હોમ પેજ / આરોગ્ય / આયુર્વેદ / શિયાળાના આગમન સાથે રાખો આટલું ધ્યાન..
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

શિયાળાના આગમન સાથે રાખો આટલું ધ્યાન..

જય ધન્વન્તરિ !

ધનવંતરિ ત્રયોદશી  (ધનતેરસ)ની આપને સ્વાસ્થ્યમય હાર્દિક શુભકામનાઓ !

આયુર્વેદ ટિપ્સ

  • કાશ્મીરમાં થયેલ ભારે હિમવર્ષાને કારણે અચાનક જ શરૂ થયેલ ઠંડીના કારણે શરદી/ઉધરસ/શ્વાસ/એલર્જી તેમજ આમવાત/સંધિવાત/સાંધાની તકલીફવાળાને તેમજ બાળકો અને વૃદ્ધોએ નીચેની બાબતોનું ધ્યાન રાખવું.
  • જેને શરદી વગેરે તકલીફો છે તેમને અત્યારે તાત્કાલિક જ અસર દેખાશે, જેના પગલે આપે ગરમ કપડાં, ટોપી, મફલર નો ઉપયોગ વહેલી સવારે અને રાત્રે શરૂ કરી દેવો જોઇએ.
  • ઠંડું પાણી, ઠંડા પીણાં, આઇસક્રીમ, ફ્રીજમાં મૂકેલ વસ્તુઓ, વાસી ખોરાક બંધ કરીને શક્યતઃ હૂંફાળું પાણી એકાદવાર પીવાનું રાખશો. ગરમ પાણીમાં મીઠું અને હળદર નાંખીને કોગળા કરશો.
  • દિવાળીના આ દિવસોમાં ફટાકડાં અને તેના પ્રદૂષણથી દૂર રહેવું અને શક્યતઃ સાંજે 7 પછી બહાર ન નિકળવું અને નિકળો તો માસ્ક પહેરવાનું રાખવું.
  • મિઠાઇ અને તળેલી વસ્તુઓ ન ખાવી.
  • તુલસીના પાન, આદુ, કાળાં મરી ને મિક્સ કરી મધ સાથે લેવું. હળદરવાળું ગરમ દૂધ પીવું. સિતોપલાદી ચૂર્ણ મધ સાથે ચાટવું.
  • નાનાં બાળકોને બાલચાતુર્ભદ્ર સીરપ અને આયુર્વેદિક કફ સીરપ ચાલુ કરી દેવાં.
  • છાતી એ સેક કરવો અને નાસ લેવો. અણુંતેલનાં અથવા ગાયના ઘીના ટીંપા નાકમાં નાંખવા.
  • આમવાત/સંધિવાત - સાંધાની તકલીફો હોય તેમને અચાનક જ દુઃખાવો શરૂ થઇ શકે છે, ત્યારે તેમણે ગરમ થેલી અથવા તો ગરમ રેતીનો સેક ચાલુ કરી દેવો.
  • સવારે ગરમ કપડાં પહેરીને મોર્નિંગ વૉક અને પ્રાણાયામ કરવાં, હળવી કસરતો ચાલુ રાખવી.
  • આપની આયુર્વેદિક દવાઓ જો બંધ કરી હોય તો હાલ થોડા સમય માટે શરૂ કરી દેવી.
  • દિવસે ન સૂવું. ખટાશ અને વાસી ખોરાક ન લેવો.
  • આમવાતના દર્દીએ સૂંઠના ઉકાળામાં થોડું દિવેલ નાંખીને રોજ પીવાનું રાખવું.
1.5
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top