂલાઈ જવાથી કાનનાં ઇન્ફેક્શન સાથે સંબંધિત નિશાનીઓ મળે છે. પરીક્ષણ કરવાની અન્ય એક પદ્ધતિ ટિમ્પનોમેટ્રી છે. આ પરીક્ષણ માટે ડૉક્ટર કાનમાં તપાસ માટે ઇન્સર્ટ કરે છે. તપાસ પરથી નક્કી થાય છે કે કાનનાં પડદા પાછળ કેટલું પ્રવાહી છે અને એ કેટલું ઘટ્ટ છે. જો નિદાન સ્પષ્ટ ન થાય, તો સાઉન્ડ ટોન અને એર પ્રેશરમાં ઉપયોગી ટિમ્પેનોમેટ્રીનો ઉપયોગ થઈ શકશે.

ઓટિટિસ મીડિયાની સારવાર

ઓટિટિસ મીડિયાનાં મોટાં ભાગનાં કેસોનું એનાલ્જેસિક્સ (પેઇન કિલર્સ), એન્ટિબાયોટિક્સ અને સપોર્ટિવ મેડિકેશન્સ સાથે અસરકારક રીતે વ્યવસ્થાપન થઈ શકશે. એન્ટિબાયોટિક્સનો સારાં કારણોસર અને સાવચેતીપૂર્વક ઉપયોગ બેક્ટેરિયાનાં વિકાસને અટકાવવામાં મદદરૂપ થશે, જે એન્ટિબાયોટિક માટે અવરોધરૂપ બને છે. જો ડૉક્ટર એન્ટિબાયોટિક પ્રીસ્ક્રાઇબ કરે, તો બાળકને સૂચિત દવા સમયસર ઉચિત પ્રમાણમાં આપવામાં આવે છે એ સુનિશ્ચિત કરો. થોડાં દિવસમાં બાળક સ્વસ્થ દેખાય તો પણ ઇન્ફેક્શન કાનમાંથી સંપૂર્ણપણે દૂર થતું નથી. વહેલાસર દવાઓ બંધ કરવાથી ઇન્ફેક્શન ફરી થઈ શકે છે. બાળકની ફોલો-અપ વિઝટ માટે ડૉક્ટરને ફરી દેખાડવું પણ મહત્ત્વપૂર્ણ છે, જેથી ડૉક્ટર ઇન્ફેક્શન જતું રહ્યું છે કે નહીં એ સચોટતાપૂર્વક ચકાસી શકે છે. સામાન્ય રીતે બાળકોમાં મીરિંગોટોમી અને ટીમપેનોસેન્ટેસિસ જેવી સર્જરીઓની જરૂર પડતી નથી. 3 મહિનાથી વધારે સમય માટે ઓએમઇ સાથે બાળકોમાં વિસ્તૃત ઓડિયોલોજિક પરિવર્તન થવું જોઈએ.

કાનનાં ઇન્ફેક્શનનું નિવારણ

જો બાળકને કાનનું ઇન્ફેક્શન જળવાઈ રહે તો? કાનની મધ્યમાં ઇન્ફેક્શન ફરી ન થાય એવી સુનિશ્ચિત કરવાથી બાળકને જોખમમાં મૂકી શકે એવા કેટલાંક પરિબળોને મર્યાદિત કરવામાં મદદ મળે છે.

 • બાળકોની આસપાસ ધુમ્રપાન ન કરો. વિવિધ અભ્યાસો દર્શાવે છે કે, સેકન્ડ-હેન્ડ ધુમ્રપાનથી બાળકમાં કાનનું ઇન્ફેક્શન થવાનું જોખમ બેથી ત્રણ ગણું વધવાની શક્યતા છે.
 • સ્તનપાન બાળક માટે અમૃત છે. બોટલથી દૂધ પીતાં બાળકો કરતાં સ્તનપાન કરતાં બાળકોમાં કાનનું ઇન્ફેક્શન થવાની શક્યતા ઓછી છે. જો તમે બોટલથી બાળકને દૂધ પીવડાવો છો, તો તમારાં બાળકને બેઠકની પોઝિશનમાં દૂધ પીવડાવો. જ્યારે બાળક બોટલમાંથી સૂતાં સૂતાં બોટલ ચૂસે છે, ત્યારે દૂધ કાનની મધ્યમાં વહી જવાની શક્યતા વધારે છે.
 • એલર્જીઓ પર નજર રાખો. એલર્જિક રિએક્શનમાંથી લાળ યુસ્ટેકિયાન ટ્યુબને બ્લોક કરી શકે છે અને કાનનું ઇન્ફેક્શન થવાની વધારે શક્યતા છે.
 • શરદીને અટકાવો. શરદીનું નિવારણ થવાથી કાનની અનેક સમસ્યાઓ ઘટી શકે છે.
 • સારી સાફસફાઈ જાળવો અને અસરકારક પોષણ ઇન્ફેક્શનનાં ઓછા દર તરફ દોરી જાય છે.
 • કાનનાં ઇન્ફેક્શન માટે જવાબદાર બે સૌથી વધુ સામાન્ય જીવો સામે ઉપલબ્ધ રસીઓ સાથે (સ્ટ્રીપ્ટોકોકસ ન્યૂમોનિયા અને હીમોફિલસ ઇન્ફ્લુએન્ઝા) વયને અનુરૂપ રસીકરણ સુનિશ્ચિત કરવું જોઈએ.

ડૉ.ઉર્વશી રાણા(કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક્સ)

3.0
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top