હોમ પેજ / આરોગ્ય / આયુષ / બ્રહ્મમુદ્રા
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

બ્રહ્મમુદ્રા

બ્રહ્મમુદ્રા વિશેની માહિતી આપવામાં આવેલ છે

મુદ્રા એટલે જેશ્ચર, બેઠક, આસન.

બ્રહ્મમુદ્રાની રીત:

 • કોઇ પણ કમ્ફર્ટેબલ આસન, પદ્માસન, વજ્રાસન કે અન્ય કોઈ ધ્યાનપ્રદ આસનમાં બેસો.
 • કરોડ, માથું અને ગરદન એક લાઇનમાં હોય તેમ ટટ્ટાર બેસો.
 • ધીમે ધીમે હળવાશથી ચહેરો જમણે પછી ડાબે ફેરવો, પછી પાછળની બાજુ અને છેલ્લે ચિન(હડપચી) લોક કરી તમારું માથું નીચે લાવો.
 • આખી યે મુવમેન્ટ બહુ જ ધીરેથી થવી જોઈએ.
 • એક વાર બધી મુવમેન્ટ પતે એટલે રેસ્ટ લો.
 • મુદ્રાને થોડી વાર આંખો બંધ કરીને ફીલ કરો.
 • જ્યારે બ્રહ્મમુદ્રા કરો ત્યારે શ્વાસ નોર્મલ અને રિલેક્સ રાખો.

બ્રહ્મમુદ્રાના ફાયદાઃ

 • એનાથી ખભા અને ગરદનના દુખાવામાં સુધારો થાય છે.
 • સ્ટ્રેસ રિમુવ કરવામાં મદદ કરે છે.
 • ઊંઘમાં સુધારો કરી અનિદ્રા દૂર કરે છે.
 • માથામાંથી નેગેટિવિટી અને ટેન્શન દૂર કરવામાં મદદ કરે છે.
 • ફ્રેશ પ્રાણિક એનર્જીથી શરીરને એનર્ગાઇઝ કરે છે.
 • એ ફોકસ ઇમ્પ્રુવ કરવામાં મદદ કરે છે.

ટીચર્સ ટિપ્સઃ

બ્રહ્મમુદ્રાની પ્રેક્ટિસ કરતી વખતે આંખો બંધ રાખીને મુદ્રા કરવી. જ્યારે હું બ્રહ્મમુદ્રાની પ્રેક્ટિસ કરું છું ત્યારે હું દરેક દિશા-ઉત્તર, દક્ષિણ પૂર્વ, પશ્ચિમ-નો મને જિંદગીમાં તમામ સારી વસ્તુઓ આપવા બદલ આભાર માનું છું. હું પ્રાર્થના કરું છું કે કોઈ દિશામાંથી મને હર્ટ કે હાર્મ ના થાય.

જ્યારે હું બ્રહ્મમુદ્રાની પ્રેક્ટિસ કરું છું તો ‘હું’ ની લાગણી જતી રહે છે. હુંપણું અથવા કેપિટલ આઇ ખૂબ વલ્નરેબલ લાગે છે. સ્ટ્રેસ, એન્ઝાયટી, ડર વગેરે ન દેખાતી તકલીફો આપણા સૌમાં સૂક્ષ્મ રૂપે વસતી હોય છે અને આ સ્ટ્રેસ, એન્ઝાયટી, ડર, ઇર્ષ્યા, અહંનાં મૂળિયાં એ જાગૃતિમાં હોય છે અને બાકીના જગતની સરખામણીમાં બહુ જ નાનાં લાગે છે. તમને રિઅલાઇઝ થશે કે એનાથી ય ઉપર શક્તિ છે જેની પર તમારું કોઈ નિયંત્રણ હોતું નથી.એટલા વામણા લાગીએ છીએ એની સામે કે કંઈ થઈ શકે નહીં. આ જાગૃતિ –અવેરનેસ તમને અંદરથી ખરેખર સ્ટ્રોંગ બનાવે છે અને પરિસ્થતિઓનો સામનો સરળતાથી અને સહજતાથી કરવામાં મદદ કરે છે.

પૂર્વી શાહ (yoga for you)

2.93333333333
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top