অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

થ્રોટ ઇન્ફેક્શનના સદાબહાર ઉપાયો

બહુ સાદ પાડશો તો સાદ બેસી જશે

અમિતાભ બચ્ચન કે અર્નબ ગોસ્વામી સાદ-અવાજ એકાએક બેસી જાય તો / આ કલ્પના જેટલી તોફાની છે, એટલી દુ:ખદ પણ છે. ઉપદેશ, મનોરંજન, શિક્ષણ, તર્ક-દલીલ અને ગાળાગાળી બધું સ્થગિત થઈ જાય. અવાજનો જાદુ માણસના વ્યક્તિત્વ પર ચાર ચાંદ લગાડે છે અને એટલે જ દરેક વ્યક્તિને અને એમાં પણ ખાસ કરીને કલાકારોને એવી ઈચ્છા હોય છે કે તેમનો અવાજ ઊંડી ખીણ તરફ ખળખળ વહેતાં ઝરણાઓના ધ્વનિ જેવો હોય, લતા મંગેશ્કર જેવો હોય.

સાદ - અવાજ કોનો બેસી જાય?

જાહેરસભાઓમાં જોર-જોરથી ભાષણ આપનારાઓ, જોર જોરથી ગીતો ગાનારાઓ, મોટેમોટેથી ધર્મશાસ્ત્રોનાં ગાન કે સ્તવન-પાઠ કરનારાઓના અવાજ બેસી જાય છે.

અતિગીત: રિયાઝ ન હોય અને એકાએક લાંબો સમય સુધી ભજન-કિર્તન કે ગીતો ગાનારનો અવાજ બેસી જાય.

અભિઘાત: બહુ જોરથી ઉલટી થાય કે કઠણ ખોરાક કે ચીજ ગળાની નીચે ઉતારતાં સ્વરપેટીને ઈજા પહોંચે ત્યારે સાદ બેસી જાય.

Refluxes: પેટમાં રહેલો એસિડ જ્યારે નીચે જવાને બદલે ઉપરની તરફ ઉથલો મારે તેને Refluxes કહે છે, આવું જેને અવાર-નવાર થતું હોય તેમનો પણ અવાજ બેસી જાય છે.

Throat infection: ગળામાં સોજો, થોડો તાવ અને શરદીમાં અવાજ બેસી જાય છે. આમાં મુખ્ય દોષ પિત્ત હોય છે.

કોઈપણ કારણસર મોંથી જ શ્વાસ લેનારનો અવાજ બેસી જાય છે.

Fatique : કાયમ થાકની બૂમો પાડતા હોય, જેમણે ખૂબ શારીરિક કે માનસિક શ્રમ વેઠ્યો હોય, તેમનો અવાજ બેસી જાય.

આડઅસર: શરદી - કફ કે ઉધરસ - શ્વાસને તત્કાળ મટાડતી કેટલી ભારે દવાઓથી અવાજ બેસી જાય છે.

ચિકિત્સાક્રમ

અવાજ: સાદ બેસી જવાની સમસ્યા આમ તો સાવ સામાન્ય લાગે અને ક્યારેક ઘરગથ્થુ ઈલાજોથી મટી પણ શકે છે. પરંતુ કેટલીવાર એ શરીરતંત્રની કોઈક ગંભીરક્ષતિના કારણે હોય તો તેની વ્યવસ્થિત તપાસ જરૂરી બની રહે છે.

અક્ષયવટી: જેઠીમધ અને બહેડાનો ઘન કાઢીને આ ગોળી તૈયાર કરવામાં આવે છે. જેઠીમધ અને બહેડાનો ઉકાળો બનાવીને કોગળા કરવાથી પણ એટલો જ ફાયદો થાય છે.

અક્ષયવટીની ૨-3 ગોળી દિવસમાં મોંઢામાં રાખીને ધીમે ધીમે રસ ગળામાં ઉતારતા જવો, જેથી સ્વતંત્ર પર લિપ્ત કફ અને તેની આસપાસનો સોજો દૂર થાય છે.

જેઠીમધ: જેઠીમધનો ટુકડો કે જેઠીમધનો શીરો પણ મોંમાં મૂકીને ચગળવાથી અવાજ ખુલે છે. અવાજની ગુણવત્તા સુધરે છે.

ધૃતપાન: જમ્યાના છેલ્લા કોળિયામાં, ગરમ ભાતમાં ગાયનું ઘી નાખીને ખાવાથી અથવા ગરમ દૂધ સાથે ચોખ્ખું ઘી એકથી બે ચમચી પી જવાથી વાયુની આક્રમકતા ઘટતાં અવાજ ખુલી જાય છે.

કોગળા: ગરમ પાણીમાં નમક નાખીને દિવસમાં 3થી ૪ વાર કોગળા કરવાથી સ્થાનિક બેક્ટેરિયા અને વાયરલ ઇન્ફેક્શન દૂર થાય છે. અને સોજો ઉતરતાં અવાજ ખુલી જાય છે.

એક કપ ગરમ પાણીમાં અડધી ચમચી હળદર, અડધી ચમચી સાકર અને અડધી ચમચી ગાયનું ઘી નાખીને ચાની જેમ ઘૂંટડે ઘૂંટડે, દિવસમાં ચાર વાર પીવાથી થ્રોટ ઇન્ફેક્શનમાં તાત્કાલિક રાહત થાય છે

લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા, આરોગ્યમ્,  aarogyatirth@gmail.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate