હોમ પેજ / શિક્ષણ
વહેંચો

શિક્ષણ

  • edu slider1 190115

    શિક્ષણ એ મૂળભૂત માનવ અધિકાર છે

    14 વર્ષ સુધીનાં દરેક બાળકને વિનામૂલ્યે અને ફરજિયાત શિક્ષણ, ભારતનાં સંવિધાનની જોગવાઇ છે. ભારત છેલ્લાં દસકામાં ધ્યાન ખેંચે તેવી સાક્ષરતા ફલાંગ મારી છે અને આંકડા તેની ખાતરી કરે છે. સાથેસાથે બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ કાયદો 2009નું અમલીકરણ તેને પુષ્ટિ આપે છે.

  • edu slider2 190115

    શિક્ષણમાં ઇન્ફર્મેનશન અને કમ્યુનિકેશન ટેક્નોલોજી (આઇસીટી)

    ઇન્ફર્મેનશન અને કમ્યુનિકેશન ટેક્નોલોજી (આઇસીટી) શિક્ષણની પ્રવૃત્તિઓમાં વપરાતી ટેક્નોલોજીને સશક્ત કરવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. આઇસીટી તકો ઊભી કરે છે, શિક્ષણની પ્રવૃત્તિઓમાં જોડાણ કરે છે અને શિક્ષણ માટે સાનુકૂળ વાતાવરણ ઉભું કરે છે.

શિક્ષણ

પ્રાથમિક શિક્ષણ એ દરેક નાગરિકનાં વિકાસનો પાયો છે જે દેશનું ભવિષ્ય નક્કી કરે છે. હાલમાંજ ભારતે પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ, શિક્ષણ સતત રાખવા, નિયમિત હાજરી અને સાક્ષરતામાં વધારો કરવામાં સારી પ્રગતિ કરી છે જેમાં ભારતની બે તૃતિયાંશ વસતીનો સમાવેશ થાય છે. ભારતની સુધરેલ શિક્ષણ વ્યવસ્થાને ભારતનાં સારા આર્થિક વિકાસમાં યોગદાનરૂપ માનવામાં આવે છે. પણ, સાથેસાથે ભારતમાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા ખૂબજ મહત્વની બાબત બની રહી છે.

14 વર્ષ સુધીનાં દરેક બાળકને વિનામૂલ્યે અને ફરજિયાત શિક્ષણ, ભારતનાં સંવિધાનની જોગવાઇ છે. સંસદમાં હાલમાંજ શિક્ષણ અધિકારનો કાયદો પસાર કરવામાં આવ્યો છે જે 6-14 વર્ષનાં બાળક માટે શિક્ષણને પાયાનાં અધિકાર તરીકે ગણે છે. દેશને હજી સર્વવ્યાપી પ્રાથમિક શિક્ષણનો ધ્યેય હાંસલ કરવાનો બાકી છે જેનો અર્થ છે 100 ટકા શાળા પ્રવેશ અને શાળામાં સગવડો અને વસવાટ દ્વારા બાળકોને શાળામાં સતત રાખવા. આ ખાઇને પુરવા માટે સરકારે 2001માં સર્વ શિક્ષા અભિયાનની શરૂઆત કરી છે જે વિશ્વનો આ પ્રકારનો સૌથી મોટો કાર્યક્રમ છે.

ઇન્ફર્મેશન ટેક્નોલોજીનાં આ વિસ્તારમાં, ખાસ કરીને ગ્રામીણ ભારતમાં શિક્ષણમાં શું હોવું જોઇએ અને શું ન હોવું જોઇએ તેની ખાઇ પુરવામાં આઇસીટી મહત્વનું યોગદાન આપે છે. વિકાસપીડિયાનો પ્રાથમિક શિક્ષણ વિભાગ અનેકવિધ સામગ્રી સ્રોતો પુરા પાડીને ભારતમાં પ્રાથમિક શિક્ષણનો હેતુ સિદ્ધ કરવામાં યોગદાન આપે છે.

બાળ અધિકારો

શિક્ષણ એ મૂળભૂત માનવ અધિકાર છેઃ દરેક નાગરિકને તેનો હક છે. તે આપણાં વ્યક્તિગત અને દેશનાં વિકાસ માટે મહત્વનું છે..

નીતિઓ અને યોજનાઓ

6 થી 14 વર્ષની વયનાં દરેક બાળકને વિના મૂલ્યે અને ફરજિયાત શિક્ષણ અધિકાર છે. આ કલમ 21એનાં 86 બંધારણીય સુધારમાં સૂચવેલ છે.

બાળકોનું કોર્નર

બાળકોનો વિજ્ઞાન વિભાગ બાળકોને ઇન્ટરેક્ટિવ, સરળ, વિઝ્યુઅલ રીતે શિખવે છે જેનાથી તેમને વૈજ્ઞાનિક બાબતો વિશે જ્ઞાન મળે છે, રચનાત્મક વિચારક્ષમતાને પ્રેરણા મળે છે અને શીખવાની પ્રક્રિયામાં ભાગીદારી વધે છે.

શિક્ષકનો ખૂણો

શીખવવાનું અને શીખવાનું મહત્વની પ્રક્રિયા છે જેમાં ઘણીબધી બાબતોનો સમાવેશ થાય છે. આ બાબતો શીખનારને તેને ધ્યેય પૂર્ણ કરવામાં મદદ કરે છે અને તેને નવું જ્ઞાન, વર્તણૂંક અને કૌશલ્યો આપે છે.

ઓનલાઇન મૂલ્યાંકન

વિવિધ વિષયો પર વય આધારિત મૂલ્યાંકન દ્વારા તેમનું વિષય જ્ઞાન ચકાસવું અને તેનો વિદ્યાર્થીનાં મૂલ્યાંકનમાં ઉપયોગ કરી તેમનું શિક્ષણ સુધારવા પ્રયત્ન કરવો.

શ્રેષ્ઠ પ્રણાલીઓ શિક્ષણ- શ્રેષ્ઠ વ્યવહારો

મલ્ટીપલ ઇન્ટેલિજન્સ એ હોવાર્ડ ગાર્ડનરની સાઇકોલીજીકલ થીયરી છે જે વ્યક્તિની વિવિધ પ્રકારની માનસિક ક્ષમતા આધારિત છે (લોજીકલ, વિઝ્યુઅલ, મ્યુઝિકલ વગેરે). દરેક વ્યક્તિને સા ઇન્ટેલિજન્સ હોય છે. વ્યક્તિ પાસે બે કે તેથી વધુ ડોમેન ઇન્ટેલિજન્સ હોય છે અને બાકીની સાતમાંથી કેટલીક બેલેન્સ ઇન્ટેલિજન્સ હોય છે.

કારકિર્દી માર્ગદર્શન

કારકિર્દી માર્ગદર્શન ભવિષ્યમાં સારો વિકાસ કરવામાં મદદ કરે છે. આ વિભાગમાં વાંચનારને 10 ધોરણ પછી, સ્નાતક થયાં પછી પ્રાપ્ય વિવિધ વિકલ્પો વિશે માહિતી અને અન્ય સંબંધિત માહિતી આપવામાં આવે છે.

આઇટી સાક્ષરતા

આ વેબ પોર્ટલનો આઇટી સાક્ષરતા વિભાગ વિવિધ ઓપન સોર્સ ટેક્નોલોજી, ફોન્ટ્સ ટેક્નોલોજી, પ્રાપ્ય સ્રોત સામગ્રી, કમ્પ્યૂટરની પાયાની બાબતો, બેસિક હાર્ટવેર, બેસિક ડિઝાઇનિંગ – કોરલ ડ્રો વિશે માહિતી આપે છે. અને કમ્પ્યૂટરનાં વપરાશ અને પ્રાદેશિક ભાષાઓ માટે વારંવાર પૂછાતાં પ્રશ્નોનો પણ સમાવેશ કરે છે.

તુષાર અવૈયા Oct 05, 2018 06:27 PM

સવિનય નમસ્કાર સાહેબ..
આપના વિચારો જાણી ખૂબ આનંદ થયો કે આપશ્રી ઍક ભગીરથ પવૃતિ કરી રહ્યાં છો..

ઇશ્વર દરેક બાળક ને કોઈ વિશેષ શક્તિ પ્રદાન કરી ને જ ધરતી પર મોકલે છે.., પરંતું કદાચ આપણ ને લોર્ડ મેકાલે એ થૉપી બેસારેલી શિક્ષણ પદ્ધતિ નાં કારણે એ શક્તિઓ નો સાચા અર્થ માં વિકાસ થવાના બદલે રૂંધાયા કરે છે.., જેનાં પરિણામે ઘણાં બાળકો પોતાના અમુલ્ય જીવન ને ઓળખ્યા વીના આત્મહત્યા પણ વહોરી લેછે..

સાહેબ..
અમે ઍક ઍવા કાર્ય નૉ પ્રારંભ કરી રહ્યાં છીએ,.જેનાં થિ દરેક બાળક પોતાની જન્મ જાત શક્તિઓ ને ઓળખે અનેં એ દિશામાં પોતાના વિચારો ને વેગ આપી પોતાનુ શૈક્ષણિક અનેં સામાજિક જીવન ખૂબ સુંદર રીતે વિકસાવી શકે.., અનેં આપણાં સમાજ,રાશ્ટ્ર અનેં દેશ ને ઍક તેજસ્વી અનેં ઉત્કૃષ્ટ પેઢી પ્રાપ્ત થાય..અનેં સૌ કોઈ નૉ સર્વાંગી વિકાસ થાય..

સાહેબ..

ખૂબ ખુશી છે કે અમારાં આ પ્રયાસ ને અમે ગુજરાતના આપણા
માનનીય મુખ્યમંત્રિ શ્રી વિજયભાઈ રૂપાણી સાથે પ્રત્યક્ષ મુલાકાત કરી ને રજુ કરેલ છે.. અનેં ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે..!

આપની પાસે સમય સન્જૉગ ની શક્યતા હશે તો ચોક્ક્સ આપણે મુલાકાત કરીશું..!

મો.. ૯૫૩૭૩૭૧૯૯૧

Email: Tushar. *****@yahoo. com

કેતન શુક્લ Oct 04, 2018 01:30 AM

બાળકીના શાળા પ્રવેશ માટે માતાનું નામ દાખલ કરવા આધારભૂત પુરાવા કયાં અધિકૃત ગણાય ?

મહેશભાઇ અમ્રૂતભાઈ પરમાર Sep 29, 2018 02:53 PM

મારા પુત્ર ને તા 28/8/2017ના રોજ ધોરણ 1માં શાળામાં પ્રવેશ આપેલ તેમ છતા શાળાના શિક્ષક દમ્પતી એ જાતિગત ભેદભાવ રાખી તેને પ્રવેશ આપેલ નહીં જેમાં ટી પી ઈ ઓ તળાજા એ પણ કોઈ કાર્યવાહી કરેલ નહીં અને આ બાળકને છેક જાન્યુઆરી માસ માં પ્રવેશ આપેલ તે પણ ષડયંત્ર રચીને .આજની તારીખ માં આ આરોપી શિક્ષકો ઉપર કોઈ લેખિત કાર્યવાહી કરવામાં આવેલ નથી .

ગોહિલ માનસિંહ Sep 08, 2018 10:14 AM

નૉલેજ વધારવા માટે શું કરવું જોઈએ.

patel harsh Sep 04, 2018 07:59 PM

- 12 science પછી કઇ લાઇનો મા જવુ?
- બધી જ 12 science પછી લાઇનો જણાવો.

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
Back to top