વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ઘઉંના જ્વારા

ઘઉંના જ્વારા વિશેની માહિતી આપવામાં આવી છે

અષાઢ મહિનામાં કુમારિકાઓ દ્વારા ગોર્યો વ્રત કરવામાં આવે છે, જેમાં ઘઉંના જ્વારાનું પૂજન કરવામાં આવે છે. વ્હીટગ્રાસ તરીકે ઓળખાતા આ ઘઉંના જ્વારા અત્યંત પોષક હોય છે. તેમાં શરીરને જરૂરી એવાં લગભગ તમામ ન્યુટ્રીઅન્ટ્સ છે. તે આવશ્યક એમિનો એસિડ્સ ઉપરાંત વિટામિન B, A, C, E અને K ધરાવે છે. તે આયર્ન, કેલ્શિયમ, એન્ઝાઇમ્સ, બાયો ફલેવોનોઈડ્સ જેવા ખનિજોથી પણ ભરપૂર છે.
તે એન્ટીબેક્ટેરિયલ, એન્ટીએજિંગ અને એન્ટીઇન્ફ્લેમેટરી ગુણધર્મ ધરાવે છે. તેના રસના સેવનથી આર્થ્રાઇટિસના લક્ષણો જેવા કે સ્ટીફનેસ, દુખાવો, સોજો વગેરેમાં રાહત મળે છે. ઘઉંના જ્વારાનો જ્યુસ રક્તશુદ્ધિ ઉપરાંત લિવરની સફાઇ કરવામાં મદદ કરે છે અને ઊંચા બ્લડ પ્રેશરને ઘટાડે કરે છે. તે કેટલાક પ્રકારના કેન્સરની રોકથામમાં પણ ખૂબ મદદરૂપ છે.
જોકે, આ રસ ખૂબ મર્યાદિત માત્રામાં લેવો, નહીં તો તેની આડઅસર થઈ શકે છે. ઘણાને રસ પીધા પછી ઊબકાં, માથાનો દુખાવો, ગળામાં સોજો જેવા એલર્જીક રિએક્શન થઈ શકે છે માટે તમને તે અનુકૂળ છે કે નહીં તેની ચકાસણી કર્યા બાદ જ તેનું સેવન કરવું અને હંમેશા તાજો જ્યુસ જ પીવો.

સ્ત્રોત: ફેમિના, નવગુજરાત સમય

3.08333333333
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top