অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મૂડને સારો કરવા ખાઓ આ ફૂડ

દિવસના 24 કલાકમાં, આપણે ઘણા બધા મૂડમાંથી જેમ કે ખુશીથી માંડી દુઃખ અને ગુસ્સાથી લઈને ક્રેંકી સુધીના મૂડીમાંથી પસાર થતા હોઈએ છીએ. એક મિનિટે આપણે અત્યંત આનંદી હોઈએ છીએ તો બીજી મિનિટે ડિપ્રેસ થઈ જઈએ છીએ. દરેક જણ મૂડ સ્વિંગ અનુભવે છે અને એ મોટા ભાગના લોકોની જિંદગીનો નેચરલ પાર્ટ છે. મૂડ સ્વિંગ્સ અનેક કારણોસર થાય છે જેમ કે હોર્મોન ઇમ્બેલેન્સ ખાસ કરીને મહિલાઓમાં મેનોપોઝ અથવા મેન્સ્ટ્રુએશન વખતે, ઉપરાંત અન્ય પરિબળો જેવાં કે સ્ટ્રેસ, કોઈની જિંદગીમાં સિગ્નિફિકન્ટ ચેન્જ, ડાયેટ, ઊંઘવાની ટેવ, દવાઓ વગેરેથી પણ મૂડસ્વિંગ થાય છે. કેટલીક વાર, આપણા મૂડ સ્વિંગ્સને હેન્ડલ કરવા અગત્યના છે કેમ કે એ આપણી પ્રોડક્ટિવિટી, બીજાઓ સાથેના સંબંધ પર અને આપણી આદતો પર અસર કરે છે. પણ સદ્નસીબે, સારા મૂડ માટે ખાઇ શકાય છે જરૂર. આ આર્ટિકલમાં આપણે કમજોરી કે ગુસ્સો અનુભવતા હોઈએ તો આપણે શું ખાવું જેથી મૂડ સારો થાય તે માટે વાતો જણાવી છે.

ગ્રીન ટીઃ

જ્યારે તમને અશક્તિ જેવું લાગે, તો એકાદ કપ ગ્રીન ટીથી તમારી સેન્સેસ સૂધ થશે અને મૂડ લિફ્ટ થશે. સંશોધન કહે છે કે દિવસના 2-3 કપ ગ્રીન ટી પીવાથી ડિપ્રેશનના લક્ષણો ઘટી જાય છે. ગ્રીન ટીમાં મૂડ બૂસ્ટિંગ ન્યુટ્રિઅન્ટ્સ જેવાં કે એલ-થેલામાઇન, એમિનો એસિડ કે જે એન્ઝાયટી સાથે ફાઇટ કરી શકે તે હોય છે. વધારામાં કેટલીક ગ્રીન ટીમાં થોડુંક કેફિન હોવાથી ડાઉન ફિલ કરતા હોવ તો મૂડ બ્રાઇટ કરે છે.

બ્લૂબેરીઝઃ

બ્લૂબેરીઝમાં એન્ટિઓક્સિડન્ટ્સ ખાસ કરીને ફ્લાવોનોઇડ્ઝ હોય છે જે મૂડ રેગ્યૂલેટ કરવામાં, મેમરી ઇમ્પ્રુવ કરામાં અને બ્રેઇનને એજિંગથી પ્રોટેક્ટ કરવામાં  મદદ કરે છે.

પાલક/સ્પિનચ અને અન્ય લીલી ભાજીઓઃ

પાલક જેવી ડાર્ક ગ્રીન લીફી ભાજીઓ, બ્રોકોલી અને આવાકાડો એ મેગ્નેશિયમના રિચ સૉર્સેસ છે જે એન્ઝાયટી ઓછી કરીને બ્રેઇનની હેલ્થ બૂસ્ટ કરે છે. ઉપરાંત વિટામીન B ઓછું થઈ જવાથી ડિપ્રેસ થવાય છે. આમ લીફી/લીલી ભાજીઓ જે વિટામીન B સોર્સેસ જેમ કે વિટામીન B3,B6 અને B12 અને  ફોલેટથી મૂડ અપ થવામાં મદદ મળે છે.

યોગર્ટ અને અન્ય પ્રોબાયોટિક્સઃ

આથો આવેલાં/ફર્મેન્ટેડ ફૂડ્સ જેમ કે યોગર્ટ અને કિમચી ગટ બેક્ટેરિયાને ચેકમાં રાખવામાં મદદ કરે છે. તાજેતરના સ્ટડીઝ સજેસ્ટ કરે છે કે ગટ બેક્ટેરિયાનું સારું બેલેન્સ બેટર મૂડ, સ્ટ્રેસ ઓછો અને ઓછી એન્ઝાયટી તરફ લઈ જાય છે. જ્યારે લો ફિલ થાય ત્યારે, કર્ડ સ્મૂધી લેવાથી મૂડ બૂસ્ટ થાય છે અને બેટર ફિલિંગ આવે છે.

ઓટ્સઃ

ઓટ્સ એ ઇફેક્ટિવ મૂડ બૂસ્ટર છે અને એના લૉ ગ્લાયસેમિક ઇન્ડેક્સ (જીઆઇ)નો આભાર માનવો રહ્યો જે બ્લડસ્ટ્રીમમાં ધીરે ધીરે એનર્જી રિલિઝ કરે છે, જે પછીથી સુગર અને મૂડ સ્ટેબલ રાખે છે. ઉપરાંત, ઓટ્સ મૂડ બૂસ્ટિંગ મિનરલ સેલેનિયમથી ભરપૂર હોય છે.

કેળાં:

કેળા એ મૂડ લિફ્ટ કરવા માટે સૌથી સારા છે. કેળાંમાં ટ્રિપ્ટોફેન નામનું એમિનો એસિડ ઉપરાંત વિટામીન A, B6 અને C સાથે ફાઇબર, પોટેશિયમ, આયર્ન અને કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. કાર્બોહાઇડ્રેટ્સની હાજરીથી મગજમાં ટ્રિપ્ટોફેનનું એબ્સોર્પશન થાય છે તો વિટામીન B6 ટ્રિપ્ટોફેનને મૂડલિફ્ટિંગ હોર્મોન સેરોટોનિનમાં કન્વર્ટ કરવામાં મદદ કરે છે. એનાથી મૂડ બૂસ્ટ થવામાં મદદ અને ઊંઘમાં મદદ મળે છે.

લેન્ટિલ્સઃ

લેન્ટિલ્સ કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સના બનેલ હોય છે એટલે કેળાંની જેમ એ મગજમાં ફીલ-ગુડ હોર્મોન સેરોટોનિનના પ્રોડક્શન વધારવામાં મદદ કરે છે. પરિણામે થોડીક એન્ઝાઇટી સાથે પણ મગજ ઠંડું અને ખુશ રહે છે. ઉપરાંત, લેન્ટિલ્સમાંના આયર્ન એનર્ગાઇઝ થવામાં અને સુગર લેવલ સરખું રાખવામાં મદદ કરે છે.

પાણીઃ

નોર્મલ બોડી ફંક્શન માટે પાણી જરૂરી છે એટલે પાણીનો થોડોક પણ લોસ માનસિક-શારીરિક રીતે ખરાબ અસર કરે છે  એટલે શરીર અને મગજને બેલેન્સ્ડ રાખવા માટે નિયમિત રીતે પાણી પીઓ.

ડાર્ક ચોકલેટ્સઃ

ડાર્ક ચોકલેટનો નાનકડો પીસ પણ બ્રેઇનમાંથી એન્ડોર્ફિન્સ છોડે છે અને સેરોટોનિન લેવલ બૂસ્ટ થાય છે. તેમ છતાં મૂડ ઇમ્પ્રુવ કરવા ચોકલેટ ખાવ ત્યારે થોડીક જ ખાવી નહીંતર વજન વધવાની ચિંતા વળગશે અને વજનવધારાનો સ્ટ્રેસ ઘટાડવા ડેઝર્ટ ખાવાનું વિષચક્ર ચાલુ થઈ જશે. એટલે ધ્યાન રાખવું.

સોનલ શાહ (stay healthy) નવગુજરાત સમય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate