অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વિશ્વ પર્યાવરણ દિવસ

વિશ્વ પર્યાવરણ દિવસ

જનમાનસમાં પર્યાવરણ પ્રશ્ને જાગૃતતા વધે - લોકો પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તે હેતુથી તા. ૫મી જૂન ""વિશ્વ પર્યાવરણ દિન'' તરીકે ઉજવાય છે

૧૯૭૨થી સંયુક્ત રાષ્ટ્રસંધ દ્વારા વિશ્વભરમાં ઊજવાતાં ""પર્યાવરણ દિન''નું આ વર્ષનું સુત્ર છે "હરિત અર્થતંત્ર' સામાન્ય માનવીની જીવન વ્યવસ્થામાં સુધાર આવે સાથે પર્યાવરણ સામેના ખતરાઓમાં ધટાડો થાય

વિશ્વમાં પ્રકૃતિના સંરક્ષણનો પ્રારંભ સર્વપ્રથમ ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે કર્યો હતો. પ્રકૃતિના મહત્વને સ્વીકારતાં - વન્ય જીવજંતુઓના શિકાર પર અંકુશ અને રક્ષણના નિયમો આજેય તેના શિલાલેખોમાં જોવા મળે છે

૧૯૭૨માં પમી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ થવા એકઠા થયા. પર્યાવરણની જાળવણી માટે જાહેરનામુ બહાર પાડયું. આના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્રસંધ દ્વારા તા. ૫મી જૂનના દિવસને ""વિશ્વ પર્યાવરણ દિન'' તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું.

જનમાનસમાં પર્યાવરણ પ્રશ્ને જાગૃતતા વધે - લોકો પર્યાવરણ સુરક્ષા કાર્યમાં સહભાગી બને તે હેતુથી પ્રતિવર્ષ તા. ૫મી જૂને ""વિશ્વ પર્યાવરણ દિન''ની ઊજવણી કરવામાં આવે છે. લક્ષ્યાંકો નિયત કરવામાં આવે છે, વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે.

વિશ્વમાં પ્રકૃતિના સંરક્ષણનો પ્રારંભ સર્વપ્રથમ ઇસુના પહેલાં ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે કર્યો હતો. પ્રકૃતિના મહત્વને સ્વીકારતાં - વન્ય જીવજંતુઓના શિકાર પર અંકુશ અને તેના રક્ષણ માટેના નિયમો પણ એના સમયમાં બન્યા. જે આજે શિલાલેખમાં જોવા મળે છે.

સંયુક્ત રાષ્ટ્રસંધ પર્યાવરણ દિને કાર્યક્રમોના આયોજન માટે વિષયની પસંદગી કરી સુત્ર આપે છે. વર્ષ ૨૦૧૨નો વિષય છે "હરિત અર્થતંત્ર'. એક એવી અર્થ વ્યવસ્થા જેના ફલ સ્વરૂપે સામાન્ય માનવીની જીવન વ્યવસ્થામાં સુધાર આવે સાથે પર્યાવરણના સામેના ખતરાઓમાં ધટાડો થાય. પર્યાવરણ જાળવણીથી જ ભરપૂર વરસાદ, વનરાજીની લીલીછમ ચાદર, શુદ્ધ હવા, પ્રલયકારી પૂરનું નિયંત્રણ, ભૂગર્ભ જળ-તળની યોગ્ય સપાટીની જાળવણી, પશુધનને યોગ્ય માત્રામાં ધાસચારો, વનિલ ઉઘોગોને પૂરતો લાકડાનો જથ્થો, રોજગારીની ઉપલબ્ધિ, પ્રાકૃતિક તત્વોની જાળવણી કરી શકાય. આપણા પર્યાવરણમાં થતાં હવા, જળ, જમીન અને અવાજનું પ્રદૂષણ રોકવું અને આવા પ્રદૂષણો દ્વારા પર્યાવરણને નુકશાન થતું અટકાવવું.

પર્યાવરણની સુરક્ષા દરેક દેશ માટે ચિંતાનો વિષય બન્યો છે. પર્યાવરણની સુરક્ષા અને સંવર્ધન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય પ્રયત્નો થયા છે. એન્ટાકર્ટિકા ખંડનું પર્યાવરણ જાળવવાનો પ્રોટોકોલ, જૈવ વિવિધતાં જાળવવાની સંધિ, મહાસાગરોમાંની જૈવિક અને માછીમારી સંપત્ત્િાને જાળવવાની સંધિ, વિવિધ પ્રદૂષણયુક્ત વાયુને ફેલાતો અટકાવવા માટેના પ્રોટોકોલ, વ્હેલના શિકારના નિયમો અંગેના કરાર, ઓઝોનના સ્તરને બચાવવા અંગે મોન્ટ્રીયલ પ્રોટોકોલ, મોસમ પરિવર્તન માટે જવાબદાર મનાતા ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ધટાડવાની સંધિ જેવા કેટલાંય વૈશ્વિક કરારો અસ્તિત્વમાં છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેન્ટ ચેન્જ જેવી પર્યાવરણીય સમસ્યાઓ એ વૈશ્વિક કક્ષાની સમસ્યાઓ છે. કોઇ સ્થાનિક પર્યાવરણીય સમસ્યાની અસર જે તે સ્થળ પુરતી રહેતી નથી. તેની અસર ધણાં મોટા વિસ્તારોમાં અને મોટાભાગે લાંબાગાળાની હોય છે. મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ક્લાઇમેન્ટ ચેન્જ અંગે ""કન્વીનીઅન્ટ એકશન'' નામનું લખેલ પુસ્તક સ્પષ્ટ કરે છે કે, આપણે પર્યાવરણ અંગે કેટલા સંવેદનશીલ છીએ.

આપણે પ્રગતિ અને વિકાસના ઉચ્ચત્તમ શિખરો સર કર્યા છે. તેનું ગૌરવ અનુભવીએ છીએ તેના પાયામાં આપણા રાજ્યને મળેલા પ્રાકૃતિક વૈવિધ્યનો સિંહફાળો છે. દેશનો લાંબામાં લાંબો દરિયાકાંઠો ધરાવતાં રાજ્યનું ગૌરવ હાંસલ કરવાની બાબતે વિચારીશું તો જોઇ શકાય કે લાંબા દરિયાકાંઠાના કારણે જ રાજ્યના દરિયાકાંઠે વૈવિધ્યપૂર્ણ પરિસર તંત્રો અસ્તિત્વમાં આવેલ છે. ખારો રણ પ્રદેશ, ધાંસિયા મેદાનો તથા ભાંભરા પાણીના વિસ્તારો એ ઉભા કરેલ વિવિધ પરિસર તંત્રો, રાજ્યના જૈવિક વૈવિધ્યને સમૃદ્ધ કરે છે. ગુજરાત રાજ્યની પૂર્વ પટ્ટીના વન વિસ્તારોનો જળસ્ત્રાવ ધરાવતી મહી અને તાપી જેવી નદીઓના કારણે રાજ્યમાં મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાત ખેતી ઉત્પાદનો અને આવકમાં મોખરાનું સ્થાન મેળવીને સમૃદ્ધિના ખોળે બેઠેલ છે. ગુજરાતની સુખ અને સમૃદ્ધિમાં નર્મદા નદીનો ફાળો કંઇ નાનોસૂનો નથી. નર્મદાના જળ થકી જ આજે ગુજરાત સાચા અર્થમાં સ્વર્ણિમ બની રહ્યું છે.

દરિયાકાંઠો, રણપ્રદેશ, મોટી નદીઓ, ધાસિયા મેદાનો, અરવલ્લી-સહયાદ્રી-સાતપુડાની ગિરિમાળાઓ, ચેરના વનો જેવા વૈવિધ્ય સભર રાજ્યના પરિસરતંત્રોના પરિણામે રાજ્ય વાનસ્પતિક અને પ્રાણી સૃષ્ટિનું વૈવિધ્ય ધરાવે છે. પરિણામે રાજ્યમાં વિશ્વકક્ષાએ દુર્લભ કહી શકાય તેવા સિંહ, ધુડખર જેવા સસ્તન પ્રાણીઓ, દરિયાઇ જીવો તથા વનસ્પતિઓ જોવા મળે છે રાજ્યની સમૃદ્ધિ અને વિકાસ આજે વિશ્વ કક્ષાએ ધ્યાન ખેંચી રહેલ છે ત્યારે તેના પાયામાં રાજ્યની પ્રાકૃતિક સંપદાનું મોટું પ્રદાન છે. ગુજરાતને સતત પ્રગતિના પંથે અગ્રેસર રાખવું હશે તો આપણે સહુએ પર્યાવરણની જાળવણી અને રક્ષણ કરતાં શીખવું પડશે. પર્યાવરણીય સંપદા સ્વચ્છ, સ્વસ્થ અને ટકાઉ હશે તો જ વિકાસ શક્ય બનશે. ગુજરાતની પ્રજા શાણી અને સમજુ છે. અહિંસા આપણો જીવન મંત્ર છે. પ્રકૃતિપ્રેમ અહીની સંસ્કૃતિ છે.

ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણમાં બદલાવ જેવી પ્રવર્તમાન પર્યાવરણીય સમસ્યાઓથી બચવા માટે કુદરતી સ્ત્રોતોનો મર્યાદિત ઉપયોગ કરી બિનપરંપરાગત ઊર્જાના સાધનોનો ઉપયોગ કરવો જરૂરી બનશે. કુદરતી રીતે આટલો મોટો વિશાળ દરિયાકાંઠો ધરાવતું રાજ્ય હોઇ આપણે પવન ઊર્જાનો ઉપયોગ કરી, પવનચક્કી દ્વારા વીજ ઉત્પાદન કરી વાતાવરણમાં કોલસા કે અણુથી ઉત્પાદન થતી ઊર્જા દ્વારા ફેલાતું પ્રદૂષણ રોકીને વિશ્વને પર્યાવરણીય સમસ્યાઓથી બચાવી શકીશું. તદ્‍ઉપરાંત કર્કવૃત્ત આપણા રાજ્યમાંથી પસાર થતું હોઇ સૌર ઊર્જા વિપુલ માત્રામાં પ્રાપ્ત થઇ શકે તેમ છે. આ સૌર ઊર્જાના મોટામાં મોટા સ્ત્રોતનો ઉપયોગ કરી સૂર્યપ્રકાશ દ્વારા વિજળી પ્રાપ્ત કરવાના લક્ષને આપણે પ્રાથમિકતા આપી છે. ચાલુ વર્ષે વિશ્વની સૌથી પ્રથમ સોલર સીટી પાટણ જિલ્લાના ચારણકા ખાતે પ્રસ્થાપિત કરવાની શરૂઆત કરી ગુજરાત સોલર એનર્જી હબ બનવાની દિશામાં અગ્રેસર રહેલ છે. પ્રદૂષણ મુક્ત ઊર્જા મેળવવા માટે સંકલ્પબદ્ધ થયા છીએ. પરંતુ વધારેમાં વધારે પ્રયત્નો કરી વિશ્વમાં ગુજરાત નંબર-૧ બને તે દિશામાં આ એક મહત્વનું પગલું ગણી શકાય. લાકડાનો બાંધકામ અને ફર્નીચર વગેરે કામોમાં વધારેમાં વધારે ઉપયોગ કરી વાતાવરણમાંના કાર્બનને સીલ કરવામાં આવશે તો હવામાનમાં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ નિયંત્રિત કરવામાં ઉપયોગી થશે. આ માટે ""વધુ વૃક્ષો વાવો''ની ઝૂંબેશ અતિ અનિવાર્ય છે.

"વિશ્વ પર્યાવરણ દિને'' સહુ સંકલ્પ લઇએ- કૃષિ, ઉઘોગ, શિક્ષણ જેવા જે વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચત્તમ શિખરો સર કર્યા છે. તેને પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ અને સંવર્ધન થકી ટકાઉ બનાવીએ.

આલેખન:  ભાનુપ્રસાદદવે

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate