હોમ પેજ / આરોગ્ય / આયુર્વેદ / રોગો અને ઔષધો / ખરજવું થવાનાં કારણો અને સાદી સારવાર
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ખરજવું થવાનાં કારણો અને સાદી સારવાર

ખરજવું થવાનાં કારણો અને સાદી સારવાર વિશેની માહિતી આપવમાં આવી છે

ખરજવું એક બહુ સામાન્ય ત્વચાનો રોગ છે. શહેરોમાં મિલ મજદૂરો તથા ગામડાંઓમાં ખેતમજૂરોને આ રોગ વધુ હેરાન કરે છે. કેટલીક વ્યક્તિઓને તો વારંવાર ખરજવું થતું હોવાથી આ વ્યાધિ પ્રત્યે તે બેદરકાર બની જાય છે. જે સારી વાત નથી.

ખરજવું થવાના કારણો

 • વધુ પડતું મીઠું, દહીં, કેળા, ગોળ, મગફળી અને દિવસની ઊંઘ આ રોગને નોતરે છે. અસ્વચ્છતા સતત હાથ-પગ ભીના રહેવા તેને ધુળ લાગવી અને દિવસો સુધી ન નહાવાથી આ તકલીફ થાય છે.
 • કબજીયાત તથા વિરૃધ્ધ આહાર પણ ખરજવું કરે છે. દૂધ સાથે, કેળા, કેરી, જમરૃખ, ચીકુ વગેરે તમામ ફળો વિરૃધ્ધ આહાર છે. ગોળ સાથે તલ, દૂધ સાથે લસણ-ડુંગળી, દૂધ સાથે ઈંડા આ બધો વિરૃધ્ધ આહાર ગણાય છે. અને તેના કારણે ખરજવું, ચામડીના અન્ય રોગો, સાંધાનો દુ:ખાવો, અમ્લપિત વગેરે થાય છે.

ખરજવાની સાદી-સરળ સારવાર

 • કબજીયાત હોય તો  હીમેજનું ચૂર્ણ, હરડે સ્વાદિષ્ટ વિરેચન, ત્રિફળા, મીઢીં આવળ કે ગરમાળાનો રેચ લેવો. રોજ પેટ સાફ આવે એવી કાળજી રાખવી.
 • જે ભાગ પર ખરજવું થયું હોય તે ભાગ પર નાયલોન, ટેરિલીન વગેરે સિન્થેટિક કપડાં ન પહેરતા, સુતરાઉ કે ખાદીના કપડાં પહેરવા. નાયલોનનાં મોજાં પણ ન પહેરવા.
 • ઉપર ગણાવ્યા તેવા મીઠા દહીં, ગોળ, કેળાં અને આથો આવી તૈયાર થતાં ખાદ્ય પદાર્થો બંધ કરવા. * ગૌમૂત્ર અથવા  લીમડો નાખી ઊકાળેલા પાણીથી તે ભાગ સાફ કરવો.
 • જળો લગાવી અશુદ્ધ લોહી ચુસાવી લેવું અથવા વમન વિરેચન જેવી પંચકર્મ ચિકિત્સાનો સહારો લેવો.
 • રીંગળું, બટેટા કે ગાજર બાફી તેમાં સ્હેજ મીઠું કે ખાંડ નાંખી તેની પોટીસ બાંધવી. ચોવીસ કલાકે તેનો પાટો બદલવો.
 • સાકર ફટકડી, આમલસારો, ગંધક અને ટંકણખાર દરેક દસ દસ ગ્રામ લઈ ઝીણું ચૂર્ણ કરી લીંબુના રસમાં અથવા પાણીમાં એક કલાક ઘૂંટી સોગંઠી બનાવી લેવી. આ સોગંઠી સવાર સાંજ ખરજવા પર લગાવવાથી આરામ થાય છે.
 • ફુલટીકડી, કાથો, કાળા મરી, કપૂર અને મોરથુથુ સરખા ભાગે લઈ ચુર્ણ કરી તેનો લેપ લગાવવાથી જૂનું ખરજવું મટે છે.
 • તદ્દન મફતના  ઈલાજરૃપે ખરજવા પર ગાયના છાણનો પાટો બાંધવાથી પણ પરિણામ મળે છે.
 • કુવાડીયાના બીજનો ભૂકો દહીં સાથે મેળવી ખરજવા પર લગાડવાથી ફાયદો થાય છે. બાવચીના બીજ એક ભાગ, કુવાડિયાના બીજ ત્રણ ભાગ અને ગાજરના બીજ બે ભાગ લઈ બરાબર વાટી ગોમૂત્રમાં આઠ દિવસ ભીંજવી, બરાબર લઢી લાગલગાટ પંદર દિવસ લેપ કરવો, ખરજવું મટી જશે.
 • ખરજવા પર નરમ ગોળ અથવા ગાયનું ઘી ચોપડી સવાર સાંજ કૂતરા પાસે ચટાડવું. થોડાં દિવસમાં આરામ થશે.
 • આંતરિક સારવાર રૃપે કિશોર ગૂગળ અને આરોગ્ય વર્ધિની બે-બે ગોળી લેવી જમ્યાબાદ ખદિરારિષ્ટ અને મહામજિષ્ઠાદિ ક્વાથ બે-બે ચમચી મેળવી એટલા જ ભાગે પાણી સાથે પીવું.
 • ગંધક રસાયન ૧/૪ ગ્રામ ખેરછાલ ચૂર્ણ ૧ ગ્રામ, પંચનિમ્બાદિ ચૂર્ણ ૧ ગ્રામ અને બાવચી ચૂર્ણ ૧ ગ્રામ મેળવી સવાર-સાંજ પાણી સાથે લેવું. ખરજવું મટાડવા વૈદક શાસ્ત્રમાં આવા અનેક ઈલાજ સૂચવ્યા છે. કેટલાંક નુસ્ખા તો હાસ્યાસ્પદ લાગે તેવા છે. પણ વૈદો આ નુસ્ખાની અસરકારકતા માટે ભરપૂર શ્રદ્ધા ધરાવે છે. એલોપથીમાં પણ ખરજવા માટે વિવિધ સારવાર સૂચવી છે. સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ઈલાજમાં બી-ટેક્સ મલમ અને સપટ લોશન મોખરે છે.

સ્ત્રોત: સહિયર ગુજરાત સમાચાર

3.18518518519
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top