હોમ પેજ / ઊર્જા / પર્યાવરણ / નિતીઓ / સીટી કંપોસ્ટ નીતિ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સીટી કંપોસ્ટ નીતિ

સીટી કંપોસ્ટ (શહેરના કચરામાંથી તૈયાર કરાયેલા મિશ્ર ખાતર) ને પ્રોત્સાહન માટે કેબિનેટે નીતિ મંજૂર કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રિય મંત્રીમંડળે શહેરના કંપોસ્ટ (મિશ્ર ખાતર) ને પ્રોત્સાહન આપવા અંગેની નીતિને લીલી ઝંડી આપી છે. આ નીતિ હેઠળ, સીટી કંપોસ્ટના ઉત્પાદનના પરિમાણ અને પ્રોડક્ટના વપરાશ માટે બજાર વિકસાવવા ટન દીઠ રૂ. 1500 ની સહાય આપવાની જોગવાઈ છે. બજાર વિકસાવવાની સહાયને પગલે ખેડૂતોને શહેરના કંપોસ્ટ માટે ઓછી એમઆરપી ચૂકવવી પડશે. શહેરના કચરામાંથી બનાવાયેલું ખાતર - કંપોસ્ટ, માટીને કાર્બન અને પ્રાથમિક / ગૌણ પોષક તત્ત્વો આપે છે, એટલું જ નહીં, પરંતુ શહેરને સ્વચ્છ રાખવામાં પણ મદદરૂપ થાય છે. સીટી કંપોસ્ટ માટે ઈકો-માર્ક સ્ટાન્ડર્ડ, ખેડૂતો સુધી પહોંચતી પ્રોડક્ટની ગુણવત્તા પર્યાવરણ-મિત્ર હોવાની ખાતરી આપશે. શહેરના કચરામાંથી ખાતર બનાવવાને કારણે એટલે કે કચરાને ઉપયોગી ઉપપેદાશમાં ફેરવવાને પગલે ખુલ્લી જમીનો અને કચરો નાંખવાની જગ્યાએ કચરાની માત્રામાં પણ ઘટાડો કરી શકાશે. આને કારણે નુકસાનકારક ગ્રીનહાઉસ વાયુઓ (ખાસ કરીને મિથેન) અને વિષજન્ય સામગ્રીનું ઉત્પાદન અટકશે, જે પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાવવા ઉપરાંત ભૂગર્ભજળને પણ પ્રદૂષિત કરે છે. શહેરના કચરામાંથી ખાતર તૈયાર કરવાથી શહેરી વિસ્તારોમાં રોજગાર સર્જન પણ કરશે. ફર્ટિલાઈઝર કંપનીઓ અને માર્કેટિંગ એકમો તેમના ડીલરોના નેટવર્ક દ્વારા રસાયણયુક્ત ખાતરોની સાથે સીટી કંપોસ્ટનું પણ વેચાણ કરશે. કંપનીઓ કંપોસ્ટના વપરાશને પ્રોત્સાહન આપવા માટે ગામડાંઓ પણ દત્તક લેશે. સરકારી વિભાગો અને જાહેર ક્ષેત્રનાં એકમો એમના બાગાયત અને સંબંધિત વપરાશો માટે સીટી કંપોસ્ટ ઉપયોગમાં લેશે. સંબંધિત મંત્રાલય / વિભાગ, ખેડૂતોને સીટી કંપોસ્ટના લાભ વિશે માહિતી આપવા માટે ઈન્ફર્મેશન, એજ્યુકેશન અને કોમ્યુનિકેશન - આઈઈસી અભિયાનો હાથ ધરશે અને તમામ રાજ્યોમાં વધુને વધુ કંપોસ્ટ પ્લાન્ટ્સ સ્થપાય એ માટે પગલાં લેશે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રીકલ્ચરલ રિસર્ચનાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રો સહિતના કૃષિ વિસ્તરણ ક્ષેત્રમાં કાર્યરત સંસ્થાઓ અને એકમો પણ આ સંદર્ભે ખાસ પ્રયત્નો હાથ ધરશે. કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો સીટી કંપોસ્ટના ઉપયોગ માટે ક્ષેત્રવાર નિદર્શનની પ્રવૃત્તિઓ હાથ ધરશે, જેના માટે કૃષિ વિભાગ, સહકાર વિભાગ અને ખેડૂત કલ્યાણ વિભાગ એમને લક્ષ્યાંકો આપશે.ખાતર વિભાગ, શહેરી વિકાસ મંત્રાલય અને કૃષિ વિભાગ દ્વારા સંયુક્તપણે તંત્ર સ્થપાશે, જે, સીટી કમ્પોસ્ટના ઉત્પાદકો અને ખાતર માર્કેટિંગ કંપનીઓ વચ્ચે પરસ્પર સંમતિ હોય તેવી શરતોએ સીટી કંપોસ્ટની પર્યાપ્ત માત્રા ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થાની દેખરેખ કરશે અને તેના માટે જરૂરી મદદ પૂરી પાડશે. આ પ્રક્રિયામાં ઊભા થતા સહકાર અંગેના કોઈ પણ મુદ્દા ઉકેલવા માટે પણ તેઓ અધિકૃત હશે. શરૂઆતમાં, સીટી કંપોસ્ટનું માર્કેટિંગ અને પ્રમોશન હાલની ખાતર કંપનીઓ દ્વારા કરવાનું આયોજન છે. સમય જતાં, સંબંધિત રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલા કંપોસ્ટ ઉત્પાદકો અને અન્ય માર્કેટિંગ એકમોને પણ ખાતર વિભાગની મંજૂરી સાથે આ કાર્યમાં જોડવાની દરખાસ્ત છે. બજાર વિકસાવવા માટે કરાયેલી સહાયની રકમ માર્કેટિંગ કરી રહેલા એકમ મારફતે મળશે

સ્ત્રોત: પત્ર સુચના કાર્યાલય, ભારત સરકાર

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top