অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સૂક્ષ્મ વ્યાયામ

સૂક્ષ્મ એટલે અંગ્રેજીમાં જેને સટલ કહે છે. સંસ્કૃતમાં સૂક્ષ્મ એટલે અત્યંત ઝીણું. સૂક્ષ્મની હાજરી અનુભવી શકાય છે પણ દેખી શકાતી નથી. સૂક્ષ્મ યોગ એક્સલન્ટ રિલેક્સેશન ટેકનિક છે જે શારીરિક અને માનસિક શાંતિમાં વધારો કરે છે. એ યોગનું એક સ્વરૂપ છે જેમાં સૂક્ષ્મ કસરતો છે, જે પ્રેક્ટિસ કરવામાં સહેલી છે છતાં ય બહુ જ અસરકારક છે.

સૂક્ષ્મ વ્યાયામનું મહત્ત્વઃ

મોટા ભાગના લોકો આજે શારીરિક રીતે બહુ જ સ્ટિફ જોવા મળે છે. તમે જાતે પણ અજમાવી જોજો. પગ સીધા રાખીને ઊભા રહો અને આગળની તરફ ઝૂકીને પગના અંગૂઠાને હાથ વડે સ્પર્શવા પ્રયાસ કરજો. જો ના કરી શકો તો પરાણે ના કરતા. આ બતાવે છે કે તમારું શરીર સ્ટિફ છે. આ સ્ટિફનેસને કારણે મોટા ભાગના લોકો એક જ સ્થિતિમાં વધુ વાર બેસી શકતા નથી, જે ખરેખર તો યોગની હાયર પ્રેક્ટિસ માટે જરૂરી છે કે જેમાં ડિસ્કમ્ફર્ટ લાગે તો પણ હાથપગના હલનચલનની ઇચ્છા ન થાય..

સૂક્ષ્મ વ્યાયામ એટલે એ રીતે ડિઝાઇન કરાયો છે જેથી તમારું શરીર ઢીલું બને અને યોગની પ્રેક્ટિસ માટે તૈયાર થઈ શકે.

સૂક્ષ્મ વ્યાયામના ફાયદાઃ

  • એ તમારા સમગ્ર શરીરને સક્રિય કરે છે અને કેટલીક વાર આનાથી જે સામાન્ય રીતે હાલતા ન હોય તેવા તમામ સ્નાયુઓના હલનચલનને શક્ય બનાવે છે. .
  • ઉંમરલાયક લોકો સૂક્ષ્મ વ્યાયામથી વધારે ફાયદો ઊઠાવી શકે છે. .
  • તમામ સાંધાઓમાંથી દુખાવો દૂર કરવા આનાથી ઘણી મદદ મળે છે. .
  • સૂક્ષ્મ વ્યાયામ ધીમે ધીમે કરવાથી શરીરને અને સ્નાયુઓને વૉર્મિંગ અપ કરવામાં મદદ મળે છે અને શરીરને યોગની પ્રેક્ટિસ માટે મદદ કરે છે. .
  • સૂક્ષ્મ વ્યાયામ કરો તો શરીરને ઇજા થવાની શક્યતા ઘણી ખરી ઘટી જાય છે..

ટેકનિક્સઃ

સૂક્ષ્મ વ્યાયામની ઘણી બધી ટેકનિકો છે જેમ કે

  1. એન્કલ રોટેશન- ઘૂંટીને ફેરવવી.
  2. રિસ્ટ રોટેશન –કાંડું ફેરવવું
  3. હાફ બટરફ્લાય (અર્ધપતંગિયું)
  4. હિપ રોટેશન (નિતંબ ફેરવવા)
  5. ડાયનેમિક સ્પાઇનલ ટ્વિસ્ટ
  6. ક્રૉ વૉકિંગ- કાગચાલ
  7. ચર્નિંગ ધ મિલ (દળણું દળવું)
  8. સ્ક્વેટ એન્ડ રાઇઝ પોઝ (ત્રાંસી અને ઊભી મુદ્રા)
  9. નેક મુવમેન્ટ્સ (ગરદનનું હલનચલન)
  10. સ્ટેન્ડિંગ સ્ટ્રેચીઝ (ઊભા ઊભા તાણવું) .

વ્યાયામનું વિજ્ઞાનઃ

  • આસનો અને બેઝિક પ્રાણાયામ (શ્વસન) મોટા ભાગના યોગસ્કૂલમાં સામાન્ય રીતે થતાં હોય છે. તેમ છતાં યોગિક શાસ્ત્રનાં ઘણા એસોટેરિક ખ્યાલો સામાન્ય જનતા માટે ઉપલબ્ધ નથી..
  • વ્યાયામની પદ્ધતિ યુનિક હોય છે અને અદ્યતન જીવનશૈલીને સ્વીકાર્ય હોય છે અને સંન્યસ્તની જરૂર નથી. જેઓ નિયમિત પ્રેક્ટિસ કરે છે તેમને માટે વાસ્તવિક પરિણામો આવકાર્ય છે અને વિશિષ્ટ કસરતોની આ સાદી છતાં પાવરફુલ શ્રેણી જે સ્વાસ્થ્યમાં સુધારો કરે છે અને શરીરમાં નખથી માંડી શિખા સુધીનાં વિવિધ અંગો અને તંત્રોની મજબૂતાઈમાં વધારો કરે છે.
  • સૂક્ષ્મ વ્યાયામ એ સૂક્ષ્મ શરીર માટે બનેલ છે. એ સ્થૂળ શરીર માટે નથી.
  • સૂક્ષ્મ શરીર એ પંચકોષો પૈકીનું એક છે જે મનુષ્યને ઊંચે લઈ જાય છે.

વ્યાયામના ત્રણ પાસાં છે

  • શ્વસન (મોટે ભાગે નાક વાટે, વિવિધ પદ્ધતિઓ, ધીમે, ઝડપથી, ભસ્ત્રિકા)
  • એકાગ્રતાનું બિંદુ( માનસિક એકાગ્રતા ચક્રો પર, શરીરનાં ભાગો.)
  • કસરત (સામાન્ય રીતે હલનચલનને સામેલ કરે છે.- બંધ અને મુદ્રાઓનો પણ ઉપયોગ કરે છે)

સૂક્ષ્મ વ્યાયામ ઘણાને સરળ કસરત જેવો લાગે છે છતાં જો તે નિયમિત રીતે લાંબા સમય સુધી યોગ્ય રીતે કરવામાં આવે તો તે કુંડલિની જાગૃત કરવા માટે પ્રચલિત છે. તેમ જ ઊંચા દરજ્જાના માનસિક અને શારીરિક પ્રવાહોના વિકાસ તરફ દોરી જાય છે.

ટીચર્સ ટિપ્સઃ

યોગના કોઈ પણ આસન યોગ્ય રીતે જાગૃતિ સાથે કરવામાં આવે, તો શરીરની અંદર અત્યંત ચમત્કારિક અસરો થતી જોવા મળે છે. યોગશિક્ષક તરીકે અને હેલ્થ ફ્રિક તરીકે મેં મારી જાતે તમામ કસરતો જેમ કે એરોબિક, ઝુમ્બા, જોગિંગ, એરિયલ યોગ, એક્વા યોગ, સ્વિમિંગ, જિમ્નાસ્ટિક્સ, ટ્રેડમિલ્સ, પાવર જિમ, વેઇટ્સ, સાયકલિંગ એમ ઘણી બધી કસરતો કરેલ છે. પણ યોગની જેટલી અસર મન પર થાય છે તે બીજી કોઈ કસરતથી થતી નથી. તમારો અંદરનો પાવર એટલો મજબૂત બને છે, સ્પષ્ટ અને શાંતિભર્યો બને છે કે રોજના પડકારોનો સામનો કરવાની ક્ષમતા વધે છે અને તમે હમેશા ખુશ રહી શકો છો, ચાહે આજુબાજુ જે પણ બનતું હોય.

સ્ત્રોત: પૂર્વી શાહ, Yoga for you.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 3/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate