অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નિદર્શન યોજના- હિન્દોલીયા તથા ઉંચવાણ

નિદર્શન યોજના- હિન્દોલીયા તથા ઉંચવાણ

નિદર્શન યોજના, સમન્વય રિસોર્સ સેન્ટર

હિન્દોલીયા તથા ઉચવાણ ગામ

તાલુકાઃ પીપલોદ અને દેવગઢ બારિયા, જિલ્લો: દાહોદ અમલીકરણઃ પાણી સમિતિ, હિન્દીલીયા તથા ઊંચવાણ ; માર્ગદર્શકઃ સમન્વય રિસોર્સ સેન્ટર

સ્થાનિક સ્થિતિ અને સ્વૈચ્છિક સંસ્થા પરિચય

સમન્વય રિસોર્સ સેન્ટર સમન્વય રિસોર્સ સેન્ટર સંસ્થા છેલ્લાં દસ વર્ષથી પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ગ્રામિણ વિકાસની પ્રવૃત્તિ કરી રહી છે. રાજય અને રાષ્ટ્રીય સ્તરની કામગીરીમાં સંકળાયેલી આ સંસ્થા ઘણી સરકારી અને બિનસરકારી સંસ્થાઓ સાથે જોડાણ ધરાવે છે. સંસ્થાના મુખ્ય હેતુઓ નીચે મુજબ છે: • સ્થાનિક સંસાધનોનો વિકાસ અને નિયમન કરી સંકલિત ગ્રામિણ વિકાસ અને પર્યાવરણ ક્ષેત્રે કામગીરી કરવી. • ગ્રામ્ય સમૂહમાં સ્વચ્છિક પ્રવૃત્તિઓની ભાવના પેદા કરી તેમની શકિતઓને વિકસાવીને વિકાસની પ્રક્રિયામાં તેમની સક્રિય ભાગીદારી લેવી. • ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને પાયાની તથા તાંત્રિક સેવાઓ પૂરી પાડીને તેમનો સામાજિક, આર્થિક, આરોગ્ય અને અન્ય ક્ષેત્રે વિકાસ કરવો . • ગ્રામિણ વિકાસના તમામ તબકકે મહિલાઓની ભાગીદારી વધારવી તથા તેમને સક્ષમ બનાવવી.

૨૦૦૨-૦૩માં, રાજીવ ગાંધી પેયજળ મિશન, ભારત સરકાર દ્વારા દેશના પસંદગીના જિલ્લાઓમાં શુદ્ધ જળ અને નિર્મળ પર્યાવરણ અભિયાન યોજવામાં આવ્યું, ત્યારે ગુજરાતના દાહોદ જિલ્લામાં આ અભિયાન યોજવા માટે સમન્વય રિસોર્સ સેન્ટરની પસંદગી થઈ હતી. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની ગુજરાત જળ સેવા તાલીમ સંસ્થાના સાથમાં, આ સંસ્થાએ દાહોદ જિલ્લાના તમામ તાલુકાનાં ૬૯૩ ગામોમાં વિવિધ આઈ.ઈ.સી. પ્રવૃત્તિ જેવી કે સૂત્રો, ભીંત ચિત્રો, પ્રભાત ફેરી, મેળાપ્રદર્શન, ભવાઈ શો, નટ શો, પી.આર.એ, શાળા કાર્યક્રમો તથા ગ્રામ સફાઈ જેવા જનજાગૃત્તિના કાર્યક્રમો હાથ ધર્યા હતા.

હિન્દોલીયા અને ઉચવાણ ગામ

પ્રવાહના સહયોગમાં નિદર્શન માટે પસંદ કરાયેલ હિન્દોલીયા અને ઉચવાણ ગામ સાથે સંસ્થા ગ્રામીણ વિકાસની વિવિધ પ્રવૃત્તિઓથી સંકળાયેલ છે. જેથી સંસ્થાના કાર્યકરો આ બંને ગામની આર્થિક તથા સામાજિક પરિસ્થિતિથી સંપૂણપણે વાકેફ છે. આ બંને ગામ વચ્ચે ૨૦ કિ.મી.નું અંતર છે. બંને ગામની મુખ્ય મુશ્કેલી પાણીની છે. ગામલોકો સંસ્થા સમક્ષ વારંવાર પાણી અંગે રજૂઆત કરતા હોવાથી સંસ્થાએ આ બંને ગામમાં નિદર્શન યોજવાનું વિચાર્યું.

ઉચવાણ ગામ બારીઆથી ૪ કિ.મી.ના અંતરે આવેલ છે. ગામની બાજુમાંથી પાનમ નદી વહે છે. હિન્દોલીયા ગામ પીપલોદથી ૬ કિ.મી. ના અંતરે આવેલ છે. ઉચવાણ ગામ ખૂબ જ ઢોળાવવાળી જમીન પર વસ્ય છે. આ બંને ગામમાં બોર, કૂવા, હેન્ડપંપ તથા નદી જેવા પાણીના સોત છે પરંતુ જમીન રેતાળ અને નરમ માટીની હોવાથી બોર, કૂવા અને હેન્ડપંપ નીચેથી પૂરાઈ જાય છે. આ બધા સોત બંધ પડેલી સ્થિતિમાં હતા. ચોમાસા દરમિયાન નદીમાંથી પાણી મળી રહે છે, પરંતુ ત્યાર બાદ તેમાં પણ અછત જોવા મળે છે. જેથી મહિલાઓ નાની વેરી બનાવી પાણી મેળવે છે. જેની ઊડાઈ પણ લગભગ ત્રણ ફૂટ જેટલી હોવાથી પાણી મેળવવાની તકલીફ પડે છે.

પાણીની આવી વિકટ પરિસ્થિતિને લીધે ગામની મહિલાઓને પીવાનું પાણી લેવા આશરે ૧.૫થી ર.પ કિ.મી. સુધી જવું પડે છે. પાણી લાવવામાં ઘણો સમય જતો હોવાથી મહિલાઓ પોતાનાં બાળકો, ઘરકામ કે ખેતીકામ માટે પૂરતો સમય આપી શકતાં નથી. પાણીની અછતને કારણે ખેતી માટે સિંચાઈની વ્યવસ્થા નથી. આ બધાં કારણોની લોકોના સ્વાસ્થય પર વિપરીત અસર પડે છે.

નિદર્શનનો હેતુ અને સમજ ઉપર જણાવ્યા મુજબ આ ગામોમાં પાણીના સોત હોવા છતાં પાણીની મુશ્કેલી હોવાથી, નિદર્શનની પ્રક્રિયામાં નવા સોત ઊભા કરવાને બદલે હયાત સોતના સમારકામ દ્વારા તેને ફરી ઉપયોગી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. ગામલોકોએ પણ આ જ સમજ અનુસાર કામ કરવાનું નક્કી કર્યું હોવાથી, આ ગામોમાં જો હયાત સોતની મદદથી પાણીની સ્થિતિ સુધારી શકાય તો આજુબાજુનાં અન્ય ગામોમાં એક દાખલો બેસે તેમ હતો. આ સમજ સાથે આ ગામોમાં નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું.

નિદર્શનની પ્રક્રિયા

ગામલોકોના સૂચન અને સંસ્થાની સલાહ અનુસાર, આ ગામોમાં પાણીના બંધ સોતને પુનર્જીવિત કરવા પર ધ્યાન આપવામાં આવ્યું. આ માટે ગ્રામ સભામાં તમામ વિગતોની વિગતવાર ચર્ચા બાદ સામુહિક રીતે નિર્ણયો લેવામાં આવ્યા. સમગ્ર આયોજન, ગ્રામસભામાં રચવામાં આવેલી પાણી સમિતિ દ્વારા કરવામાં આવ્યું. પાણીના બંધ સોતને ફરીથી ઊભા કરી પાણી સમિતિ દ્વારા તેની સારસંભાળ રાખવાથી આ સોત ફરીથી બંધ થવાની શકયતા નહિવત છે. ઉપરાંત, પાણી સમિતિના સભ્યોને હેન્ડપંપ રિપેરિંગ જેવી તાલીમ આપી તેઓ દ્વારા જ તેની માવજત કરાવવાનો વ્યહ પણ અપનાવવામાં આવ્યો.

લોકભાગીદારીના મુદ્દે, શરૂઆતમાં ચર્ચા થયા મુજબ, વ્યક્તિગત માલિકીના સર્વે નંબરવાળી જમીનમાં થતી કામગીરીમાં પO ટકા તથા સામુહિક સર્વે નંબરવાળી જમીનમાં થતી કામગીરીમાં ૧૦ ટક લોકફાળો આપવા લોકો સંમત થયા.

નિદર્શન અંતર્ગત પીવાના પાણીના જે સોતો ચાલુ કરવાના હતા, તેના સમગ્ર આયોજન, અમલ અને સંચાલન સહિતની બધી જવાબદારી પાણી સમિતિને સોંપવામાં આવી. સમિતિ પાણીના વપરાશકારોન જૂથની રચના કરી, સોતની જરૂર પડે મરામત કરાવશે તેવું પણ નક્કી થયું. સચોટ પરિણામ મેળવવા આ કામગીરી કરતાં પહેલાં પાણી સમિતિના સભ્યોને ભાવનગર જિલ્લાના છાયા અને રાજકોટ જિલ્લાના ખોપાડ અને મોકાસર ગામનના પ્રેરણા પ્રવાસે લઈ જવામાં આવ્યા.

નિદર્શનનો ભૌતિક દૃષ્ટિકોણ

શરૂઆતમાં ગામના જુદા જુદા ફળિયામાં કૂવાઓનું સર્વેક્ષણ કર્યા બાદ ફળિયાદીઠ કૂવા ઊંડા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી. પાણી સમિતિમાં દરેક ફળિયા દીઠ એક વ્યક્તિનો સમાવેશ કરવામાં આવ્યો જેથી તે વ્યક્તિ પોતાના ફળિયાનું પ્રતિનિધિત્વ કરી શકે. કૂવામાંથી જે લોકો પીવાના પાણીનો ઉપયોગ કરત હતા તે લોકોના વપરાશકાર જૂથની રચના કરવામાં આવી. આ જ લોકોએ શ્રમદાન આપીને કૂવા ઊડ કરવાની કામગીરી સંભાળી. નિદર્શન કામગીરી હોવાથી ફળિયાદીઠ એક જ કૂવાની કામગીરી હાથ ધરવામાં આવી. જેથી ફળિયામાં બીજા કૂવાના માલિકોએ પોતાના કૂવા પણ ઊંડા કરવાની માગણી કરી. જોકે સંસ્થાના અનુભવી કાર્યકરોએ તેમને નિદર્શનની સાચી સમજ આપતાં, સૌએ નિદર્શનની પ્રક્રિયામાં સંપૂર્ણ સહકાર આપ્યો. નિદર્શન કામગીરી પૂર્ણ થયું ત્યારે ચોમાસું હોવાથી અહીં ઘણો સારો વરસાદ થયો. જેથી કૂવામાં પાણીનાં સ્તર પ્રમાણમાં ઊચાં આવ્યાં છે. જેથી હાલમાં પીવાના પાણીની તંગી નાબૂદ થઈ ગઈ છે અને લોકો સરળતાથી અને નજીકથી પાણી મેળવતા થયા છે. હાલમાં જ વરસાદ પડયો હોવાથી આવું ત્વરિત પરિણામ મળ્યું છે, પરંતુ એક-બે વર્ષ બાદ આ કામગીરીનું સાચું પરિણામ મળશે. આ કીચે હિન્દોલીયા અને ઉચવાણ ગામના અનુક્રમે તમામ ૧પ૯પ અને ર૪૬૧ લોકોને નડતી પીવાના પાણીની તંગી નાબૂદ થશે અને પાણીના અભાવે તેમને પડતી શારીરિક તથ આર્થિક મુશ્કેલીઓ પણ દૂર થશે. નિદર્શનની કામગીરી દરમિયાન ગુણવત્તાની જાણવણી માટે નિયમિત દેખરેખ રાખવામાં આવી તથ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું ગામના લોકો તથા પાણી સમિતિના સભ્યો સતત જાગૃત રહીને આ મિલકતોની યોગ્ય જાળવણી કરી શકે તે માટે તેમને સતત માર્ગદર્શન અને તાલીમ પણ આપવામાં આવી રહ્યાં છે.

નિદર્શનનો સામાજિક દૃષ્ટિકોણ આ ગામોમાં પીવાના પાણીની મુશ્કેલી હતી ત્યારે ગામની બહેનોને લગભગ ૧થી ૨.૫ કિ.મી. દૂર સુધી પાણી લેવા જવું પડતું હતું. તેમાં સમયનો બગાડ થતાં લોકો ઘરકામ, ખેતી, બાળકો કે સમાજ તરફ પૂરતું ધ્યાન આપી શકતાં નહોતાં. આની અસર ખેતઉત્પાદનમાં થતાં લોકો સતત આર્થિક ભીંસમાં રહેતા હતા. નિદર્શન પૂર્ણ થયા પછી ગામલોકોને પીવાનું પાણી સરળ રીતે ઉપલબ્ધ થયું આથી સીધી અને સારી અસર લોકોના પારિવારિક અને સામાજિક જીવન પર પડી રહી છે.

વધુ માહિતી માટે સંપર્ક :

પ્રવાહ મધ્યસ્થ કાર્યાલય   Website: WWW.pravah-gujarat.org

 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate