વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

હેતુઓ

હેતુઓ આપવામાં આવ્યા છે

વિભાગના લક્ષ્યાંકો

જળસંપત્તિ વિભાગનો ઉદ્દેશ પર્યાવરણ અને આર્થિક રીતે રાજયની જાહેર જનતાના હિતમાં જળ અને તેને સંબંધિત પ્રાપ્તિ સ્થારનોનું વ્યીવસ્થાહપન, વિકાસ, સંરક્ષણ અને સંવર્ધન કરવાનો છે.
કૃષિ રાજ્યનો સૌથી મોટો અને સૌથી સામાન્‍ય વ્‍યવસાય છે અને રાજ્યની મોટા ભાગની વસ્‍તીની સુખાકારી અને કલ્‍યાણ કૃષિ ઉદ્યોગ પર સીધી રીતે આધારિત છે. રાજ્ય ઔદ્યોગિક વિકાસના ક્ષેત્રમાં પણ હરણફાળ ભરી રહ્યું છે.
ઉપલબ્ધ પાણીનો વિવેક પૂર્વક ઉપયોગ અને વપરાશ થવો જોઈએ અને સમાજના મહત્તમ લાભ પેદા કરવા માટેના હેતુથી તેને મુક્ત કરવુ જોઈએ. સાથોસાથ પર્યાવરણને પણ ઓછામાં ઓછી હાનિ થવી જોઈએ. સિંચાઈ માનવ અને પ્રાણીઓ માટેના વપરાશ, ઔદ્યોગિક વિકાસ વિ. માટે પાણીની સતત વધતી જતી માંગમાં જળસ્‍ત્રોત નાથવાની જરૂરિયાત પડે છે.
ગુજરાત સરકારનો નર્મદા, જળસંપત્તિ ઓ પાણી પુરવઠા વિભાગ વિભિન્ન ઉપયોગ માટેની પાણીની માંગને પહોંચી વળવા માટે નીચેના ઉદ્દેશો ધારાવે છે.

જળ સંપત્તિ વિભાગની મુખ્ય પ્રવૃત્તિઓ

 • રાજ્યની જળનીતિ અનુસાર ઉપલબ્ધ જળ સંપત્તિના ઉપયોગનું અસરકારક આયોજન કરવું.
 • રાજ્યની જળનીતિ તૈયાર કરવી અને સમયાંતરે તેની સમીક્ષા કરવી
 • જથ્થાવાર, સમયવાર અને ગુણવત્તાવાર માહિતી મેળવીને તેનું વિશ્લેષણ કરીને સંગ્રહ કરવો.
 • કૃષિ ઉત્પાદન વધારવા માટે સિંચાઈ લાભો વધારવા માટે ઉપલબ્ધ જળસંપત્તિનો ઉપયોગ કરવો અને તેમ કરીને રાજ્યના ખેડુતોનું નિર્વાહધોરણ વધારવું.
 • રાજ્યના ખેડુતોનું નિર્વાહધોરણ વધારવું.
 • જરૂર જણાય તેવા વિસ્તારમાં ભૂગર્ભ જળ રિચાર્જ વધારવું.
 • અખાતી વિસ્‍તારોમાં ક્ષારવૃદ્ધિ નિવારણ કરવું.
 • પાણીની સમતુલા જાળવવા માટે જળ સંપત્તિનો સંયુક્ત ઉપયોગ કરવો.
 • પાણીની તંગી અને અછત ધરાવતા વિસ્‍તારોમાં પાણીની તબદીલી કરવી.
 • સુજલામ્ સુફલામ્ યોજનાને લગતી કામગીરી.

સ્ત્રોત: નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ

2.84615384615
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top