অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રાધા ક્યું ગોરી, મૈં ક્યું કાલા

રાધા ક્યું ગોરી, મૈં ક્યું કાલા

આયુર્વેદના પૂર્વાચાર્યોએ શરીરના વર્ણ (રંગ)નો વિચાર કરતાં તે બે પ્રકારે વર્ણવ્યો છે. એક તો પ્રકૃતિગત વર્ણ એટલે કે નૈસર્ગિક- કુદરતી રીતે પ્રાપ્ત થતો શારીરિક વર્ણ, જેમ કે કૃષ્ણ, શ્યામ, શ્યામ ગોરો અને ગૌરવર્ણ.

નિંદિત વર્ણ : જો શરીરનો રંગ અતિશય કાળો હોય અથવા અતિશય ગૌરવર્ણ હોય તો શાસ્ત્રની દૃષ્ટિએ નિંદિત છે. અતિ ગૌર વર્ણ આધુનિકોની દૃષ્ટિએ ‘અબ્બીનો’ અથવા આલ્બ્યુનિઝમ કહેવાય છે. જેમાં ત્વચા, વાળ અને આંખોમાં રહેલો ગોળ ભાગ પણ શ્વેત વર્ણનો થઈ જાય છે. જે જન્મથી જ થઈ જાય છે.‘મેલેનિન’ તત્ત્વના અભાવે સૂર્યનો પ્રકાશ સહન કરવાની ક્ષમતા આ પ્રકારના આલ્બ્યુનિઝમની સમસ્યાવાળાઓ ગુમાવી દે છે. વિકૃતિ સૂચક વર્ણ : પૂર્વાચાર્યોએ વિકૃતિ સૂચક વર્ણ પણ વર્ણવ્યા છે. જે નીલ (આકાશી) તામ્રવર્ણ, શુક્લવર્ણ વગેરે છે. આધુનિકોની દૃષ્ટિએ ‘સાયનોસિસ’ નામની સમસ્યામાં હૃદયની રચનાત્મક કે ક્રિયાત્મક વિકૃતિને કારણ શ્વાસોચ્છવાસની પ્રક્રિયા દ્વારા દૂષિત વાયુ કાર્બન ડાયોક્સાઈડ સંપૂર્ણપણે શરીરમાંથી નિષ્કાષિત ન થતાં શરીરનો વર્ણ જાંબુડી રંગનો અથવા તો નીલ શ્યામ પ્રકારના થઈ જાય છે.

વર્ણની ઉત્પત્તિ : શરીરના વર્ણની ઉત્પત્તિમાં પંચમહાભૂતોમાંનું અગ્નિતત્ત્વ શરીરને વર્ણ આપવામાં બહુ મોટો ભાગ ભજવે છે. ગર્ભની ઉત્પત્તિ વખતે શુક્ર અને સ્ત્રીબીજનો જ્યારે સંયોગ થાય ત્યારે જલ અને આકાશતત્ત્વની અધિકતા હોય તો તેનાથી પેદા થતી સંતતિ મહદઅંશે ગૌરવર્ણની હોય છે. પૃથ્વી તત્ત્વની અધિકતા હોય તો કૃષ્ણવર્ણ અને પૃથ્વી તત્ત્વ અને આકાશ તત્ત્વની અધિકતા હોય તો કૃષ્ણ-શ્યામ અને બધાં જ પંચતત્ત્વો સમાન અવસ્થામાં હોય ત્યારે શ્યામવર્ણની સંમતિ પેદા થાય છે.

વર્ણ અને આશાર : આયુ-વિજ્ઞાન તો કહે છે કે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રી કયા કયા પ્રકારનાં તત્ત્વોની અધિકતાવાળો ખોરાક લે છે, તેના પર પણ આવનાર બાળકના રંગ-વર્ણનો આહાર રહેલો હોય છે. સ્વર્ગીય મહાસંમેલનના પ્રમુખપદેથી બોલતાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ગર્ભવતી સ્ત્રી એ બાવળની કોમળ પત્તીઓ ખાતી રહે તો એની કૂખે અવતરનાર બાળક ચોક્કસપણે ઘઉંવર્ણનું થાય છે. બાવળના કોમળ પાંદડાનો આ પ્રયોગ સફળ પણ પુરવાર થયેલો છે.

મેલેનિન : આધુનિક ચિકિત્સાશાસ્ત્રના મત અનુસાર ત્વચા વગેરેની કાળાશ- શ્યામતા કે કૃષ્ણતાનું કારણ એમાં રહેલા ‘મલેનિન’ નામનું રંજક દ્રવ્ય(પિગમેન્ટ) હોય છે. એનું કુદરતી કર્મ સૂર્યના અધિક તાપથી પેદા થતાં અનિષ્ટો રોકવાનું છે અને એટલે જ પૃથ્વીના જે જે પ્રદેશોમાં સૂર્યનો તાપ ખૂબ જ પડે છે. ત્યાંના રહેવાસીઓની ત્વચાની કાળાશ એટલે જ વધારે હોય છે. આફ્રિકા એનું ઉદાહરણ છે.

યુરોપ અને અમેરિકાના ઉત્તરના પ્રદેશોમાં સૂર્ય એટલો પ્રખર ના હોવાને કારણે એના પ્રતિકારની આવશ્યકતા પણ એટલી નથી. જેને કારણે મેલેનિનનું ઉત્પાદન એટલું જ રહેતાં, ત્યાંની પ્રજાનો વર્ણ ઘઉંવર્ણો ઉજળો હોયછે. દક્ષિણ યુરોપમાં ઉત્તર યુરોપની તુલનામાં સૂર્યનો પ્રકાશ કંઈક અંશે તીક્ષ્ણ હોય છે, એટલે ત્યાંના નિવાસીઓનો વર્ણ ભારતના મોટાભાગના લોકો જેવો કંઈક શ્યામ હોય છે.

ટેનિંગ : સૂર્યપ્રકાશના સેવનથી અસ્થિધાતુનું પોષક તત્ત્વ વિટામીન - ‘ડી’ની ઉત્પત્તિ વગેરે હેતુસર જે લોકો સૂર્ય પ્રકાશમાં પડ્યા રહેતાં હોય છે, તેમની ત્વચા કાંસ્યવર્ણ(બ્રોન્ઝી) થઈ જાય છે. આ પ્રક્રિયાને અંગ્રેજીમાં ‘ટેનિંગ’ કહેવાય છે.

Leucoderma-vitiligo : ત્વચામાં પેદા થતા આ મેલેનિન તત્ત્વની કુદરતી ક્રિયામાં કોઈ અણચણ પેદા થાય તો ત્વચામાં ‘સફેદવર્ણ’ પેદા થાય છે. જે શ્વિત્ર-સફેદડાઘ Leuwderma-Vitiligo નામનો રોગ કહેવાય છે.

સારવાર : સફેદ ડાઘમાં આયુર્વેદ ‘બાકુચી’ અને ‘ભીલામા’ જેવા અગ્નિ અને આકાશીય તત્ત્વ ધરાવતાં દૃવ્યોનું પ્રયોજન કરેલું છે.

Hyperpig mentation : જ્યારે મેલેનિન તત્ત્વનો વધારે પડતો સંચય તલામસા કે લાખા સ્વરૂપે જોવા મળે છે. જે જન્મજાત હોય છે. આ ઉપરાંત કેટલાક રોગોમાં ‘મેલેનિન’ તત્ત્વ અધિક ઉત્પન્ન થતાં તે ભાગની ત્વચા કાળશમુક્ત થઈ જાય છે. રંજક દ્રવ્યની (પિંગમેન્ટ)ની અતિશય વૃદ્ધિને કારણે આ વિકૃત્તિને ‘હાયર પિગમેન્ટેશન’ કહેવાય છે.

સારવાર : વિકૃતિના નિવારણ માટે સુવર્ણના યોગો ઉપરાંત હળદર, ચંદન જેવા સૌમ્ય પ્રકૃતિના જલીય તત્ત્વો અને આકાશીય તત્ત્વોની અધિકતા ધરાવતાં ઔષધોનું પ્રયોજન કર્યું છે.

લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા, આરોગ્યમ્,  aarogyatirth@gmail.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate