વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સંધીવા

સંધીવા વિષે માહિતી

 sandhiva


આ વિડીઓમાં સંધિવાના દર્દ વિષે માહિતી આપવામાં આવી છે

  1. આમલીનાં પાન સીંધવ સાથે વાટી, ગરમ કરી, સંધીવાના સોજા પર કે ઝલાઈ ગયેલા સાંધા પર ચોપડવાથી લાભ થાય છે.
  2. જાયફળને કે જાવંત્રીના તેલને સરસવના તેલમાં મેળવી સાંધાઓના જુના સોજા પર મર્દન કરવાથી ચામડીમાં ઉષ્ણતા અને ચેતના આવી, પરસેવો વળી, સંધીવાથી જકડાયેલાં સાંધા છુટા થઈ સંધીવા મટે છે.
  3. ડુંગળીનો રસ રાઈના તેલ સાથે ચોપડવાથી સંધીવાનો દુ:ખાવો મટે છે.
  4. રાઈ, અજમો, સુંઠ, લસણ કે હીંગ નાખી ગરમ કરેલું તેલ ચોળવાથી અને શેક કરવાથી દુ:ખતા સાંધા મટે છે તેમ જ આમવાત(રુમેટીઝમ) સીવાયના સંધીવામાં ફાયદો થાય છે.
  5. લસણ, ખાંડ અને સીંધવ સરખા ભાગે મેળવી, ચાટણ કરી, તેમાં બમણું થીજાવેલું ઘી મેળવી ચાટવાથી સંધીવા મટે છે.
  6. સમાન ભાગે સુંઠ અને ગોખરુંનો ક્વાથ કરી રોજ સવારે પીવાથી સંધીવા મટે છે.
  7. વડનું દુધ લગાડવાથી સંધીવાના સોજામાં આરામ થાય છે, અને દુખાવો મટે છે.
  8. નગોડના પાનનો રસ અથવા ઉકાળો પીવાથી સંધીવા મટે છે.
  9. દરરોજ ૨૦૦-૨૫૦ ગ્રામ કાચી કોબીજ ખાવાથી સંધીવા મટે છે.
ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
સ્ત્રોત: ગાંડાભાઈ વલ્લભ બ્લોગ
3.12121212121
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top