অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

દેશી ગાયનું દૂધ અને ઘી

દેશી ગાયનું દૂધ અને ઘી

3૦ના વર્ષનાં સ્તુતિબેન શાહને વારંવાર કસુવાવડ થઈ હતી. લગ્ન થયે પાંચ વર્ષ થયાં છતાંયે સંતાન નહોતું. તેમના અને એમના પતિના બધા રિપોર્ટ નોર્મલ હતા. માસિક સમયસર આવતું. રૂટિન હિસ્ટ્રી પછી તેમને પૂછ્યું. alt147માસિકમાં સામાન્ય કરતાં વધારે દુર્ગંધ આવે છે /alt148 ત્યારે તેમણે કહ્યું, alt147હા, માસિકમાં ખૂબ દુર્ગંધ આવે છે. માસિક વખતે નહાઈને બહાર આવું પછી બાથરૂમમાં પણ વાસ આવે છે.

રૂપાબેનના કેસમાં માસિકની દુર્ગંધ હતી. જેનો અર્થ એ થયો કે તેમનું ગર્ભાશય પણ આમપિત્તથી દૂષિત હતું. જ્યાં સુધી ગર્ભાશય દોષરહિત ન થાય ત્યાં સુધી ગર્ભ રહેવાની શક્યતા નથી રહેતી.

જે ઔષધથી તેજસ્વી સંતાન પ્રાપ્તિ થાય છે. એનું નામ છે ફલસર્પિ. શાસ્ત્રકારોએ ફલનો સાંકેતિક અર્થ સંમત - સંતતિ કર્યો છે. વંધ્યત્વને નિષ્ફલત્વ પણ કહી શકાય. જે દંપતીઓ સંતાનપ્રાપ્તિ માટે નિષ્ફળ ગયાં હોય તેમણે ધીરજ રાખી ફલસર્પિ-ફલઘૃત નિયમિત લેવું જોઈએ. મજીઠ, જેઠીમધ, કઠ, હરડે, બહેડાં, આમળાં, સાકર, બલદાણા, શાતાવરી, અશ્વગંધા, અજનો, હળદર, દારૂહળદર, કડુ, કમળ, પોયણા, દ્રાક્ષ, સુખડ અને રતાંજલિ.

ઉપર્યુક્ત ઔષધિઓને ભારતીયવંશની દેશી ગાયના દૂધ અને ઘીમાં પકવવામાં આવે છે.

ગાયના દૂધમાં A-1 અને A-2 એમ બે પ્રકારના પ્રોટીન હોય છે. A-2 પ્રકારનું પ્રોટીન આરોગ્ય માટે ઉત્તમ છે, જ્યારે A-1 પ્રકારનું પ્રોટીન લાંબા સમય સુધી લેવાથી નુકસાન કરે છે. હાલમાં ભારતની પશુઓ પર સંશોધન કરતી સંસ્થા નેશનલ બ્યૂરો ઓફ અનિમલ જેનેટિક રિસોર્સિસ (NBAGR) કરનાલ, હરિયાણાએ તમામ ગાયોના દૂધનો અભ્યાસ કર્યો. જેમાં ભારતની દેશી ગાયોના દૂધમાં A-2 પ્રોટીન 98% હોય છે.

A-2 પ્રોટીન વાળું દૂધ ખોરાકમાં વધારે લેવામાં આવે તો શરીરમાં ડાયાબિટીસ, હાઈબ્લડપ્રેશર, હૃદયરોગ જેવી બિમારીઓ થવાની સંભાવના ઘટી જાય છે. ભારતીય વંશની ગાયો જેમ કે ગીરગાય, કાંકરેજ ગાય, રાજસ્થાનની રાઠી ગાય વગેરે ગાયોમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધારે હોય છે. એટલે ફલઘૃત જેવી ઔષધિઓ માટે ભારતીયવંશની ગાયોનાં ઘી-દૂધ હોવાં જરૂરી છે.

તેજસ્વી બાળક: અશ્વિનીકુમારો કહે છે કે ફલઘૃતને શાસ્ત્રીય વિધિથી લેવામાં આવે તો માયકાંગલા, તેજવિહીન, કદરૂપા અને ડરપોક સંતાનો નહીં પરંતુ શૌર્ય, સહાસ, પરાક્રમીવૃત્તિવાળા, વીર, વિચક્ષણ બુદ્ધિ પ્રતિભાવાળાં જેના દર્શન માત્રથી હૈયું પ્રફુલ્લિત થઈ જાય એવાં રૂપકડાં રમકડાં જેવાં (પ્રિયદર્શનમ્) બાળકો જન્મે છે.

માત્ર સ્ત્રીએ જ નહીં, પરંતુ સંતાનની અપેક્ષા રાખતા પુરુષો એ પણ ફલઘૃત લેવું જોઈએ. ફલઘૃત કામશક્તિ તો વધારે છે, સાથે-સાથે તેમાંના જેઠીમધ, શતાવરી, અશ્વગંધા, આમળા, સાકર, બલદાણા, ભારતીયવંશની દેશી ગાયનું દૂધ અને ઘી જેવાં ઔષધો શુક્રાણુઓની સંખ્યામાં વધારો કરે છે. રોગગ્રસ્ત શુક્રાણુઓને તંદુરસ્ત બનાવે છે, Motilily વધારે છે.

દોષયુક્ત બીજ(ઓવમ) કે દોયુક્ત શુક્રાણુ(સ્પર્મ)થી ગર્ભ રહે તો પણ ઘણીવાર પેદા થનાર સંતતિ નિર્માણ્ય,માંદલી કે ખોડ-ખાંપણવાળી જ્મે છે. એટલે વંશપરંપરાગત ઉતરી આવતાં રોગો, જન્મનાર બાળકમાં ન આવે તે માટે ચિકિત્સકના માર્ગદર્શન મુજબ ફલઘૃત લેવું જોઈએ. કોઠે રતવા(કોઠની ગરમી-લોહીવા) જેવી સમસ્યાઓને કારણે ઘણી બહેનોને કસુવાવડ થઈ જતી હોય છે. કલઘૃતમાંના કમળા પોપણા, દ્રાક્ષ, જેઠીમધ, રતાંજલિ, સુખડ, દૂધ, સાકર, આમળા, જેવી શીતળ ઔષધિઓથી કોઠાની ગરમીને શાંત કરીને ગર્ભનું રક્ષણ કરે છે.

 

સ્ત્રીદર્દો: ફલઘૃતના અન્ય લાભો વિષે અશ્વિનીકુમારો કહે છે કે જે સ્ત્રીઓને મૃત બાળકો જન્મતા હોય, જન્મ્યા પછીના ટૂંકા ગાળામાં બાળકનું મૃત્યુ થયું હોય, વગેરે તમામ સમસ્યાનું ફલધૃતથી નિવારણ થાય છે.

 

એ ઉપરાંત માસિક ખૂબ આવતું હોય, દુ:ખાવા સાથે આવતું હોય, માસિકમાં દુર્ગંધ આવતી હોય, માસિક ઓછું આવતું હોય, સ્પોટીંગ બ્લિડિંગ માસિકમાં ગંઠાયેલા ટુકડાઓ પડતા હોય, યોનિપથની ખંજવાળ, બળતરા થતી હોય, સફેદ પાણી પડતું હોય, આવતું હોય વગેરે સ્ત્રીદર્દીમાં ફલધૃત લઈ શકાય છે.

ફલકૃતની માત્રા: બે ચમચી ફલધૃત સવારે નરણાકોઠે ગરમ દૂધ સાથે લેવું અથવા ગરમ પાણી સાથે લેવું લીધાના પછી બે કલાક કંઈ ખાવું પીવું નહીં.

શુદ્ધિચૂર્ણ: મજીઠ, સાકર, જીરૂ, વાવડિંગ, મીંઠીચાવળના સમન્વયથી શુદ્ધિ ચૂર્ણ તૈયાર કરવામાં આવે છે. શુદ્ધિ ચૂર્ણમાં રહેલાં મજીઠ, જીરૂ, વાવડીંગથી આમપિત્ત પક્વ થાય છે. જ્યારે દોષ પાકે છે. ત્યાર પછી વિભાજિત થઈને ઉત્સર્જનતંત્ર તરફ પ્રયાસ કરે છે. કાચા દોષો શરીરની બહાર નીકળતાં નથી. મીંઢીઆવળ દુષિત પિત્તને મળમાર્ગથી બહાર ધકેલે છે. સાકર પિત્તને શાંત કરે છે.

શુદ્ધિ ચૂર્ણથી પેટ સાફ રહે છે. અને સાથે માસિકની શુદ્ધ થતાં તેમાંથી આવતી દુર્ગંધ પણ દૂર થાય છે. એક ચમચી લેવાથી, તેમની સમસ્યા દૂર થઈ. ફલઘૃત અને અન્ય આયુર્વેદિક ચિકિત્સા કરવાથી દીકરીનો જન્મ થયો.

લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate