অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઊંઘ ન આવે કે માંડ આવતી હોય તો શું કરવું

બૈરન બન ગઇ નિંદિયા: ઊંઘ ન આવે કે માંડ આવતી હોય તો શું કરવું?

મને ઊંઘ નથી આવતી  60 વર્ષનાં સુશીલાબેન ફરિયાદ કરે છે.  મને મોડા સુધી ઊંઘ નથી આવતી  ૩૦ વર્ષના કુણાલભાઇ ફરિયાદ કરે છે.  મને વિચારો ખૂબ આવે છે, તેથી ઊંઘ નથી શકતી 42 વર્ષનાં રોહિણીબેન ફરિયાદ કરે છે.

ભૂતધાત્રી : આયુર્વેદના આચાર્યોએ ઊંધને ભૂતધાત્રી એટલે કે પ્રાણીઓના શરીરને પોષણ આપતી માતા સમાન ગણાવી છે. જેમ શરીરને ટકાવી રાખવા માટે ખોરાકની જરૂર છે, તેટલી જરૂરિયાત ઊંઘની પણ છે.

મોડે સુધી ટી.વી. સીરીયલો જોતાં સુશીલાબેનને સાસુ-વહુનાં છળકપટ રાત્રે ઊંઘવા નહોતાં દેતાં. કૃણાલભાઇને એસિડીટી ઊંધવા નથી દેતી. રોહિણીબેનને મેનોપોઝનો કારણે હોર્મોન્સ બદલાવાથી, આયુર્વેદ મતાનુસાર વાયુની અનિયમિત ગતિને કારણે ઊંઘ નથી આવતી.

નુકશાન

ઊંઘના આવવાથી અને ના ઊંઘવાથી થતા નુકશાન વિષે જોઇએ: આજકાલ રાત્રે મોડા સુવાનું અને સવારે ખૂબ મોડા ઊઠવાના ક્રમને યુવાવર્ગ આધુનિકતાની નિશાની ગણે છે. વ્હોટસએપ, ફેસબુક, ટ્વિટરે યુવાપેટીની ઊંઘ ઉડાડી દીધી છે. પરિણામે ખીલ, ખોડો, સફેદવાળ, વહેલાં ચશ્માં આવી જવાં, વજન વધવું વગેરે અનાયાસે એમને પરેશાન કરે છે. જેનાથી તેઓ અજ્ઞાત છે.

સંશોધન

તાજેતરમાં થયેલા કેટલાક અભ્યાસ એવું સૂચવે છે કે રોગો અને જીવાણુઓ સામેના સતત યુદ્ધથી ક્ષીણ થઇ ગયેલું શરીરનું રોગપ્રતિકારક શકિતનું તંત્ર પૂરતી ઊંઘથી ફરી ચેતનવતું બને છે. અપૂરતી ઊંઘથી વ્યક્તિની પ્રતિક્રિયા અને પ્રત્યાઘાતની પ્રકિયા ઘીમી પડે છે. ચપળતા ઘટી જાય છે અને શરીરની આંતરિક પ્રક્રિયા ખોરવાય છે.

અનિદ્રાના દર્દીઓ માટે મહત્વની ટીપ્સ:

  • સૂતી વખતે શરીરનાં જ્ઞાનતંતુઓ રિલેક્સ થાય તેવી હળવી કસરતો, યોગાસન કરવાં. ચાલવું અને ઊંડા શ્વાસ લેવા.
  • રોજ નિયત સમયે પથારીમાં સુવાની આદત પાડવાથી એ જ સમયગાળા દરમિયાન ઊંઘ આવવાની પ્રકિયા કોઇપણ પ્રકારના પ્રયાસ વગર શરૂ થઇ જાય છે.
  • સુવાના સમયે ધાર્મિક સ્તવનો,ઇષ્ટ દેવતાનો જાપ વગેરે કરવાથી પ્રગાઢ નિદ્રા આવે છે તેવું ઘણા અનુભવીઓનું માનવું છે.
  • સંશોધકો કહે છે કે ઊંઘવાના સમયથી એક કલાક પહેલાં મગજમાંથી કઇ પણ પ્રકારની સમસ્યાઓ અને ચિંતાઓને હાંકી કાઢવાથી ઊંઘનું આગમન સરળ બને છે. જેમકે ખોટા વિચારો લાવે એવી ટી.વી.ની સિરીયલને જોવાનું ઓછું કરવું કે રાત્રે ના જોવી અને મોબાઇલ ફોનને સ્વિચ ઓફ કરવો.
  • ઊંગ પર સંશોધન કરનારા વૈજ્ઞાનિકો માને છે કે સૂતી વખતના રોમાન્સ અને સેક્સ ઊંઘવાની ગોળીઓ જેવું કામ કરે છે.
  • ગરમ પાણીનું સ્નાન કે હળવું સૌમ્ય સંગીત ઊંઘને આકર્ષિત કરે છે.
  • આયુર્વેદનું કથન છે કે માથામાં રોજ તેલનું માલિશ કરવાથી ઊંઘ સારી આવે છે. પગના તળિયે ગાયનું ઘી ઘસવાથી જ્ઞાનતંતુઓ રિલેક્સ થાય છે અને પ્રગાઢ નિદ્રા આવે છે. પરિણામે ખોડો, ખરતાવાળ, વાળ સફેદ થવા, આંખે નંબર આવવા વગેરે સમસ્યાઓ અટકી જાય છે.
  • આખા શરીરે માલિશ કરવાથી અનિદ્રાની સમસ્યા હંમેશને માટે ચાલી જાય છે.
  • સૂતી વખતે પગચંપી આંખોનાં પોપચાં પર ભાર લાવે છે અને સરળતાથી ઊંઘ આવી જાય છે.

મધુરમ્ : ઊંઘ લાવવાનો ગુણ ધરાવતું મગજનું સેરેટોનિન નામનું રાસાયણિક તત્વ કે જે કાર્બોદિત આહારમાંથી મળે છે, જેમ કે ઘીથી ભરપૂર ખીચડી, કમોદના ચોખાની ખીર, દૂધપાક, પેંડા, બરફી ખાવાથી ઊંઘ ઝડપથી આવે છે. થોડી માત્રામાં શીરો, સુખડી કે મીઠાઇ ખાવાથી પણ ઊંઘ સારી આવે છે

એસિટીડીના કારણે ઊંઘના આવતી હોય એવા લોકોએ રાત્રે જમવામાં ઘઉં બંધ કરી, કાપેલાં ફળો લેવાં, જેથી પાચન સરળતાથી થઇ જતાં એસિડ ઓછો બને અને પરિણામે ઊંઘી શકાય.

અશ્વગંધા ક્ષીરપાક : સોમ્ની ફેરમ નામનું ઊંઘ લાવનારું તત્વ ધરાવતા અશ્વગંધાનું અડધી ચમચી જેટલું ચૂર્ણ એક કપ દૂઘમાં લઇ, તેમાં તેટલું જ પાણી નાખી ઉકાળી નાખવું. પાણી બળી જાય પછી તેમાં બે ચપટી ગંઠોડા અને એકાદ ચમચી ખાંડ નાખી પીવું.

અશ્વગંધા ક્ષીરપાકને બગલે અશ્વગંધારિષ્ટ ૨-૨ ચમચી જેટલું લઇ પાણી ઉમેરીને પણ લઇ શકાય.

પ્રથમ ચૂર્ણ : જટામાંસી, તગર અને ઉપલેટ-કઠનું સરખા ભાગે ચૂર્ણ બનાવી તેમાંથી અડધો ગ્રામ પાણી સાથે ફાકી જવું. તેનાથી વિચારોનું આક્રમણ ઘટે છે. ઊંઘ સારી આવે છે.

અવગણના :

ઊંઘ આવતી હોવા છતાં ના ઊંઘતા યુવાનોને આ કુદરતી ઊંઘની અવગણના કરવાથી યાદશક્તિ ઘટે છે. વારંવાર ચીડ-ગુસ્સો આવે છે. પાચન ક્ષમતા ઘટી જતાં ગેસ,વાયુ, એસિડીટી માથાનો દુ:ખાવો, સફેદ વાળ વહેલા થઇ જવા જેવી સમસ્યાઓ ઉપન્ન થાય છે.

લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા, આરોગ્યમ્,  aarogyatirth@gmail.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate