હોમ પેજ / આરોગ્ય / આયુર્વેદ / રોગો અને ઔષધો / ઉનાળામાં વિશેષ પરેશાન કરતો પિત્તજ શિર:શૂલ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ઉનાળામાં વિશેષ પરેશાન કરતો પિત્તજ શિર:શૂલ

ઉનાળામાં વિશેષ પરેશાન કરતો પિત્તજ શિર:શૂલ વિશેની માહિતી આપવામાં આવી છે

શિર:શૂલના મુખ્ય બે પ્રકાર છે.

  1. બીજા રોગના લક્ષણરૃપે થતું શિર:શૂલ જેમ કે મેનીનજાઈટીસ
  2. સાઈનોસાઈટીસ આંખનાં, કાનનાં રોગો વગેરે.

સ્વતંત્ર રીતે થતું શિર:શૂલ કે, જેને પોતાના સ્વતંત્ર કારણો સંપ્રાપ્લિ (ઈટીયોલોજી) હોય છે. આયુર્વેદમાં સ્વતંત્રરીતે થતાં શિર:શૂલ ૧૧ પ્રકારના કહ્યા છે. આમાંના એક પિત્તજ શિર:શૂલ વિષે અહીં વાત કરવા માંગીએ છીએ. ગ્રીષ્મ ઋતુના તાપ ગરમીથી શરીર અને માથામાં પિત્ત વધવાથી શિર:શૂલ શરૃ થાય છે. ઉનાળાના તાપ ઉપરાંત પિત્ત વિકૃત થાય છે એવા આહારવિહારનું સેવન કરવાથી પિત્તપ્રકોપ થઇ શિર:શૂલ થાય છે. તીખા, ખાટા, ખારા, ઉષ્ણ, બળતરા કરનાર રાઇ વગેરે તીક્ષ્ણ પદાર્થો લાંબો સમય લેવાથી ક્રોધ કરવાથી અતિ ઉપવાસથી વધારે પડતું જાતીય સુખ ભોગવવાથી, અતિ શરાબ પીવાથી, દહીં, મસાલા, અડદ, અળસી વગેરેનો વિશેષ ઉપયોગ કરવા વગેરેથી પિત્તપ્રકોપ થઇ પિત્તજ શિર:શૂલ ઉત્પન્ન કરે છે. જેને ખાટા, ખારા, તીખા પદાર્થો ખાવાની રુચી વધારે પડતી હોય એને સૂર્યનો તાપ વધારે નડે છે. પિત્તપ્રકૃતિવાળી વ્યક્તિને ગ્રીષ્મની ગરમી સહન થતી નથી. આવી વ્યક્તિ તાપમાં બહાર નીકળે કે તુરત જ માથાનો દુ:ખાવો થવાની દહેશત રહે છે. આ શિર:શૂલમાં માથું સખત દુ:ખે, શિર અને કપાળ ગરમ લાગે, અંધારા આવે, મોળ આવે, ક્યારેક પિત્તની ઉલ્ટી થાય, નાક અને નેત્રો બળે, રાત્રે ઠંડા વાતાવરણમાં સારું લાગે, બીપી હાઈ કે લો થાય. પેઈન કીલર દવાથી થોડી વાર માટે સારૃ લાગે છે. શીતળ વાતાવરણ અને પિત્તશામક ઉપચાર અનુકૂળ આવે છે. આ શિર:શૂલની પીડામાંથી કાયમ માટે મુક્ત થવા, તાપમાં બહાર નિકળવું નહીં, ઘર બહાર નીકળવું પડે તો વાતાવરણની ગરમીથી બચવાના ઉપાયો કરવા, અગ્નિ નજીક બેસવું નહીં, પિત્ત વધે તેવા આહારવિહારથી દૂર રહેવું, બહારની ગરમી ઘરમાં પ્રવેશે નહીં તેની કાળજી રાખવી, બારીઓમાં ખસની ટટ્ટીઓ રાખવી અને ટટ્ટીને અવારનવાર પાણી છાંટવું. વાળો અને સુખડ પાણીમાં આશરે છ કલાક પલાળવું પછી પાણીમાંથી વાળો સુખડ બહાર કાઢી વધેલા ઠંડા પાણીથી ન્હાવું. સુગંધીવાળાથી સિધ્ધ કરેલ પાણી પીવા માટે વાપરવું. ગુલકંદ (પ્રવાલપિષ્ટિયુક્ત) એક ચમચી સવાર સાંજ ખાવો.

અહીં આપેલ ઔષધો પથ્ય ભોજન સાથે લેવાથી પિત્તજ શિર:શૂલ મટે છે.

  • નાકમાં ગાયના ઘીના ટીપાં ૨ થી ૪ નાંખવા અને કપાળ અને માથે ઘી ધીમે હાથે ઘસવું.
  • થોડું કપુર, થોડું કેસર, સાકર લઇ બકરીના દૂધમાં લસોટી પછી આ દૂધનું નસ્ય (નાકમાં ટીપા) આપવું.
  • બકરીના દૂધમાં સૂંઠ ઘસી નસ્ય લેવું. ગોળ અને બારીક સૂંઠ ચૂર્ણને પાણીમાં મેળવી આ પાણીનું નસ્ય આપવું. ખાવાના ઔષધોમાં શતાવરી ૧ માસો, મુક્તાપિષ્ટિ ૧/૨ રતિ, ગોદંતીરસ ચંદ્રકલારસ ૧ રતિ મેળવી ગાયના ઘી સાકર સાથે લેવું અને ઉપર પથ્યાદિકવાથ લેવો. આવી રીતે સવાર સાંજ બે વખત લેવું. પથ્યાદિકવાથમાં આવે છે. હરડે, બહેડા, આમળા, હળદર, ગળો, કરિયાતું, લીમડાની છાલ. આ બધાનું અધકચરુ ચૂર્ણ બનાવી ૧૦ થી ૨૦ ગ્રામનો ઉકાળો બનાવી ૧/૨ તોલો ગોળ મેળવી પીવો. આ કવાથનું નસ્ય પણ લઇ શકાય છે.
ધાણા જીરુ અને સાકર સમાનભાગે લઇ બારિક ચૂર્ણ બનાવી સવારમાં ૩ થી ૬ ગ્રામ ઠંડા પાણી સાથે લેવું અથવા શિર:શૂલાદિવ્રજરસ ૧ ગોળી, ગોદંતી ૨ રતિ, મૃગશ્રૃંગભસ્મ ૧ રતિ, પ્રવાલપિષ્ટિ ૨ રતિ, ગળોસત્વ ૨ રતિ મેળવી ગાયના ઘી અને સાકર સાથે સવાર સાંજ લેવું અને ઉપર ચંદનાદિ કવાથ ૧૦ થી ૨૦ ગ્રામનો કવાથ બનાવી પીવો. નાકમાં ઉપર બતાવેલ કોઇપણ એક પદાર્થના ટીપા નાખવા, કબજીયાત હોય તો રાત્રે સૂતી વખતે ૩ થી ૬ અવિપત્તિકર ચૂર્ણ લેવું. આ પ્રયોગ પણ ઘણો જ અનુભવસિધ્ધ છે. નિરાશ થયેલ દર્દીઓ સારા થયાના ઘણાં દાખલા છે. રાત્રે સૂતી વખતે શતાવરી અને શંખપુષ્પી મેળવી દૂધ સાથે લેવું. બી.પી. વધવાથી કે ઘટવાથી પણ શિર:શૂલ થાય છે. એ લક્ષમાં રાખી ઔષધોની ગોઠવણ કરવી
સ્ત્રોત : લેખક સ્વસ્થવૃત્ત - શાંતિભાઇ અગ્રાવત
3.13043478261
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top