অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કુદરતે આપેલી અણમોલ ભેટ ડ્રાય ફ્રૂટ્સ

કુદરતે આપેલી અણમોલ ભેટ ડ્રાય ફ્રૂટ્સ

દિવાળી, દેશભરમાં જેની સૌથી વધુ રાહ જોવાય છે તેવો આ તહેવાર છે. આ તહેવારને માણવા આપણે હરખઘેલા થઈ જતા હોઈએ છીએ. અઠવાડિયાંઓથી દિવાળીની ઉજવણી માટે ઘરની સફાઈ કરવી, જુદા જુદા નાસ્તા બનાવવા, મીઠાઈ બનાવવી, નવા કપડાં-ફર્નિચર વગેરે બનાવવા વગેરે તૈયારીઓમાં લાગી જઈએ છીએ.

દિવાળી એવો તહેવાર છે જેમાં ઢગલાબંધ મીઠી ચીજો અને મીઠાઈઓની મિત્રો-સહકારીઓ તરફથી ભેટ મળતી હોય છે. આપણને એ બધું ખાવાની ઇચ્છા તો હોય છે પણ વજનનો વિચાર મગજમાં આવી જાય છે. એટલે સ્વીટટૂથ લોકો માટે મીઠાઈઓની લાલચ રોકવા અને છતાં ગળ્યું ખાવાની ઇચ્છા સંતોષવાની કેટલીક ટીપ્સ અહીં આપી છે.

ડ્રાય ફ્રૂટ્સને સારા ન્યુટ્રીશનના પાવરહાઉસ કહ્યા છે, જેમાં ફેટ અને કેલરીઝ હોય છે પણ જો લિમિટેડ માત્રામાં ખવાય તો સારી ફેટમાં ગણાય છે. ડ્રાય ફ્રૂટ્સમાં વિટામીન E, સેચ્યુરેટેડ ફેટ્સ, ફોલિક એસિડ, નેચરલ સુગર, પ્રોટીન, કોપર અને ફાઇબર તો હોય જ છે ઉપરાંત એન્ટિઓક્સિડન્ટ ફાઈટોકેમિકલ્સ પણ ભરપૂર હોય છે. જે લોકોને ગળ્યું ખાવાની તીવ્ર ઇચ્છા હોય છે તેમને માટે નીચેનાં ડ્રાય ફ્રૂટ્સ હેલ્ધીએસ્ટ પુરવાર થયા છે. એમાંની નેચરલ સુગર ગળપણના શોખીન લોકોને સંતોષનો અહેસાસ કરાવે છે.

  • અંજીરઃ ફિગ અથવા અંજીર ડેલિશિયસ એવું ડ્રાય ફ્રૂટ છે જે સૌથી વધારે ખવાતાં સૂકા મેવા પૈકી એક છે. તમામ વિવિધ પ્રકારના નટ્સ પૈકી સૌથી સમૃદ્ધ નટ છે. અંજીર એ પોટેશિયમ(મિનરલ)નો સારો સૉર્સ છે. સૂકાં અંજીર એ ફાઇબર ઉપરાંત કેલ્શિયમ, કોપર, આયર્ન જેવા મિનરલ્સ, વિટામીન E અને A નો સારો સૉર્સ છે. કોપર રેડ બ્લડસેલ્સના ઉત્પાદન માટે જરૂરી છે. આયર્ન રેડ બ્લડસેલ ફોર્મેશન ઉપરાંત સેલ્યુલર ઓક્સિડેશન માટે જોઈએ.
  • ખજૂરઃ ખજૂરના હેલ્થ બેનેફિટ ગણતા થાકી જવાય એટલા છે. ખજૂર સ્વાદમાં મીઠા છે અને મિનરલ્સ(કેલ્શિયમ, કોપર, ઝિંક, આયર્ન)થી ભરપૂર છે અને વિટામીન્સ (b- કોમ્પ્લેક્સ, A અને C) પ્રોટીન્સ (એમિનો એસિડ્સ) પણ ઘણાં છે. ખજૂરમાં કોલેસ્ટ્રોલ નથી હોતું અને ફેટ્સ બહુ ઓછી હોય છે. એ હાઇ કેલરીઝને કારણે ક્વિક એનર્જી બૂસ્ટર તરીકે કામ કરે છે. એટલે, વેઇટ વૉચરે આ ડ્રાય ફ્રૂટ ખાતી વખતે ધ્યાન રાખવું જોઈએ. વિટામીન B1,B2 (મેટાબોલિઝમ કાર્બોહાઇડ્રેટમાં કોફેક્ટર તરીકે કામ કરે છે) અને વિટામીન A અને (ઓક્સિડન્ટ પ્રોપર્ટીઝ ધરાવે છે)નો રિચ સૉર્સ છે. .
  • જરદાળુ (એપ્રિકોટ): ઓરેંજ કલરના લાગતા એપ્રિકોટ્સ બીટા- કેરોટીન અને ફાઇબરથી સમૃદ્ધ હોય છે. અન્ય સૂકા મેવાની માફક આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, ઝિંક, કોપર, જેવા મિનરલ્સ તથા વિટામીન A, C અને E નો સારો સૉર્સ છે. તમામ સૂકા મેવામાં લૉ કેલરી ધરાવે છે અને એટલે વેઇટ વોચર્સ માટે સરળતાથી લઈ શકાય છે. રિસર્ચર્સ પૈકી એક જણે સાબિત કર્યું છે કે 2 થી 3 એપ્રિકોટ્સ રોજ ખાવાથી શરીરને જરૂરી મોટા ભાગની વિટામીન Aની ક્વોન્ટિટી મળી જાય છે..
  • રેઝિન્સઃ રેઝિન્સ અથવા સૂકી દ્રાક્ષ (કિસમિસ)કાળા અને લીલા રંગમાં અને જુદી જુદી સાઇઝમાં મળે છે. તે ચોકલેટ સામે કુદરતની શ્રેષ્ઠતમ ભેટ છે. એટલે એ હેલ્ધી નાસ્તો પણ છે. એનાથી એનર્જીમાં વધારો અને ઇમ્યુન સિસ્ટમમાં સુધારો થવાથી ઘણા હેલ્થ બેનિફિટ્સ મળે છે. એ લેક્સેટિવ ઇફેક્ટને ઉત્તેજન આપે છે એટલે કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે. નિયમિત રીતે લેવાથી બોવેલ મુવમેન્ટમાં મદદ મળે છે અને દાંતના ઘસારા તેમ જ અન્ય પેરીઓડોન્ટલ રોગો સામે રક્ષણ આપે છે. રેઝિન્સ આયર્ન અને કોપરથી રિચ છે, જે રેડ બ્લડ સેલ્સ બનાવવામાં જરૂરી હોય છે. કેલ્શિયમનો સારો સૉર્સ હોવાથી દાંતના ઘસારામાં મદદ મળી રહેછે. .
  • પ્રૂન્સઃ પ્રૂન્સ એ સૂકાં પ્લમનું રૂપ છે. આ ફળ પોતાના સંખ્યાબંધ ન્યુટ્રીશનલ લાભોને કારણે ધીમે ધીમે બજાર મેળવી રહ્યું છે. તે ડાર્ક અને કરચલિયાળું હોય છે તથા તમામ સૂકા મેવામાં ફાઈબર અને પોટેશિયમ (બ્લડ પ્રેશર નીચું લાવે છે)નો બેસ્ટ સૉર્સ છે. પ્રૂન્સમાં વિટામીન Aનો રિચ સૉર્સ છે જે સ્કિન હેલ્થમાં અગત્યનો રોલ ભજવે છે અને શરીરની ઇમ્યુનિટી વધારે છે.

ઉપયોગ

ચાલો જોઈએ, કે આ સૂકા મેવા –ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ કેવી રીતે કરવોઃ.

  • રાયતામાં ઉમેરીને નેચરલ સ્વીટનર બનાવો.
  • સ્મૂધીમાં ઉમેરી શકાય.
  • ડ્રાય નટ્સ ઉમેરીને કલરફૂલ સલાડ બનાવી શકાય.

ડ્રાય ફ્રૂટ્સનો રોજ ઉપયોગ કરવાથી શરીરને ઘણા બેનેફિશિયલ ન્યુટ્રીઅન્ટ્સ મળી શકે છે. જોકે, એ ખ્યાલ રાખવો કે કેલરી ઘણી હોવાથી રોજ થોડા જ ડ્રાય ફ્રૂટ્સ લેવાં જોઈએ.

સ્ત્રોત  : સોનલ શાહ , Stay Healthy.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/11/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate